ડુંગળી કાપતી વખતે આ ઉપાય અજમાવશો તો નહિં આવે આંખમાંથી આંસુ…

જ્યારે આપણે રસોડામાં કામ માટે જઈએ છીએ ત્યારે આપણને બધા કામ સહેલા લાગે છે અને આપણે બધા કામ સરળતાથી કરી શકીએ છીએ. પરંતુ આ એક કામ સિવાય આપણને બધા કામ સરળ લાગે છે.

કોઈ પણ માણસને આ કામ કરવામાં રડવું આવી જાય છે તે કામ છે ડુંગળીને સુધારવી. તેનાથી ગમે તેવા માણસને તે રોવડાવી શકે છે આ કામ ખૂબ અઘરું છે.

આને કાપતિ વખતે આપણે આંખ માથી પાણી નીકળવા લાગે છે. પરંતુ તમે આ રીતે તેને કાપશો તો તમારી આંખોમાં બળતરા પણ નહીં થાય અને આંખ માથી પાણી પણ નહીં નીકળે.

જ્યારે આપણે આને કાપી છીએ ત્યારે આપની આંખમાં ખૂબ બળતરા થાય છે. આ સિન્થેમ એંજાઈમ રહેલું હોય છે. તેનાથી આંખમાં આંસુ આવવા લાગે છે. તેના માટે આપણે આ કેટલીક રીતો અપનાવવો જોઈએ જેનાથી આપની આંખમાં પાણી નહીં આવે.

પાણીમાં કાપવી જોઈએ
જ્યારે આપણે ડુંગળી કાપી છીએ ત્યારે તેમાં રહેલ વેપાર કોર્મશનના કારણે આંખમાં પાણી આવવા લાગે છે તેથી તેને પાણીમાં રાખીને કાપવાથી આપની આંખમાં પાણી આવતા નથી.

આને કાપ્યા પહેલા પાણીમાં રાખવી જોઈએ
તમે આને કાપો છો ત્યારે તમારી આંખઓમાં બળતરા થાય છે તો તેને કાપો તે પહેલા તમારે તેને છોલીને ૧૦ મિનિટ માટે તેને પાણીમાં ડૂબાડીને રાખવી જોઈએ આનાથી તેને જ્યારે કાપશો ત્યારે તમારી આંખમાં બળતરા અને પાણી નહીં આવે. પાણીના લીધે તેમાં રહેલ એસિડ નીકળી જાય છે અને આંખ માથી પનાઈ નીકળતું નથી.

ચ્યુંગમ ચાવવી જોઈએ
તમે જ્યારે પણ આને કાપો ત્યારે તમારે મોઢામાં ચ્યુંગમ ચાવવી જોઈએ. આની અસર તમારી આંખમાં નહીં થાય અને તેનાથી બળતરા અને આંખ માથી પાણી જેવી તકલીફ નહીં થાય.

સ્ટીમ પાસે આને કાપો
તમારા ઘરમાં સ્ટીમર છે તો તમારે આને કાપતા પહેલા તેને ચાલુ કરી દેવું જોઈએ. તમે જો ઉકાળેલા પાણી પાસે આને કાપશો તો તમારી આંખમાં પાણી નહીં આવે અને તેનાથી બળતરા પણ નહીં થાય.

મોંમાં બ્રેડ રાખવી
તમારા મોમાં બ્રેડનો એક નાનો ટુકડો નાખો લોકો કહે છે કે ડુંગળી કાપતી વખતે તેને ચાવવાથી આંસુ આવતા નથી. બ્રેડને ખૂબ જ ધીરે ધીરે ચાવવી. તમારા મોમાં પાણી આવશે, પરંતુ તમારી આંખોમાંથી પાણી બહાર આવશે નહીં.

મીણબત્તી સળગાવો
જ્યાં તમે ડુંગળી કાપી રહ્યા છો ત્યાં મીણબત્તીઓ અથવા દીવા સળગાવી રાખો. આ કરવાથી, ડુંગળીમાંથી બહાર નીકળતો ગેસ મીણબત્તી અથવા દીવો તરફ જશે અને તમારી આંખો સુધી પહોંચશે નહીં. ડુંગળી કાપતી વખતે, નજીકમાં ચાલી રહેલા પંખાને બંધ કરો.

ફ્રિજરમાં રાખો
કાપતા પહેલા ડુંગળીને ૧૦ થી ૨૦ મિનિટ માટે ફ્રીઝરમાં ઠંડું થવા દો.આથી હવામાં એસિડ એન્ઝાઇમની માત્રા ઓછી થાય છે અને તેના સ્વાદને અસર થતી નથી.

કેટલાક ખાદ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આંખના બળે અને આંસુ ઘટાડવાનો આ સૌથી અસરકારક માર્ગ છે. ધ્યાનમાં રાખો કે ડુંગળીને સફરજન અથવા બટાટાની નજીક ફ્રિજમાં રાખશો નહીં, અથવા લાંબા સમય સુધી ફ્રિજમાં રાખશો નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *