
જાણો ખાવાની કઈ એવી ચીજો છે જેને સલાડમાં નાખવાથી સલાડ વધારે રોચક, પોષણ(ન્યુટ્રીશન) અને સુંદર બને. કદાચ તમે આ વસ્તુનો ઉપયોગ પહેલા ક્યારેય નહિ કર્યો હોય. ખાવાની આ બધી ચીજો સલાડને હેલ્ધી બનાવશે અને સાથે સાથે સલાડને સુંદર પણ બનાવશે.
દાડમ
દાડમ એ પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને વિટામિન એ નો એક સારો સ્રોત છે. આમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ પણ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. જેનો ઉપયોગ રોજ કરવાથી હદય માટે તે ફાયદાકારક નીવડે છે. પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના જોખમને પણ દૂર રાખે છે.
બાફેલા ઈંડા
સલાડમાં બાફેલા ઇંડા નાખવાથી પ્રોટીનની માત્રા વધારી શકાય છે. ઈંડાના પીળા ભાગમાં રહેલ કેરોટીનોઈડ એન્ટી-ઓક્સિડન્ટને ગ્રહણ કરવાની ક્ષમતા 9 ગણી વધારે હોય છે. જો તમે કોલેસ્ટ્રોલ વિશે ચિંતિત હોય તો બાફેલા ઈંડા તમારી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક અઠવાડિયા સુધી રોજ બાફેલા ઈંડાનું સેવન કરવાથી વજન ધટાડી શકાય છે.
લાલ અને લીલો લેટયુસ (સલાડ)
લેટયુસ એ સૌથી સારો વેઈટ લોસ ફૂડ છે. આમાં શુગર અને સોડિયમની માત્રા ઓછી હોય છે, જયારે વિટામિન એ અને સી પણ મોટી માત્રામાં જોવા મળે છે. આમાં આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીન રહેલ હોય છે. લેટયુસમાં કેલરી ખૂબ જ ઓછી અને ચરબી ફક્ત નામમાત્ર હોય છે. ઓમેગા -3 થી લઈને ઓમેગા -6 ફેટી એસિડ્સ હોય છે.
સૂકો મેવો અને બીજ
સૂકો મેવો અને બીજમાં ફાઇબર અને પ્રોટીન ભરપુર માત્રામાં જોવા મળે છે. આમાં મોનો અને પોલીસેંચુરેટેડ ફેટની માત્રા વધુ હોય છે, જે હદય માટે ફાયદાકારક છે. આને સલાડમાં શામેલ કરવાથી કોલેસ્ટોરેલના સ્તરને ઘટાડી શકાય છે.
ચીઝ
જે શાકભાજીમાં સ્ટાર્ચ ન હોય, તેની સાથે ચીઝ ખાવાથી ચરબી ઝડપથી ઘટવા લાગે છે. બજારમાં ઘણા બધા પ્રકારની ચીઝ ઉપલબ્ધ છે. પરંતુ સલાડમાં એવા પ્રકારની ચીઝનો પ્રયોગ કરો, જેમાં ફેટ અને સોડિયમની માત્રા ઓછી હોય. ચીઝમાં પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્રોત હોવાને કારણે આને સલાડમાં નાખીને ખાઓ. આ બ્લડશુગર સ્તરને સંતુલિત રાખવા માટે અસરકારક છે. આનું નિયમિતપણે સેવન કરવાથી મૂડ સારો બને છે.
ઓલિવ ઓઇલ અને સરકો (વિનેગર)
સલાડમાં ઓલિવ ઓઇલ અને સરકો (વિનેગર) નાખવાથી શરીરમાં શુગરના લેવલમાં બેલેન્સ જળવાઇ રહે છે. સલાડમાં મોનો અનસેંચુરેટેડ નામનું ફેટ રહેલું હોય છે. દરરોજ બે ચમચી એટલે કે 23 ગ્રામ ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવાથી હદયની બીમારીનો જોખમ ટળે છે. સલાડમાં ઓલિવ ઓઇલ અને સરકો (વિનેગર) નાખીને ખાવાથી મીઠું અને ફેટનું સેવન ઘટી જાય છે.