ગંગા જળનો ઉપયોગ આ રીતે કરો, તો દરેક સમસ્યા થશે દૂર…

શાસ્ત્રોમાં ગંગા નદીને એક પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે અને ગંગા નદીની પૂજા કરવી ફાયદારક જણાવવામાં આવ્યું છે.

શાસ્ત્રો અનુસાર ગંગાજીના દર્શન કરવાથી અને આ પાણીથી સ્નાન કરવાથી વ્યક્તિને દરેક મુશ્કેલીઓથી છુટકારો મળે છે. આટલું જ નહીં, ગંગા જળના સ્પર્શથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે. કોઈ પણ શુભ કાર્યમાં ગંગા જળનો ઉપયોગ જરૂર કરવો જોઇએ.

પૌરાણિક માન્યતાઓ અનુસાર ગંગાના જળને ઘરમાં રાખવાથી શુભ ફળ મળે છે. તેવી જ રીતે આ પાણીથી સ્નાન કરવાથી પાપ સમાપ્ત થાય છે. ગંગા જળ અન્ય જળથી બિલકુલ અલગ છે. ગંગા નદીનું જળ ક્યારેય ખરાબ થતું નથી ક્યારેય અને આ પાણીમાં જંતુઓ પણ થતા નથી. ગંગાના પાણીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણધર્મો જોવા મળે છે. આ પાણીથી સ્નાન કરવાથી અનેક પ્રકારના રોગો દૂર થાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં આ પાણીનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું છે કે તેના ઉપયોગથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે. ઘરમાં સુખ અને શાંતિ રહે છે. તેથી ઘરમાં ગંગા જળ રાખવું જોઈએ. ગંગા જળ સાથે અન્ય ઘણા ફાયદા જોડાયેલા છે, જે નીચે મુજબ છે.

સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે: વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં દરરોજ ગંગા જળનો છંટકાવ કરવો શ્રેષ્ઠ સાબિત થાય છે. દરરોજ સવારે ઘરના દરેક ખૂણામાં આ પાણીનો છંટકાવ કરવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. સાથે જ વાસ્તુ દોષની અસર પણ ઓછી થવા લાગે છે. વાસ્તુ દોષ દૂર થવાથી ઘરના લોકોના જીવનમાં ખુશી આવે છે અને તણાવનું વાતાવરણ પણ સમાપ્ત થાય છે. તેથી તમે ઘરમાં ગંગાજળ હંમેશા છાંટો.

નજર ઉતારો: નાના બાળકોને નજર લાગવી સામાન્ય વાત છે. નજર લાગવાથી બાળકો ખૂબ રડવા લાગે છે અથવા તેનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ જાય છે. જો કોઈ બાળકને નજર લાગી જાય તો તે બાળક પર ગંગા જળ છાંટી દો. આ ઉપાય કરવાથી નજરની અસર ઓછી થઈ જશે.

નથી આવતા ડરામણા સપના: જે લોકોને રાત્રે ડરામણા સ્વપ્ન આવે છે અથવા ડર લાગે છે. તે લોકો સૂતા સમયે તેમના પલંગની પાસે ગંગાજળ રાખી લો. અથવા પથારી પર ગંગાજળ છાંટો. આ કરવાથી ડરામણા સ્વપ્ન આવવાનું બંધ થઈ જશે અને ડર પણ નહિં લાગે.

ઘરમાં રહેશે ખુશીઓ: પિત્તળની બોટલમાં ગંગા જળ ભરો અને તેને તમારા ઘરની પૂર્વ દિશામાં મૂકો. આ કરવાથી માત્ર વાસ્તુ દોષ જ દૂર થશે નહીં. પરંતુ, પરિવારના સભ્યોમાં પ્રેમ વધવા લાગશે. આ ઉપરાંત ગંગાજળને પૂજા સ્થળે અને રસોડાની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવાથી પ્રગતિ અને સફળતા મળે છે. તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે.

પાચન તંત્ર રહેશે સારું: ગંગાના પાણીની અંદર ઘણા ગુણ જોવા મળે છે અને આ પાણી પીવાથી પાચનતંત્ર સારું રહે છે. જે લોકો દરરોજ આ પાણી પીવે છે. તેનું શરીર તંદુરસ્ત રહે છે. શાસ્ત્રો અનુસાર ગંગાના પાણીથી બુદ્ધિ વધે છે અને પાચનતંત્ર મજબૂત રહે છે. સાથે જ જે લોકોને ત્વચાની સમસ્યા હોય છે, તે લોકો આ પાણીથી સ્નાન કરવું જોઈએ. ગંગાના પાણીથી સ્નાન કરવાથી ત્વચાના રોગો મટે છે.

શનિ દોષ થાય દૂર: જો કુંડળીમાં શનિ દોષ હોય તો સોમવારે શિવલિંગની પૂજા કરતી વખતે તેના પર ગંગા જળ ચળાવો. આ ઉપાય કરવાથી આ દોષ દૂર થશે. આ ઉપરાંત દર શનિવારે એક લોટામાં જળ ભરો અને તેમાં થોડું ગંગા જળ નાખો. આ પાણીને પીપળાના ઝાડને અર્પણ કરો. આમ કરવાથી પણ વ્યક્તિને શનિની અશુભ અસરોથી મુક્તિ મળે છે. જે લોકોના લગ્ન થઈ રહ્યા નથી, તે લોકોએ શિવલિંગ પર જળ અર્પણ કરો. આ કરવાથી ટૂંક સમયમાં લગ્ન થઈ જશે.

નકારાત્મકતા દૂર થશે: ઘણા લોકોના ઘરોમાં નકારાત્મકતા રહે છે. જ્યારે તમે નકારાત્મકતા અનુભવો, ત્યારે ગંગા જળને ઘરમાં રાખો અને તેનો છંટકાવ કરો. ઘરમાં ગંગા જળ રાખવાથી નકારાત્મક ઉર્જાનો અંત આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *