આ ચોખાના ઉપાય થી દુર થશે ઘણી સમસ્યાઓ, અને બની જશો અમીર…

ચોખાને શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ચોખાના ઉપયોગથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. માત્ર થોડા ચોખાની મદદથી, તમે અમીર બની શકો છો અને જીવનની મુશ્કેલીઓનો અંત લાવી શકો છો.

ચોખાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને આ જ કારણ છે કે આપણે ભગવાનની પૂજા કરતી વખતે ચોખા અર્પણ કરીએ છીએ. આજે આ પોસ્ટ દ્વારા, અમે તમને ચોખા સાથે જોડાયેલા કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે અને ભગવાનના આશીર્વાદ મળી શકે છે.

ગરીબી દૂર કરવા માટે આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી તમે ગરીબીમાંથી છુટકારો મેળવશો. ધન લાભ મેળવવા માટે, દરરોજ સવારે સ્નાન કર્યા પછી પૂજા કરો અને પૂજા કરતા પહેલા કપાળ પર લાલ તિલક લગાવો, ત્યાર પછી ચોખા લગાવો. દરરોજ કપાળ પર ચોખા લગાવવાથી નસીબ ખુલે છે અને ગરીબી દૂર થાય છે. ઘરમાં પૈસાની અછત આવતી નથી.

પૈસા સાથે જોડાયેલા બીજા ઉપાય હેઠળ સોમવારે શિવલિંગની પૂજા કરો. પૂજા કરતી વખતે શિવલિંગ પર ચોખા અર્પણ કરો. અડધો કિલો ચોખા લઈને તમે મંદિરે જાઓ. સૌથી પહેલા શિવલિંગ પર જળ અર્પણ કરો. જળ ચળાવ્યા પછી શિવલિંગ ઉપર ચોખા અર્પણ કરો અને દીવો પ્રગટાવો. આ ઉપરાંત પૂજા કર્યા પછી ગરીબ લોકોને પણ ચોખાનું દાન કરો. આ ઉપાય કરવાથી ઘરમાં પૈસાની અછત રહેશે નહીં.

ચોખા ચંદ્ર સાથે જોડાયેલા છે. જે લોકોની કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય છે, તે લોકોએ ચોખાનું દાન કરવું જોઈએ. ચોખાનું દાન કરવાથી આ ગ્રહ મજબૂત બને છે અને તમને ફળ આપે છે.

નોકરી અને ધંધામાં પ્રગતિ કરવા માટે, તમે મીઠા ચોખા બનાવીને કાગડાને ખવડાવવો. કાગડાને મીઠા ચોખા ખવડાવવાથી નોકરીઓ અને ધંધામાં પ્રગતિ મળવા લાગે છે. અટકેલા કામો પૂર્ણ થવા લાગે છે.

પિતૃદોષથી છુટકારો મેળવવા માટે ચોખા સાથે જોડાયેલો આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ અમાસના દિવસે કાગડાઓને ચોખા અથવા ચોખાની ખીર નાખો. સતત ચાર અમાસ સુધી આ ઉપાય કરવાથી પિતૃદોષથી છુટકારો મળશે.

ઘર પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે તેના માટે શુક્રવારે એક પૂજા ઘરમાં રાખો. એક ચોકી પર લાલ કાપડ પાથરી દો. આ ચોકી પર માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર પછી લાલ રંગના કાપડની અંદર 21 ચોખા મૂકો. ધ્યાનમાં રાખો કે આ ચોખા ખૂબ જ સ્વચ્છ હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ.

ચોખાનું કાપડ માતા લક્ષ્મીની ચોકી પર તેમની મૂર્તિ સામે રાખી દો અને દીવો પ્રગટાવો. ત્યાર પછી પૂજા શરૂ કરો. પૂજા પૂર્ણ થયા પછી, ચોખાનું કાપડ ઉઠાવીને તમારી તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મી વાસ કરશે અને જીવનમાં ક્યારેય પૈસાની અછત નહિં આવે.

જો તમારી કોઈ ઇચ્છા છે જે પૂર્ણ થઈ રહી નથી, તો પછી તમે આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી તમારી ઇચ્છા પૂર્ણ થશે. આ ઉપાય હેઠળ શુક્રવારે રાત્રે 10 વાગ્યા પછી ઘરની ઉત્તર દિશામાં ચોકી સ્થાપિત કરો.

તેના પર એક કળશ રાખો અને તેને પાણીથી ભરી દો. કળશ પર મોલીનો દોરો બાંધો અને તેના ઉપર બાઉલ રાખી દો. આ બાઉલને ચોખાથી ભરો. હવે શ્રીયંત્રની સ્થાપના કરો અને ચૌમુખી દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે. આ સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે.

નવરાત્રીના ત્રીજા દિવસે ચોખાની ખીર બનાવો અને તે કન્યાઓને ખવડાવો. આ ખીર કન્યાઓને ખવડાવવાથી માતા તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *