એક રહસ્ય.. પરણ્યા પછી યુગલોનું વજન અચાનક કેમ વધે છે?

એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો અપરિણીત છે તેઓમાં પરિણીત લોકો કરતા વજનનું પ્રમાણ ઓછું હોય છે, એટલે કે જે લોકો પરિણીત છે તેઓમાં સરેરાશ વજન અપરિણીત લોકો કરતા વધુ હોય છે.

જોકે આ સંશોધનમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો કુવારાં હોય ત્યારે તેમનું વજન સામાન્ય હોય છે પણ જ્યારે તેઓ લગ્ન કરી લે કે કોઇ પાર્ટનર સાથે લિવ ઇન રિલેશનશિપમાં બંધાય છે ત્યારે તેનું વજન વધવા લાગે છે.

જોકે આ રિલેશનશિપનો જો અંત આવી જાય તો તેનું વજન યોગ્ય માત્રામાં આવી જાય છે, એટલે કે રિલેશનશિપ એ વ્યક્તિનું વજન વધારી શકે છે.

વૈજ્ઞાાનિકો કહે છે કે જીવનમાં એકલા રહેવાથી વ્યક્તિ ડિપ્રેશનમાં જરૂર જતો રહે છે કેમ કે તેના મોટાભાગના સાથીઓએ લગ્ન કરી લીધા હોય છે પણ એક આનંદની વાત આ સિંગલ રહેતા વ્યક્તિ માટે વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે અને એ છે શારીરિક તંદુરસ્તી છે.

વેસ્ટર્ન વોશિંગ્ટન યુનિર્વિસટી દ્વારા હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં આ દાવો કરાયો છે. જોકે એવું નથી કે માત્ર પુરુષો જ મહિલાઓમાં પણ અપરિણીત હોય તેમનું વજન પરિણીતો કરતા ઓછું હોય છે, એટલે કે નોર્મલ ફિગર જાળવી રાખવામાં લગ્ન કરવા કે સિંગલ રહેવું મદદરૂપ થાય છે.

આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે રિલેશનશિપમાં આવ્યા બાદ વ્યક્તિની ખાવાની આદત બદલાઇ જતી હોય છે જેને પગલે તેનું વજન વધવાની શક્યતાઓ વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *