આ મહિલાને મળી વ્હેલની વૉમિટ, તેનું નસીબ રાતોરાત બદલાઈ ગયું, જાણો કઇ રીતે ??
થાઈલેન્ડની મહિલાનું નસીબ રાતોરાત બદલાઈ ગયું છે. પોતાના બીચ હાઉસ નજીક તેને 1.9 કરોડ રૂપિયાનો ખજાનો મળ્યો છે. આ મહિલાને વ્હેલની વૉમિટ મળી છે. દૂરથી પથ્થર જેવી દેખાતી આ વૉમિટ મૂલ્યવાન હોય છે તે મહિલાને ખબર નહોતી.
49 વર્ષીય સિરિપોરન નિઆમ્રિન 23 ફેબ્રુઆરીના રોજ બીચ પર ચાલી રહી હતી ત્યારે અચાનક તેનું ધ્યાન વિશાળ પથ્થર પર ગયું. તેની નજીક જતા જોયું તો તેમાંથી માછલીની સ્મેલ આવતી હતી. ત્યારે મહિલાને તેની કિંમતનો કોઈ અંદાજો નહોતો આથી તે વેરિફાઈ કરવા માટે તેના એક્સપર્ટ પાસે લઇ ગઈ.
જ્યારે તેને કિંમત ખબર પડી ત્યારે સિરિપોરનની ખુશીનો કોઈ પાર ના રહ્યો. હવે સિરિપોરન ગ્રાહકની રાહ જોઈ રહી છે. સિરિપોરને કહ્યું, એક વખત મને આના માટે ગ્રાહક મળી જશે એ પછી તેના રૂપિયા કોમ્યુનિટી માટે વાપરીશ.
હું પોતાને ઘણી નસીબદાર સમજુ છું કે આટલો મોટો પીસ મને મળ્યો. મને આશા છે કે, તેના વધારે રૂપિયા મળશે. હું તે તમામ રૂપિયા મારા ઘરે જ સાચવીને મૂકીશ.
વ્હેલની વૉમિટને ‘એમ્બ્રેગ્રિસ’ પણ કહેવાય છે. સ્પર્મ વ્હેલ આ વૉમિટ પ્રોડ્યુસ કરે છે અને તરતા-તરતા દરિયાને કિનારે આવી પહોંચે છે. શરૂઆતમાં આ સોલિડની સ્મેલ ખરાબ હોય છે પણ એકવાર તેમાં હાજર ગ્લૂ સૂકાઈ જાય એ પછી તેમાંથી સ્વીટ અને લાંબા સમય સુધી ચાલે તેવી સ્મેલ આવે છે. પર્ફ્યૂમ ઇન્ડસ્ટ્રી માટે આ પરફેક્ટ ઇન્ગ્રીડિઅન્ટ છે.
આની પહેલાં વર્ષ 2016માં ઇંગ્લેન્ડના લિન્કશાયર શહેરમાંથી 2 કિલો વ્હેલ વૉમિટ મળી હતી તેનું વેચાણ 51 લાખ રૂપિયામાં થયું હતું.