શુ તમને ખબર છે ? કોઇ આપણ ને ગલગલિયા કરે ત્યારે હસુ કેમ આવે છે ? તો આજે જાણો…

નાનાં બાળકોને ગલીપચી કરવાથી તે હસવા લાગે છે અને આપણે માનીએ છીએ કે તેને ગમે છે. અલબત્ત, દરેક વખતે ગલીપચી વખતે ફૂટી નીકળતું હાસ્ય ગમતું જ હોય એ જરૂરી નથી.

જેમને ગલીપચીથી અકળામણ થતી હોય તેમને પણ હળવા અને સુંવાળા સ્પર્શથી ગલીપચીનો અહેસાસ તો થતો જ હોય છે.

ગલીપચી થાય ત્યારે હસવું આવે એ આપણા મગજની સ્વરક્ષાની વ્યવસ્થાનો એક ભાગ છે. ખાસ કરીને જે ભાગની ત્વચા અથવા તો અંદરના અવયવો નાજુક હોય છે ત્યાં હળવો સ્પર્શ કરવાથી ગલીપચી થાય છે.

શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પણ ચીજનો સ્પર્શ થાય તો એના સમાચાર તરત મગજ સુધી પહોંચે છે. ત્વચાના ઉપરના એપિડર્મિસ નામના લેયરમાં રહેલા ચેતાકોષોની મદદથી આ સંદેશવહનનું કામ થાય.

ચેતાકોષો દ્વારા ચોક્કસ જગ્યાએ સ્પર્શ થયાનો સંદેશો ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ દ્વારા મગજના સોમેટોસેન્સરી કોર્ટેક્સ નામના ભાગમાં પહોંચે છે.

જો કે સામાન્ય રીતે તીક્ષ્ણ કે ભારે સ્પર્શ થાય ત્યારે મગજ એલર્ટ થઈને તરત એ સ્પર્શનું ઇન્ટરપ્રિટેશન કરીને જરૂરી પ્રતિક્રિયા કરવાનો શરીરને આદેશ આપે છે.

સ્પર્શ જ્યારે અત્યંત હળવો હોય ત્યારે ભારે પ્રતિક્રિયા આપવાને બદલે આ સ્પર્શનો સંદેશો મગજના હાઇપોથેલેમસ નામના ભાગમાં પહોંચે છે.

આ એ જ ભાગ છે જે પીડાની સંવેદના પણ અનુભવે છે અને સ્વરક્ષા માટેની સુરક્ષાવ્યવસ્થાનું નિયંત્રણ પણ કરે છે.

હાઇપોથેલેમસમાં હળવા સ્પર્શની સંવેદના પહોંચે છે ત્યારે જે-તે સ્પર્શ હાનિકારક કે ડેન્જરસ નથી એવું વિશ્લેષણ કરીને એ પીડાને બદલે હસવાની સ્ફુરણા કરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *