આ ઘરેલુ ઉપાયો કરશો તો વાયુ વિકારોથી થતાં રોગો રહેશે દુર…

વાયુવિકાર થી ઘણા રોગો થાય છે. જો શરીર તંદુરસ્ત ન હોય તો ઘણા રોગ થવાની સંભાવના વધી જાય છે. શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે-ધીરે પ્રવેશે છે.

પાચનક્રિયામાં વાયુની ઊર્ધ્વ, મધ્યમ અને અધોવાયુની સ્થિતિ જાણવી ખુબ જ જરૂરી છે. એનાં કારણો, લક્ષણો, નિદાન જાણ્યા પછી રોગની સારવાર થઈ શકે છે.

વાયુની તકલીફ થાય ત્યારે ખુબ જ સમસ્યા થાય છે. આ એક એવી બીમારી છે જે દરેક લોકોને આ સમસ્યા અલગ અલગ પ્રકારની થતી હોય છે.

જેથી આજે અમે આપને વાયુ વિકારોથી થતાં રોગો અને તેના માટેના ખાસ ઉપાયો વિશે જણાવીશું. તો ચાલો જાણી લઈએ વાયુવિકાર થી થતા રોગ અને એ રોગના ઉપાય વિશે..

વાયુ વિકારથી થતાં રોગો :- 

સાંધા દુઃખવા તેમજ જકડાઈ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીઘ્રસ્ખલન, અડદીયો વા, સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ, વીશ્વાચી, અવબાહુક, શરીરમાં સોય ભોંકાતી હોય એવી વેદના થવી, વાત કંટક, અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધારે પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી લુખી તથા બરછટ થઈ જવી. આ બધા રોગોમાં વાયુની પ્રબળતા રહેલી હોય છે.

વાયુ થી બચવાના ઉપાય :-

ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ પીવો જોઇએ. જો તુલસી ના મળે તો ગરમ પાણીમાં લીંબુનો રસ પીવો જોઇએ. મોટાભાગના રોગોનું મૂળ ગેસ છે.

વાયુના નિકાલ માટે સૂંઠ,સંચળ અને અજમો ભેગાં કરી સોડાબાયકાર્બ સાથે પાણીમાં નાખીને પીવું જોઈએ. અજમો તવી પર ગરમ કરી, સમભાગે સિંધાલૂણ સાથે પીસી 3 ગ્રામ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે.

વાયુ અને કફદોષ-

૧ લીટર પાણીમાં ૧ ચમચી(૮.૫ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. આ પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હૃદયનું શૂળ, પેટમાં વાયુપીડા, આફરો, પેટનો ગોળો, હેડકી, અરુચિ, મંદાગ્નિ, બરલનું દર્દ, પેટનાં કરમીયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમૂત્ર, ડાયાબીટીસ, જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. આ પાણી ગરમ ગુણો ધરાવે છે.

પેટમાં આમદોષથી આવતી ચૂંક :-

પાકા આદુનો માત્ર 400 ગ્રામ રસ કુલ 1.6 કિલો સાકરની ચાસણીમાં નાખી તાર બંધાય તેવી ચાસણી ફરીથી બનાવી શરબત બનાવવું. એમાંથી કુલ 10 ગ્રામ જેટલું શરબત પાણી સાથે લેવાથી પેટનો વાયુ, પેટમાં આમદોષથી આવતી ચૂંક મટે છે. ગંધાતો અને પચ્યા વગરનો ઝાડો બંધાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *