ઉનાળાની ઋતુમાં એકદમ પરફેક્ટ છે આ ચા, તેનાથી દુર રહેશે ઘણી બીમારીઓ…

જે લોકો ચાના શોખીન છે તેઓ ગરમી કે ઠંડી કંઈ જ જોતા નથી અને ગરમીની ઋતુમાં પણ 2-4 કપ ચાની ચુસ્કી લગાવી જ લે છે. ચા પીવાથી એવું લાગે છે કે જાણે બધો થાક દૂર થઇ ગયો. પરંતુ ગરમીની ઋતુમાં ઘણા લોકો ચાના બદલે કોલ્ડ કોફી, દહીં, લસ્સી અને છાશ જેવી ઠંડી ચીજોનું સેવન કરવા લાગે છે. તો કેટલાક લોકો ગ્રીન ટી અને હર્બલ ટી પીવાનું પસંદ કરે છે. આજે એક એવી ચા વિશે જણાવીએ જે ઉનાળાની ઋતુમાં એકદમ પરફેક્ટ છે.

દુધવાળી ચાની જગ્યાએ પીવો લીંબુવાળી ચા

ગરમીની ઋતુમાં રેગ્યુલર દૂધ વાળી ચાની જગ્યાએ જો તમે લીંબુ વાળી ચા પીવાનું શરૂ કરી દો તો તે તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક બની શકે છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે. સાથે જ લીંબુમાં પોટેશિયમ પણ હોય છે જે બ્લડ પ્રેશર સાથે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને બેલેન્સ કરવામાં મદદ કરે છે. લીંબુ વાળી ચા બનાવવી ખુબ સરળ છે અને તેના પીવાથી અનેક ફાયદા છે જેના વિશે જાણીએ.

વેટ લોસમાં મદદ કરે છે

ગ્રીન ટીની જેમ જ લેમન ટી પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવે છે. એવામાં જો તમે રેગ્યુલર ચાની જગ્યાએ લીંબુ વાળી ચા પીવાનું શરૂ કરી દો તો વેટ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. તેનું કારણ એ છે કે લીંબુમાં કેલેરીની માત્રા ખુબ ઓછી હોય છે. સાથે જ લીંબુ શરીરમાં ફેટને પણ ઓછું કરવામાં મદદ કરે છે જેનાથી વજન ઘટાડવો સરળ બની જાય છે.

શરીરને ડિટોક્સ કરવામાં મદદગાર

લીંબુમાં સાઇટ્રિક એસિડ વધુ માત્રામાં હોય છે જે લીવરની સફાઈ કરવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ લીંબુની ચા પીવાથી શરીરમાં હાજર ટોક્સિન્સ એટલે કે ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ મળે છે જેનાથી શરીર અંદરથી સારી રીતે સાફ અને ડિટોક્સ થઇ જાય છે

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે

લેમન ટી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં પણ મદદગાર છે. બ્લડ પ્રેશરના દર્દીએ દૂધ વાળી ચાની જગ્યાએ લેમન ટી જ પીવી જોઈએ. તેનું કારણ એ છે કે લીંબુમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે જે બ્લડ વેસલ્સ એટલે કે રક્ત વાહિનીઓને શાંત અને રિલેક્સ કરવામાં મદદ કરે છે જેનાથી બીપી કંટ્રોલમાં રહે છે.

શરદી અને ફલૂથી પણ બચાવે છે

વિટામિન સીથી ભરપૂર લીંબુની ચા બીમારીઓ સામે લડવાની ક્ષમતા એટલે કે ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે જેનાથી શરદી અને ફલૂના લક્ષણ ઓછા થઇ જાય છે. તમે ઈચ્છો તો લીંબુની ચામાં થોડું આદુ પણ નાખી શકો છો, તેનાથી ચાના ફાયદા વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *