ઉનાળાની સિઝનમા આવા કપડા પહેરશો તો તમને ગરમીથી મળશે રાહત અને રહેશો કમ્ફર્ટેબલ…
ઉનાળાની સિઝન એટલે ગરમીમાં તૌબા પુકારી જવાઈ તેવી કાળઝાર ગરમીની સિઝન, ઉનાળો શરુ થતાની સાથે જ જાણે આપણે આપણા કબાટમાંથી હલકા ફૂલકા કપડા શોધવા લાગીએ છીએ, એવા કપડા પહેરવા ઈચ્છીએ છીએ કે જેથી આપણે કમ્ફર્ટેબલ રહી શકીએ અને ગરમીથી આપણે આપણું રક્ષણ કરી શકીએ, તો આજે આપણે વાત કરીશું કે ઉનાળામાં કેવા વસ્ત્રો પહેરવા જોઈએ.
સામાન્ય રીતે કોટન એટલે કે સુતરાઉ કપડા ગરમીમાં ઉત્તમ ગણાય છે, તે પણ ખાસ કરીને લાંબી સ્લિવ વાળા પહેરવા જોઈએ, જેમાં પુરુષોએ લાંબી સ્લિવ વાળા કૂર્તા અને સ્ત્રીઓએ પણ કૂર્તી લાંબી સ્લિવ વાળી પહેરવી જોઈએ.જો તમને ખાદી પસંદ હોય તો તે સૌથી બેસ્ટ છે,ખાદીના વસ્ત્રો ગરમીથી મોટા પ્રમાણમાં રાહત આપે છે.
ઉનાળામાં કોટનના કપડાને વધુ મહત્વ આપવું જોઈએ , બને ત્યા સુધી ફિંટિંગમાં કપડા પહેરવાનું ટાળો, ફિટિંગમાં પહેરાતા પકડા તમને અકણામળ કરાવી શકે છે, જેથી કરીને જ્યારે પણ ઘરની બહાર નિકળો ત્યારે કોટનના ઢીલા શરીરને ચોંટે નહી તેવા કપડા પહરવાનું રાખો જેથી તમને પોતાને આરામ રહેશે.
ઉનાળામાં મોટે ભાગે કાળો રંગ પહેરવાનું પણ ટાળવું જોઈએ, કાળો રંગ શરીરને વધુ તપાવે છે, સૂર્યની કિરણો કાળા રંગ પર વધુ અસર કરે છે, કાળા અથવા ડાર્ક કલરનાં વસ્ત્રો પહેરવાથી વધુ ગરમી લાગે છે એ વૈજ્ઞાનિક કારણ સૌ જાણે જ છે. જ્યારે શ્વેત અથવા હળવા રંગનાં વસ્ત્રોમાં સૂર્યનાં પારજાંબલી કિરણોને શોષવાની પ્રક્રિયા ખૂબ ધીમી થાય છે અને તેના કારણે જ આ પ્રકારનાં વસ્ત્રો પહેરવાં ઉત્તમ રહે છે.
ઉનાળામાં ખાસ સફેદ વસ્ત્રો વધુ પહેરવા જોઈએ, આ સાથે જ પરસેવો શોષી લેવા માટે કોટન ફેબ્રિક શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેથી જ કોટનનાં અને તેમાં પણ સફેદ ઉપરાંત આછા રંગનાં વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે.
આ સાથે જ મહિલસાઓ એ કોટનનો પ્લાઝો પહેરવો વધુ યોગ્ય રહેશે છે, જેનાથી પગની ત્વચામાં રહેલા કોષોને પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને આરામદાયક વસ્ત્રો પહેર્યાંની અનુભૂતિ થાય છે. મહિલાઓની જેમ જ પુરુષોમાં પણ કોટનનાં ટ્રાઉઝર્સ હોય છે જે પહેરી શકાય છે.
મહિલાઓ સ્લિવલેસ ટોપ અને શોટ્ર્સ પહેરવાનું પસંદ કરે છે અને એવી જ રીતે પુરુષો પણ શોર્ટ્સને પ્રાયોરિટી આપે છે.જો કે તેનાથી સ્કિન બ્લેક થવાની સંભાવના વધે છે, જેથી શરીર ઢંકાઈ જાય તેવા પુરા વસ્ત્રો પહેરવા જોઈએ, લાંબી સ્લિવ. કોટન પેન્ટ, લોંગ કોટન સ્કર્ટને પ્રાધાન્ય આપવું જોઈએ.
આ ઉપરાંત ઉનાળાની ઋતુમાં મહિલાઓ માટે કોટન પાયજામા પહેરવા હિતાવહ છે. પાયજામા સુતરાઉ કાપડના હોવાને કારણે પરસેવો શોષી લે છે. હોટ ફેવરિટ છે. વિશેષ કરીને ઉનાળામાં કોટન ટ્રાઉઝર્સને પ્રાથમિકતા આપવી જોઇએ
જ્યારે પણ ઘરની બહાર નીકળો એટલે સન સ્ક્રીન લોશન લગાવાનું રાખો, આ સાથે જ જો કપડાની યોગ્ય પસંદગી કરવામાં આવે તો ઉનાળામાં લૂ અને ત્વચાને લગતી સમસ્યામાંથી બચી શકાશે