વરુણ ધવન અને નતાશા દલાલ બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા, જુઓ તેની સુંદર તસવીરો…
આપણી બોલીવુડની દુનિયાના જાણીતા અભિનેતા વરૂણ ધવને ગઈકાલે 24 મી જાન્યુઆરીએ તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે સાત ફેરા લીધા હતા અને હવે તે બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે અને આ લગ્ન હિંદુ રિવાજો સાથે ખૂબ જ ધામધૂમથી પૂર્ણ થયા છે.
અને આ લગ્નમાં વરૂણ અને નતાશાના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા અને બોલીવુડના નવા વર્ષના આ પહેલા લગ્ન મહારાષ્ટ્રના અલીબાગના ‘ધ મેન્શન હાઉસ’ હોટલમાં પૂર્ણ થયા
અને લગ્નના બંધનમાં બંધાયા પછી નતાશા દલાલ અને વરુણ ધવનના ચેહરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી અને પોતાના લગ્ન દરમિયાન આ બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળી રહ્યા હતા અને ખૂબ જ ખુશ હતા.
જણાવી દઈએ કે લગ્ન પછી તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે અને આ તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે
અને તેમના લગ્નની તસવીરો આજે સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છવાયેલી છે અને ખૂબ વાયરલ થઈ રહી છે.
જણાવી કે વરૂણ અને નતાશા બંને તેમના વેડિંગ આઉટફિટમાં ખૂબ જ સુંદર જોવા મળી રહ્યા છે. અને પોતાની વેડીંગ સેરેમનીમાં આ કપલ એક સરખા ટ્રેડિશનલ આઉટફિટ પહેરેલા જોવા મળી રહ્યા છે.
અને વાત કરીએ નતાશા દલાલના બ્રાઈડલ લુકની તો નતાશાએ ઓફ વ્હાઈટ લહેંગો પહેર્યો હતો અને આ લહેંગાની ખાસ વાત એ છે કે આ લહેંગાને નતાશાએ જ ડિઝાઈન કર્યો છે અને આ લહેંગામાં નતાશા ખૂબ જ સુંદર લાગી રહી છે.
વાત કરીએ વરુણ ધવનના વેડિંગ લુકની તો, વરૂણે ઓફ-વ્હાઇટ બંદગલા શેરવાની પહેરી હતી અને આ શેરવાનીમાં સોનાના ફૂલોનું ભરતકામ આ શેરવાની સુંદરતામાં વધારો કરી રહ્યું છે અને સાથે જ તેણે રેશમનો પાયજામો પહેર્યો હતો.
અને સાથે જ વાદળી રંગનો દુપ્પટ્ટો કેરી કર્યો હતો અને વરુણ આ ટ્રેડિશનલ ગ્રૂમ અવતારમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.અને ચાહકોને આ જોડી ખૂબ જ પસંદ આવી રહી છે.
જણાવી દઈએ કે વરુણ અને નતાશાના લગ્નની રાહ ચાહકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા અને ગઈકાલે વરૂણ અને નતાશા લગ્નના બંધનમાં બંધાઈ ગયા અને સાત જન્મો માટે એકબીજાના બની ગયા.
તો લગ્નની વિધિઓથી લઈને ફેરા સુધીની બધી તસવીરો સામે આવી ચુકી છે અને આ તસવીરોમાં વરુણ અને નતાશા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને તેમની જોડી પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.
જણાવી દઈએ કે વરુણ ધવન બોલિવૂડના એક જાણીતા અભિનેતા છે, તો નતાશા દલાલ એક છે ફેશન ડિઝાઇનર અને નતાશા વરુણની બાળપણની મિત્ર છે જેને હવે વરુણે તેની જીવનસાથી બનાવી લીધી છે.
વરૂણ અને નતાશાની લવ સ્ટોરી વિશે દરેક વ્યક્તિ જાણે છે અને હવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા પછી, એકબીજા પ્રત્યેનો પ્રેમ તેમની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
જણાવી દઈએ કે વરુણ ધવન એક ખૂબ જ સારો વ્યક્તિ છે કારણ કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં લોકો નામ અને ખ્યાતિ મળ્યા પછી તેમનો પ્રેમ ભૂલી જાય છે અને તેમની ગર્લફ્રેન્ડ્સને તો ફિલ્મી દુનિયાના અભિનેતાઓ કપડાની જેમ બદલે છે,
પરંતુ વરુણે એવું કશું કર્યું નથી અને તેમણે જે છોકરીને બાળપણથી જ પ્રેમ કર્યો છે તેનો સાથ નામ અને ખ્યાતિ મેળવ્યા પછી પણ છોડ્યો નહિં અને તેને જ પોતાની જીવનસાથી બનાવી લીધી છે અને આ જ વાત વરુણને અન્યથી અલગ બનાવે છે.
તો વરુણ અને નતાશાને એકસાથે જોઈને એવું લાગે છે કે આ બંને એકબીજા માટે જ બન્યા છે અને તેમની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.