
છેલ્લા ઘણા સમય થી મીડિયા માં ઉડી રહેલી દિશા પટણી અને ટાઇગર શ્રોફ વચ્ચે ના રિલેશન ની અફવા પર દિશા એ આખરે મોન તોડ્યું છે થોડા સમય પેહલા રિલીઝ થયેલી ફિલ્મ ‘બેફિકરા’ ના એક સોન્ગ માં બંને એક સાથે જોવા મળ્યા હતા.
ટેન્ડ બાદ થી ઉડેલી અફવા વિશે દિશા એ જણાવતા કહ્યું હતું કે “ટાઇગર શ્રોફ સાથે ના રિલેશન ની અફવા થી હું પરેશાન નથી અને હું માત્ર મારા કામપર જ ધ્યાન એકત્રિત કરુ છુ.વધુ માં દિશા એ જણાવ્યું હતું કે તે માત્ર તેના કામ પર જ ધ્યાન આપે છે,
અને આવી ઘણા પ્રકારની અફવા બોલીવૂડ માં અવારનવાર કલાકારો માટે ઊડતી રહે છે પણ આવી વસ્તુ પર હું ધ્યાન આપતી નથી અને હું ઘણી સ્વાર્થી છુ મારા કામ ને લઇ ને અને હું ફક્ત મારા થી જ મતલબ રાખું છુ “દિશા પટની આવનારી તેમની ફિલ્મ “કુંગ ફૂ યોગા “માં ખુબ જાણીતા અને વિશ્વ વિખ્યાત અભિનેતા જેકી ચેન સાથે દેખાશે.
આ ફિલ્મ માં સોનુ સુદ અને અમરયા દસ્તુર પણ જળકવાના છે જે રાજસ્થાન, દુબઇ તેમજ ચાઈનાની રાજધાની બેજિંગ માં શોટ થનારી છે.