આ જગ્યા એ રાવણે તેના 10 માથા કાપીને તેમના ભગવાન શિવને ચડાવ્યા હતા, ભગવાન શિવ અને રાવણની કરવામાં આવે છે પૂજા

દેવોના દેવ મહાદેવને જ સંસારના શરૂઆત અને અંત માનવામાં આવે છે, દેવભૂમિને ભગવાન શિવજીની નગરી કહેવામાં આવે છે, આ જગ્યા પર ભગવાન શિવજીના ઘણા મંદિરો આવેલા છે અને આ મંદિરોની પોત-પોતાની વિશેષતા છે,

આજે અમે તમને ભગવન શિવજીના આ ધામમાંથી કોઈ એક ધામ વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ, એવું કહેવામાં આવે છે કે અહીં રાવણે તેના 10 માથા કાપીને તેમના ભગવાન શિવને ચળાવ્યા હતા.

અમે તમને તે જગ્યા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જ્યાં રાવણે ભગવાન શિવજીનું કઠોર તપ કર્યું હતું, ઉત્તરાખંડમાં એક એવું સ્થાન છે જ્યાં લંકાપતિ રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વર્ષો સુધી તપ કર્યું હતું. અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેણે તેના 10 માથાઓનો ભોગ આપ્યો હતો.

ચમોલી જીલ્લાના ઘાટ વિકાસખંડમાં આવેલા બૈરાસ કુંડમાં ભગવાન શિવનું પૌરાણિક મંદિર આવેલું છે, એવું કહેવામાં આવે છે કે આ તે જગ્યા છે જ્યાં રાક્ષસોના રાજા રાવણે 10,000 વર્ષ સુધી ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું હતું,

આ જગ્યા પર રાવણ શીલા અને યજ્ઞ કુંડ આજે પણ હાજર છે, અહીં ભગવાન શિવજીના પ્રાચીન મંદિરમાં શિવ સ્વયંભૂ લિંગ તરીકે બિરાજમાન છે. અહીં ભક્તો ભગવાન શિવની સાથે રાવણની પણ પૂજા કરે છે, આ દેશનું એક એવું મંદિર છે જ્યાં ભગવાન શિવ અને રાવણની પૂજા કરવામાં આવે છે.

રાવણ સંહિતામાં પણ બેરસ કુંડ મહાદેવ મંદિરનો ઉલ્લેખ મળે છે, પ્રાચીન સમયમાં તેને દશમોલી કહેવામાં આવતું હતું, એવું કહેવામાં આવે છે કે બૈરસ કુંડ મહાદેવ મંદિરમાં જે ભક્ત પૂજા કરે છે તેની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે, મહાદેવના આ મંદિરમાં શ્રાવણ મહિનામાં અને શિવરાત્રી પર ભક્તો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવે છે.

સ્કંદ પુરાણમાં કેદારખંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે રાવણ તપ કરી રહ્યો હતો ત્યારે તેને પોતાના 9 માથા યજ્ઞ કુંદમાં સમર્પિત કરી દીધા હતા અને જ્યારે રાવણ પોતાનું દસમું માથું સમર્પિત કરવા ગયો ત્યારે સાક્ષાત ભગવાન શિવજી તેની સામે પ્રગટ થયા, ભગવાન શિવજી રાવણની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત ફળ આપ્યું.

દેવભૂમિમાં આવેલા મહાદેવના મંદિરોમાં આ સ્થાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે, અહીં પુરાતત્ત્વીય મહત્વની ઘણી ચીજો મળી આવી છે, આ સ્થાન પર ખોદકામ દરમિયાન એક કુંડ મળી આવ્યો હતો, જેનો સંબંધ ત્રેતા યુગ સાથે હોવાનું કહેવામાં આવે છે.

બૈરાસ કુંડમાં જે જગ્યા પર રાવણે શિવજીનું તપ કર્યુ હતું તે કુંડ. યજ્ઞશાળા અને શિવ મંદિર આજે પણ હાજર છે. આ સ્થળે ઘણા મંદિરો આવેલા છે, અહીં નંદપ્રયાગનો સંગમ સ્થળ, ગોપાલજી મંદિર અને ચંડિકા મંદિર અહીંનું પ્રખ્યાત માનવામાં આવે છે. આ જગ્યા લીલાછમ પહાડ અને નદીઓથી ઘેરાયેલી છે જ્યાં ભક્તોને આધ્યાત્મિક શાંતિ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *