આ રાશિ જાતકોએ ક્યારેય ન પહેરવો જોઈએ પગમાં કાળો દોરો, ઉભા થઈ શકે છે અશુભ સંજોગો….

કાળો દોરો મોટે ભાગે નજરથી બચવા માટે કે કોઇ ખરાબ શક્તિઓથી બચવા માટે વાપરવામાં આવે છે. ભલે નાના બાળક હોય કે પછી મોટેરા યુવાન હોય તેઓ તેમનાં હાથ, ડાબા પગ કે પછી ગળામાં કાળો દોરો બાંધેલો જોવા મળે જ છે પણ એવી પણ બે રાશિ છે જેનાં જાતકોએ કાળો દોરો ક્યારેય ન પહેરવો જોઇએ.

કાળો દોરો ન માત્ર તમને ખરાબ શક્તિઓ કે ખરાબ નજરથી દૂર રાખે છે. પણ તે શનિ ગ્રહને વધુ સ્થિર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 12 રાશિઓમાં એવી 2 રાશિ આવેલી છે જેમનાં માટે કાળો દોરો સારો માનવામાં આવતો નથી.

આ બંને રાશીઓમાં એક રાશિ છે મેષ તથા બીજી છે વૃશ્ચિક. કેમ કે છે આ બંને રાશિઓનો અધિપતિ ગ્રહ એટલે કે સ્વામી ગ્રહ મંગળ છે. તથા મંગળને ક્યારેય કાળો રંગ પસંદ આવતો નથી. મંગળને લાલ રંગ પસંદ છે. મંગળનો રંગ પણ લાલ છે. તે સેના, ભૂમિ, યુદ્ધ તથા સૈન્ય શક્તિનો કારક ગ્રહ માનવામાં આવે છે.

વૈદિક જ્યોતિષ પ્રમાણે, મેષ તથા વૃશ્ચિક રાશિનાં જાતકો જો કાળો દોરો પગમાં પહેરે છે તો તેમનાં જીવનમાં સમસ્યાઓ વધી જાય છે. માણસની નિર્ણય શક્તિ વધુ ડગી જાય છે.

કાળો દોરો આ રાશિવાળાનું મન બેચેન કરી દે છે. તે તેમનાં જીવનમાં અસફળતાનું એક કારણ પણ બની શકે છે. તેથી આ રાશિનાં જાતકોએ ક્યારેય કાળો દોરો પહેરવો ન જોઇએ.

આ પછી તો મકર, તુલા તથા કુંભ રાશિનાં જાતકો માટે આ દોરો ખુબજ સારો માનવામાં આવે છે. તુલા શનિની સૌથી સારી રાશિ છે. અને મકર અને કુંબ રાશિનાં સ્વામી શનિ મહારાજ છે.

આ રાશિનાં જાતકોએ કાળો દરો પહેરવાથી તેમનું નસિબ ખુલે છે. દરિદ્રતા દૂર થાય છે. તેમજ તેમની ઉત્તરોત્તર પ્રગતિ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *