ખાવાના સોડાનો આ રીતે ઉપયોગ કરો, ત્વચા એવી ક્લીન થઇ જશે કે બ્યુટીપાર્લરના મોંધા ખર્ચ બચી જશે..

બેકિંગ સોડા એવી વસ્તુ છે જે લગભગ બધા રસોડામાં સરળતાથી મળી જશે. કેક, કુકીઝ, પેસ્ટ્રી વગેરે જેવી વસ્તુ બનાવવા માટે આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ.

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે બેકિંગ સોડાની મદદથી તમારી સુંદરતા પણ વધારી શકો છો. ત્વચાને યુવાન અને સુંદર રાખવા માટે આપણે ઘણી બધી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે ઘણી વખત આપણી ત્વચાને ખુબ જ નુકશાન પણ પહોંચાડતી હોય છે. તો ચાલો જાણીને કે સામાન્ય બેકિંગ સોડા તમને કઈ રીતે ખુબસુરત બનાવી શકે છે.

ચહેરાની ચમક વધારવા માટે

Image result for ચહેરાની ચમક વધારવા માટે

બ્લેકહેડ્સથી લઈને ખીલ, સ્પોટ્સ વગેરે જેવી સમસ્યામાં બેકિંગ સોડા સૌથી બેસ્ટ ઉપાય છે. તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં  એક ચમચી પાણી ઉમેરી બંનેને બરાબર મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી.

હવે તે પેસ્ટને ચહેરા પર લગાવી હળવા હાથે સ્ક્રબ કરવું. આ ઉપાયથી ત્વચા પર ડેડ સેલ્સ હટી જશે અને નવા સેલનું નિર્માણ કરશે જેનાથી ચહેરાનો ગ્લો વધી જશે.ખાસ ધ્યાન રાખવું કે આ પ્રયોગ તમારે રોજે નથી કરવાનો. તમારે અઠવાડિયામાં માત્ર બે વખત આ રીતે પ્રયોગ કરવો.

કાળા હોંઠને બનાવશે ગુલાબી

ગુલાબી હોંઠ હોય તો ચહેરો ખુબ જ સુંદર અને આકર્ષક દેખાય છે. પરંતુ ચહેરા પરના કાળા હોંઠ ચહેરાના લુકને ખરાબ કરે છે. પરંતુ કાળા હોંઠને તમે બેકિંગ સોડાની મદદથી ગુલાબી બનાવી શકો છો. તેના માટે અડધી ચમચી બેકિંગ સોડામાં થોડું મધ ઉમેરવું. ત્યાર બાદ તે પેસ્ટને હાથમાં લઇ હોંઠો પર લગાવી હળવા હાથે મસાજ કરવી. પ્રયોગ કરતા જ તમને ફરક જણાશે.

ખીલ અને મસા

Image result for ખીલ અને મસા

બેકિંગ સોડા ખીલ અને મસાથી પરેશાન છો તો બેકિંગ સોડા તેના માટે વરદાન સ્વરૂપ છે. તેના માટે બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને તે પેસ્ટને જ્યાં ખીલ અને મસા થયા છે તે ભાગ પર લગાવવા. ત્યાર બાદ 2 થી 3 મિનીટ સુધી પેસ્ટ લાગવી રાખવી ત્યાર બાદ ચહેરાને થોડા હલ્કા ગરમ પાણીથી ધોઈ લેવો. અઠવાડિયામાં આ પ્રયોગ બે વખત કરવો તેનાથી ફાયદો થશે.

દાંત ચમકાવે છે

Image result for દાંત ચમકાવે છે

મિત્રો એક આકર્ષક સ્માઈલથી ચહેરો ખુબ જ ખુબસુરત દેખાય છે. અને એવામાં જો દાંત સફેદ ન હોય તો ચહેરાની સ્માઈલ ખુબ જ ફીકી પડી જાય છે. બેકિંગ સોડા દાંત માટે માઈલ્ડ બ્લીચનું કામ કરે છે. બેકિંગ સોડા દાંતમાં ઘસવાથી દાંત એકદમ સફેદ બની જાય છે.  આ ઉપરાંત મોંમાં રહેલી એસીડીટીને ખતમ કરે છે અને દાંતમાં રહેલી કેવીટીને દુર કરે છે.

બ્લેકહેડ્સ

જો તમારી સ્કીન ઓઈલી છે તો બ્લેકહેડ્સ થવા ખુબ જ સામાન્ય વાત છે. બ્લેકહેડ્સ ચહેરા પર બિલકુલ સારા નથી લાગતા. બ્લેકહેડ્સને દુર કરવા માટે બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરી તેને બ્લેક હેડ્સ પર લગાવવાથી બ્લેકહેડ્સથી છુટકારો મળશે.

ઓઈલી સ્કીનમાં આપે છે રાહત

Image result for ઓઈલી સ્કીનમાં આપે છે રાહત

ઠંડીની ઋતુ હોય કે ગરમીની ઋતુ ઓઈલી સ્કીન પરેશાન કરતી હોય છે.  તેનાથી છુટકારો મેળવવા માટે બેકિંગ સોડા રામબાણ ઈલાજ છે.તેના માટે બેકિંગ સોડા ફેસ પર લગાવવો.

તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં એક ચમચી પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ તે પેસ્ટ ચહેરા પર લગાવી બે ત્રણ સેકન્ડ સુધી મસાજ કરવી જોઈએ. ત્યાર બાદ તે પેસ્ટને 10 મિનીટ સુધી ચહેરા પર લગાવી રાખવી ત્યાર બાદ ચહેરાને ધોઈ લેવો.

દાગ અને ધબ્બા દુર કરે છે

Image result for દાગ અને ધબ્બા દુર કરે છે

દાગ અને સ્પોટ ચહેરાને બદસુરત બનાવે છે. તેના માટે અડધો કપ બેકિંગ સોડા લેવા ત્યાર બાદ તેમાં એક લીંબુનો રસ ઉમેરવો. બંનેને મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ તેને ચહેરા પર લગાવવી અને સુકાઈ જાય ત્યાં સુધી લગાવી રાખવી. ત્યાર બાદ સ્વચ્છ પાણીથી ચહેરો સાફ કરી લેવો. તમે ઈચ્છો તો લીંબુની જગ્યાએ મધનો પણ ઉપયોગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *