કોરોના મહામારી સાથે સાથે ગુજરાતના આ વિસ્તારો થશે 5 દિવસ મા ભારે મા ભારે મેઘતાંડવ, જાણો કયા કયા ?

કોરોના મહામારી સાથે સાથે ગુજરાતના આ વિસ્તારો થશે 5 દિવસ મા ભારે મા ભારે મેઘતાંડવ, જાણો કયા કયા ?
Spread the love

એક તરફ રાજ્યમાં વરસાદની કરવામાં આવેલી આગાહી વચ્ચે અરબી સમુદ્રમાં બે મોટા વાવાઝોડા ના તોફાનની પણ આગાહી કરી દેવામાં આવી છે. જેને કારણે હવામાન વિભાગ સતર્ક થઈ ગયું છે.

હવામાન ક્ષેત્રના લોકોના કહ્યા અનુસાર, વાવાઝોડાં બાબતે બે દિવસ બાદ સ્થિતિ ચોક્ક્સ કરવામાં આવશે. વરસાદની સંભાવના વચ્ચે ગરમીનો પ્રકોપ ગુજરાત રાજ્યમાં યથાવત રહેશે. એટલું જ નહીં, અમદાવાદમાં આવનાર 48 કલાક ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં પણ હિટવેવની સંભાવના છે.હવામાન ક્ષેત્રે કામ કરી રહ્યા કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આવનાર 48 કલાક દરમિયાન રાજ્યના કોઈ પણ વિસ્તારમાં વરસાદની કોઈ સંભાવના નથી. પરંતુ 28 અને 29મેં ના દિવસે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની પૂરી શક્યતા કરી છે,જ્યારે 30 તથા 31 મેંના દિવસે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના ભાગોમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

બીજી તરફ અરબી સમુદ્રમાં વાવાઝોડુ જોવા મળશે કે કેમ તે માટે અલગ અલગ મોડેલનો અભ્યાસ કરાઈ રહ્યો છે. આવનાર 2-3 દિવસમાં આ બાબતની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવશે.ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે આ વાવાઝોડાંના કારણે 1થી 3 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની સંભાવાના સેવાઈ રહી છે.

બીજા વાવાઝોડાની સંભાવના

આ ઉપરાંત રાજ્ય ભરમાં 6 જુને ટકરાઈ એવાં દ્વિતીય વાવાઝોડાંની પણ શક્યતા છે. આ વાવાઝોડું લક્ષદીપના ટાપુઓ પાસે ઉત્પન્ન રહ્યું છે. જે 31 મેથી શરૂ કરી બેગલુરૂ- ગોવા- મહારાષ્ટ્રના દરિયાકાંઠા થઈ ગુજરાત આવશે. જે પણ ગીર સોમનાથ જિલ્લામાં ટકરાઈ શકે છે.

આશરે 110 કિમીની ઝડપે અથડાઈ શકે વાવાઝોડું

ગુજરાત રાજ્યમાં 3જી તારીખ વાવાઝોડું આવશે તો સૌરાષ્ટ્રના ગીર -સોમાનાથ જિલ્લામાં તેનુ મેઈન કેન્દ્રબિદું હોઈ શકે છે. ગીર-સોમનાથી જિલ્લાના ગીર-ગઢડા ગામ અને ગીરનું જંગલ કેન્દ્રબિંદુ બનશે.

આ સાથે નજીકના પોરબંદર, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં તેની વધુ અસર દેખાઈ શકે છે. વાવાઝોડાના સ્પીડ આશરે 110 કિમી/કલાકની હોવાની શક્યતા દેખાઈ રહી છે.

rajesh patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *