આ છે તમારા ફેવરીટ ટીવી સ્ટાર્સના રિયલ લાઈફ પાર્ટનર, તમે પણ તેને જોઇલો….

તમે અને અમે દરરોજ ટીવી પર ઘણાં શો જોઈએ છીએ. ઘણા શો ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે, તો કેટલાક કલાકારો આપણને ઘણા શોમાં જોવા મળે છે. આપણામાંથી ઘણા પોતાના ફેવરિટ કલાકારોને કારણે કેટલાક શો જુએ છે.

આવી સ્થિતિમાં આપણા આ કલાકારો તેમની પર્સનલ લાઈફમાં લાઈમલાઈટથી ખૂબ દૂર રહે છે. ખૂબ ઓછા લોકો છે જે પોતાના રિયલ લાઈફ પાર્ટનર સાથે પોતાની તસવીર શેર કરતા હશે. આજે અમે તમને ટીવી સ્ટાર્સના રિયલ લાઈફ પાર્ટનર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આસિફ શેઠ:

આસિફ શેખે તેની કારકિર્દીમાં ઘણા શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. આ સમયે તે ‘ભાબીજી ઘર પર હૈ’ માં જોવા મળી રહ્યા છે. આસિફની પત્નીનું નામ ઝેબા શેખ છે. બંનેએ ખૂબ જ ઓછી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે. તેમના બાળકોનું નામ ઇમાન અને મરયમ નાસ્તસિયા છે.

દિશા વાકાણી:

દિશા વાકાણી ટીવીના સૌથી પ્રખ્યાત શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનો રોલ કરે છે. દિશા વાકાણીએ મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પાડિયા સાથે લગ્ન કર્યા છે. નવેમ્બર 2015 માં બંનેના લગ્ન થયા હતા. ત્યાર પછી, દિશા 2017 માં એક પુત્રીની માતા બની હતી.

બરુન સોબતી:

બરુન સોબતી નાના પડદાનું એક મોટું નામ છે. તે સૌથી હેન્ડસમ અભિનેતામાં શામેલ થાય છે. બરુન સોબતીએ વર્ષ 2010 માં પશ્મીન મનચંદા સાથે લગ્ન કર્યા હતા. પશ્મીન મનચંદા સાથે તેમની મુલાકાત સ્કૂલમાં થઈ હતી. આ પછી આ બંનેએ લગ્ન કરી લીધા. વર્ષ 2019 માં તેમને ત્યાં પહેલી દીકરીનો જન્મ થયો હતો.

દ્રષ્ટિ ધામિ:

દ્રષ્ટિ ધામી લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે. તેમની સુંદરના દરેક વ્યક્તિ દિવાના છે. તેણે વર્ષ 2015 માં બોયફ્રેન્ડ નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા હતા. તેનો પતિ વ્યવસાયે એક બિઝનેસમેન છે. તે તેના પતિ સાથે મુંબઇમાં રહે છે.

સૌમ્યા ટંડન:

સૌમ્યા ટંડનને પણ ‘ભાબીજી ઘર પર હૈ’ ટીવી સીરિયલથી ભારતભરમાં લોકપ્રિયતા મળી છે. સૌમ્યાએ વર્ષ 2016 માં સૌરભ દેવેન્દ્રસિંહ સાથે સાત ફેરા લીધા હતા. તેનો પતિ વ્યવસાયે બેન્કર છે. બંને એક બીજાને ઘણા સમય પહેલાથી જાણતા હતા. બંનેને ત્યાં 2019 માં એક પુત્રનો જન્મ થયો હતો.

સુનિલ ગ્રોવર:

કોમેડીની દુનિયામાં સુનીલ ગ્રોવરનું નામ ખૂબ મોટું છે. સુનિલ ગ્રોવરને આજે માત્ર ભારતના જ નહિં પરંતુ દુનિયાભરના લોકો જાણે છે. સુનીલ કપિલ શર્મા સાથે પણ સ્ટેજ શેર કરી ચુક્યો છે. સુનીલની પત્ની ખૂબ જ સુંદર છે. તેની પત્નીનું નામ આરતી છે અને તેમને એક પુત્ર પણ છે.

જય સોની:

જય સોની ‘સસુરલ ગેંદા ફૂલ’ શોમાં જોવા મળ્યો હતો. જય સોનીએ વર્ષ 2014 માં પૂજા શાહ સાથે લગ્ન કર્યા હતા. તેની પત્ની પૂજા ફેશન અને ડિઝાઇનિંગ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે. તે ભાગ્યે જ પબ્લિક પ્લેસ પર જોવા મળે છે.

દિલીપ જોશી:

દિલીપ જોશી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની ભૂમિકા નિભાવે છે. દિલીપ જોશી પણ લાઇમલાઇટથી દૂર રહે છે. તેમની પત્નીનું નમ કોઈ નથી જાણતું. તેમને બે બાળકો છે. એક પુત્રી નિયતિ અને પુત્રનું નામ રિત્વિક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *