હિના ખાનથી લઈને ભારતી સિંહ સુધી ના ટીવી જગતના કલાકારોએ ઉજવ્યો રંગોનો તહેવાર હોળી, જુઓ તેની ઝલક…
હોળી રંગોનો તહેવાર છે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં ઉજવવામાં આવે છે. હોળી ભારતમાં જે આનંદ સાથે ઉજવવામાં આવે છે તે જોવાનું ખૂબ રસપ્રદ રહે છે.
હોળીના દિવસે, બધા લોકો રંગમાં ડૂબી જાય છે અને થોડા સમય માટે તેમની બધી મુશ્કેલીઓ દૂર રાખીને રંગોમાં તલ્લીન થઈ જાય છે. આવી સ્થિતિમાં ટીવીના સેલિબ્રિટિઝ પણ પોતાને હોળી રમવાથી રોકી શકતા નથી.
ભલે કોરોનાના મારને કારણે લોકો તેમના ઘરોમાં છે, પરંતુ તેઓ તેમના પરિવાર સાથે સારો સમય પસાર કરી રહ્યા છે અને તેમની સાથે હોળીનો તહેવાર ઉજવી રહ્યા છે.
ટીવીના ઘણા એવા સ્ટાર્સ છે જેમણે ધામધૂમથી પોતાના પરિવાર સાથે હોળી ઉજવી છે અને સોશિયલ મીડિયા પર તસવીરો પણ પોસ્ટ કરી છે.
ભારતીસિંહ:
ટીવીની કોમેડી ક્વીન કહેવાતી ભારતી સિંહે ધામધૂમથી હોળીનો તહેવાર ઉજવ્યો છે. તેણે પોતાના ચાહકો માટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ખરેખર તસવીરોમાં જોઈ શાકાય છે કે ભારતી તેના પતિ હર્ષ લિંબાચીયા સાથે રંગોથી રમી રહી છે.
રાહુલ વૈદ્ય:
કલર્સ ચેનલના સુપર હિટ રિયાલિટી શો બિગ બોસ 14 ના રનર અપ અને સિંગર રાહુલ વૈદ્યએ તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે આ વર્ષે હોળીની ઉજવણી કરી. રાહુલે ઈન્સ્ટાગ્રામ પર પોતાની અને દિશાની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. જણવી દઈએ કે આ કપલ ખૂબ રોમેન્ટિક લાગી રહી હતી. દિશા પણ તસવીરોમાં ખૂબ જ સુંદર જોવા મળી હતી.
દીપિકા સિંહ:
સ્ટાર પ્લસ સીરિયલ ‘દિયા ઔર બતી હમ’ ફેમ દીપિકા સિંહ પણ રંગોના તહેવારમાં રંગીન જોવા મળી હતી. દીપિકાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી છે. ચાહકો પણ તેની તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. તસવીરમાં જોઇ શકાય છે કે અભિનેત્રીએ તેનો હાથ ગુલાલમાં મૂક્યો છે અને પોઝ આપતી જોવા મળી રહી છે. તેની સુંદર સ્માઇલે બધાને મોહિત કર્યા છે.
હિના ખાન:
બિગ બોસની રનર અપ રહી ચૂકેલી અને ઘર ઘરમાં અક્ષરાના પાત્રથી પ્રખ્યાત હિના ખાન પણ હોળીની ઉજવણીમાં પાછળ નથી. તેમણે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર મિત્રો સાથે ઉજવ્યો છે. હિનાએ હોળીની તસવીરો તેના સોશ્યલ મીડિયા પર શેર કરી છે. હોળીના સેલિબ્રેશનમાં ખૂબ જ ખુશ જોવા મળી રહી છે