જવના પાણીનો ઉપયોગ કરવાથી દૂર થશે ઑબેસિટી, જાણો કઇ રીતે ???

વર્તમાન સમયમાં કોલ્ડ ડ્રીંક્સની સાથે-સાથે જંગફૂડની બોલબાલા વધી છે, લોકો ભારે ખોરાક છૂટથી લઈ રહ્યાં છે તો તેની સામે કસરત અને મહેનતનું પ્રમાણ ઘટ્યું છે. આ સંજોગોમાં ગૅસ-કબજિયાત સહિતની અન્ય પેટ સંબંધી સમસ્યાઓથી લોકો અનહદ રીતે પીડાઈ રહ્યાં છે.

આ સમસ્યાઓના કારણે લોકો પોતાના રોજિંદા કામકાજમાં ધ્યાનમાં ધ્યાન આપી શકતાં નથી, મન પ્રફુલ્લિત રહેતું નથી. જો કે, આ બધી તકલીફો આડેધડ લેવામાં આવતાં જંગફૂડ અને ઠંડા પીણાને આભારી છે એ બાબત લોકો સમજી શકતાં નથી! જો તમો આ બધી ભયંકર તકલીફોથી બચવા માંગતા હો તો અત્રે આપેલા લેખનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને પેટ સંબંધિત બિમારીઓથી દૂર રહો.

જો ઘઉંના લોટમાં જવ (ઑટ્સ)નો પાવડર ભેળવી દેવામાં આવે તો આ સમસ્યાથી દૂર રહી શકાય છે, આ પદાર્થ તમોને કરિયાણાની દુકાનમાંથી બહુ સહેલાઈથી મળી જશે.

પેટ સંબંધી તકલીફોથી બચવા માટે ત્રણ ભાગ લોટમાં એક ભાગ ઓટ્સને એકત્રિત કરીને તેની રોટલી બનાવવાની રહેશે. લોટમાં જવનો પાવડર ભળી જતાં તેની પૌષ્ટિકતામાં તો વધારો થાય જ છે.

સાથે-સાથે તેનો સ્વાદ પણ જીભને ભાવે એવો હોય છે અને ગૅસ-કબિજયાત જેવી બિમારીઓથી પણ બચાવે એ લટકામાં! આ નુસ્ખાનો એક-બે નહીં પરંતુ જીવનભર કરશો તો પણ ચાલશે!

કોરોનાકાળમાં આપણે સૌએ ‘ઈમ્યુનિટી સિસ્ટમ’ (રોગ પ્રતિકારક શક્તિ) વિશે અનેક વખત સાંભળ્યું છે તો ધ્યાન રાખો કે, જવમાં એટલાં સોનેરી તત્વો છે કે, તે શરીરમાં રહેલાં ઝેરી પદાર્થોને શરીરની અંદર ટકવા જ દેેતું નથી જેના કારણે રોગપ્રતિકારક શક્તિમાં અનેકગણો વધારો થઈ જાય છે અને કોરોના જેવા લક્ષણો તમારાથી દૂર રહેશે અને જો શરીરમાં વાયરસ ઘૂસી પણ ગયો હશે તો તે બેઆબરૂ થઈને બહાર ફેંકાઈ જશે!

બે લિટર પાણીમાં બે મોટા ચમચાં જવ નાખીને તેને બરાબર ઉકાળી લો, ઉકળતી વખતે ઢાંકણું વ્યવસ્થિત રીતે બંધ રાખો જેથી જવ પુરી રીતે બફાઈ જાય જ્યારે આ મિશ્રણ પાણી સાથે ભળીને ગુલાબી રંગ પકડી લે ત્યારે સમજી લોકે હવે આ પાણી પીવા લાયક થઈ ચૂક્યું છે, હવે તેને ગાળીને તેનું સેવન કરો આ સાથે તમો તેમાં મધ-મીઠું કે લીંબુ પણ ઉમેરી શકો છે.

આ દ્રાવણનું નિયમિત્ત રીતે સેવન કરવાથી પેટની ચરબીમાં ઘટાડો થવાની સાથે ડીહાઈડ્રેશનની સમસ્યા પણ થતી નથી. આ ઉપચાર પેશાબ સંબંધી સમસ્યાઓમાં પણ કારગર સાબિત થાય છે, કબજિયાતને દૂર કરવાની સાથે પેટ સંબંધી અનેક સમસ્યાઓમાં લાભદાયક સાબિત થાય છે. આ અનાજમાં મૂત્રવર્ધક ગુણ પુષ્કળ પ્રમાણમાં હોવાના કારણે શરીરમાં એકત્ર થતું ટૉક્સિન પેશાબ મારફતે બહાર કાઢી નાખે છે અને શરીરનું વધારાનું પાણી શરીરમાં ટકવા દેતું નથી.

આજકાલ હલન-ચલન અને વ્યાયામનો અભાવ હોવાની સાથે-સાથે બાળકો મૉબાઈલ-લૅપટૉપ ઉપર ચીપકેલાં રહે છે, અધૂરામાં પૂરૂં કોરોનાકાળને લીધે બાળકો ઑનલાઈન અભ્યાસમાં પરોવાયા છે ત્યારે સ્થૂળતા બાળકોમાં ઘૂસી ગઈ છે. એટલું જ નહીં મોટેરાઓ પણ ઑબેસિટીનો સામનો કરી રહ્યાં છે. આ સંજોગોમાં જવના પાણીમાં એવા તત્વો છે કે, જેના સેવનથી મૅટાબોલિઝમ વધે છે જે વજન ઘટાડવા માટે કારગત છે, દ્રવ્ય અને અદ્રવ્ય ફાયબરનો સ્ત્રોત તેમાં ભરપુર માત્રામાં હોવાના કારણે પેટ ભરેલું અનુભવાય છે.

ઉપરાંત કૉલસ્ટ્રોલનું લૅવલ પણ ઓછું થઈ જાય છે જેના કારણે હૃદય સંબંધી કોઈ બિમારી થતી નથી અને જો બ્લૉકેજની સમસ્યા હોય તો ધીમે-ધીમે તે પણ દૂર થઈ જાય છે. હૃદયની નળીઓમાં કૉલસ્ટ્રોલના કારણે જ બ્લૉકેજની સમસ્યા ઉદ્ભવે છે, જો આ પાણીનું નિયમિત્ત સેવન કરવામાં આવે તો કૉલસ્ટ્રોલ ક્ધટ્રોલમાં આવે છે અને હૃદય સંબંધી તકલીફોથી મનુષ્ય દૂર રહે છે.

બીપીની સમસ્યા હોય અથવા તો કીડનીમાં કોઈ તકલીફ હોય તો પગમાં સૂજા રહેતાં હોય છે, ઘણી વખત બીપીની દવાઓના કારણે પણ પગમાં સૂજન આવવાની વાત કર્ણોપકર્ણ સાંભળવામાં આવી છે આ ઉપરાંત ગર્ભવતિ સ્ત્રીઓના પગમાં સૂજન આવવી બહુ સામાન્ય બાબત છે, પરંતુ જો જવના પાણીનું સેવન કરવામાં આવશે તો પગની સૂજન સંબંધી સમસ્યાઓથી બચી શકાશે.

લોકો હાલ એસીડીટીની સમસ્યાથી પણ પરેશાન છે કારણ કે, મસાલેદાર અને ચટપટું ખાવાના શોખીનોની સંખ્યામાં વધારો થતો જાય છે. જેના કારણે પેટમાં બળતરા થાય, છાતીમાં બળતરા થાય જો આ પ્રકારની તકલીફોનો જો તમો સામનો કરી રહ્યાં હો તો તેના માટે રામબાણ ઈલાજ છે જવ!

જવનું પાણી કેવી રીતે તૈયાર કરશો?
જવ લગભગ 150થી માંડીને 250 ગ્રામ જેટલું લો, તેને બરાબર રીતે ચોખ્ખા કરીને અંદાજે ચારથી સાડા ચાર કલાક સુધી પાણીમાં પલાળી રાખો ત્યાર બાદ આ પાણીને ત્રણ-ચાર કપ પાણીમાં એકત્ર કરીને ગૅસ ઉપર ધીમી આંચ ઉપર 45 મિનિટ સુધી ઉકાળી લો. આ વિધિ પત્યા બાદ ગૅસ બંધ કરીને દ્રાવણને ઠંડુ કરી નાખો, પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને એક બૉટલમાં ભરી લો ત્યાર બાદ તેને સેવન કરી શકો છો. આ દિવસનો પ્રયોગ છે, આ પ્રક્રિયા રોજ કરો જેનાથી અગણિત લાભ શરીરન મળશે. ખાસ કરીને આ પ્રયોગ કરવાથી ઑબેસિટી (જાડાપણાં)માંથી મુક્તિ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *