આ કારણે ટ્વિંકલ ખન્નાએ કહયુ કે, કાશ ડિમ્પલને બદલે હેમા માલિની મારી માતા હોત !!!
તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયા વિવાદિત વેબસીરીઝ ‘ટંડવા’માં જોવા મળી હતી. 63 વર્ષની અભિનેત્રી સુંદરતાની દ્રષ્ટિએ હજી પણ ઓછી નથી.
તે તેની યુવાની દરમિયાન, તે ખુબ જ સુંદર લગતી હતી, આ જ કારણ હતું કે બોલીવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાનું દિલ ડિમ્પલ પર પડ્યું હતું. ડિમ્પલની સુંદરતા જોઈને રાજેશ ખન્ના એટલા પાગલ થઈ ગયા કે તેણે અભિનેત્રીની પુખ્ત વયની પણ રાહ જોઈ ન હતી.
રાજેશ ખન્નાએ વર્ષ 1973 માં ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. ત્યારે ડિમ્પલ માત્ર 16 વર્ષની હતી. ડિમ્પલ ત્યારબાદ 17 માં વર્ષે માતા બની અને પ્રથમ પુત્રી ટ્વિંકલ ખન્નાને જન્મ આપ્યો. થોડા વર્ષો પછી, તેની બીજી પુત્રી રિન્કી ખન્નાનો જન્મ થયો.
રિન્કેના જન્મ પછીના કેટલાક વર્ષો બાદ ડિમ્પલ અને રાજેશ ખન્નાના સંબંધ બગડ્યા. આવી સ્થિતિમાં ડિમ્પલ રાજેશ ખન્નાથી છૂટાછેડા લીધા વિના અલગ થઈ ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2012 માં રાજેશ ખન્નાનું કેન્સરને કારણે અવસાન થયું હતું.
ડિમ્પલ હંમેશાં તેની બે પુત્રીની ખૂબ જ નજીક છે. પરંતુ એક મુલાકાતમાં તેમની મોટી પુત્રી ટ્વિંકલે માતા વિશે કંઈક એવું કહ્યું હતું કે બધાને આશ્ચર્ય થયું. તેણે કહ્યું હતું કે કાશ ડિમ્પલને બદલે હેમા માલિની મારી માતા હોત.
ખરેખર, ટ્વિંકલ ખન્નાએ આ ચોંકાવનારી વાત તેણીની ત્રીજી પુસ્તક ‘પજમાસ આર ફોરગીવીંગ’ ના પ્રકાશન પછી કહી હતી. તેણે આ પુસ્તક તેની માતા ડિમ્પલને અર્પણ કર્યું હતું. જ્યારે એક ઇન્ટરવ્યુમાં આનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘હું અને મારી માતા પણ આવું વિચારે છે’.
ટ્વિંકલે કહ્યું કે જ્યારે મેં આ પુસ્તક મારી માતાને સમર્પિત કર્યું ત્યારે તેણીને પણ આશ્ચર્ય થયું કે મેં એવું કેમ કર્યું? હકીકતમાં, મેં તે પુસ્તક તેમને સમર્પિત કર્યું કારણ કે તેમણે મને ક્યારેય કોઈ ફિલ્મ માટે મોટીવેટ નથી કરી. તે હંમેશા મારી ખામીઓ જ કાઢતી રહે છે. ‘
ટ્વિંકલે એમ પણ કહ્યું હતું કે તે તેની માતાની ખામીઓ કાઢવાની ટેવથી ખૂબ નારાજ છે. તેથી જ તે એ વિચારવા લાગી હતી કે ‘કાશ! મારી માતા હેમા માલિની હોત. ‘એમ કહીને ટ્વિંકલે મજાકથી કહ્યું, “જો હેમા માલિની મારી માતા હોત, તો હું કેન્ટનો આર.ઓ. મફતમાં મેળવી શકત.’ નોંધનીય છે કે, ઘણા વર્ષોથી હેમા માલિની કેન્ટ આર.ઓ.ની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી છે