આ છે ભારતના યુવા ક્રિકેટરોની ગર્લફ્રેન્ડ, કોઇક તો બોલીવુડ સ્ટાર્સની પુત્રિ સાથે કરે છે ડેટ..

આજના સમયમાં ઘણા એવા ઈંડિયન ક્રિકેટરો છે જેને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહેવામાં આવે છે. આ ક્રિકેટરો તેમની રમતની સાથે સાથે તેમની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે. ચાલો આજે અમે તમને ભારતના કેટલાક યુવા ક્રિકેટરોની ગર્લફ્રેન્ડ વિશે જણાવીએ.

શુભમન ગિલ:

ઘણી વાર આવા સમાચાર મળ્યા છે કે શુભમન ગિલ ક્રિકેટના ભગવાન કહેવાતા સુપ્રસિદ્ધ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી ડેબ્યૂ કરી ચુકેલા શુભમન ગિલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમે છે.

આઈપીએલ 2020 દરમિયાન બંનેના અફેરના સમાચાર આવ્યા હતા. આ દરમિયાન સારાએ કેકેઆર અને ‘મુંબઈ ઈન્ડિયન્સ’ ની મેચનો સ્ક્રીનશોટ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર શેર કર્યો હતો. તસવીરની સાથે સારાએ દિલ વાળું ઈમોજી પણ બનાવ્યું હતું.

કેએલ રાહુલ:

આ સમાચાર ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે કે ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન અને આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અભિનેત્રી અથિયા શેટ્ટીને ડેટ કરી રહ્યા છે. બંને ઘણી વખત એક સાથે જોવા મળ્યા છે અને બંનેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે.

18 એપ્રિલ, 2020 ના રોજ, કેએલ રાહુલના જન્મદિવસ નિમિત્તે, આથિયા દ્વારા તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક તસવીર દ્વારા વિશ કરવામાં આવ્યું હતું. તસવીરમાં બંને એકબીજાની ખૂબ નજીક જોવા મળી રહ્યા છે. આથિયાએ તસવીર શેર કરતાં લખ્યું હતું કે, ‘હેપ્પી બર્થડે, માય પર્સન.’ આ કેપ્શને દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

ઋષભ પંત:

ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર ઋષભ પંત સુંદર હસીના ઈશા નેગીના પ્રેમમાં કેદ છે. આઈપીએલ 2021 માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરી રહેલા ઋષભ પંત પોતાના પ્રેમની ઘોષણા આખી દુનિયાની સામે કરી ચુક્યા છે. વર્ષ 2019 માં તેણે પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા.

પંતે 16 જાન્યુઆરી 2019 ના રોજ એક તસવીર શેર કરી હતી, જેમાં તે ઈશા સાથે જોવા મળી રહ્યા હતા. ઋષભે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હું માત્ર તમને ખુશ રાખવા ઈચ્છું છું. કારણ કે જો તમે ખુશ રહો છો તો હું પણ ખુશ છું.’ ઇશાએ સુંદર જવાબ આપતા લખ્યું કે, ‘મારો માણસ, મારી આત્મા, મારા શ્રેષ્ઠ મિત્ર, મારા જીવનનો પ્રેમ. @ઋષભપંત.’

પૃથ્વી શો:

પૃથ્વી શો ઈંડિયન ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કરી ચુક્યા છે, જ્યારે આઈપીએલમાં તે દિલ્હી કેપિટલ્સનો ભાગ છે અને ઇનિંગની શરૂઆત કરે છે. 21 વર્ષિય પૃથ્વી શો તેની ઝડપી રમત માટે જાણીતા છે.

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પૃથ્વી ટીવી અભિનેત્રી પ્રાચી સિંહને ડેટ કરી રહ્યા છે. પ્રાચીએ આઈપીએલ 2020 દરમિયાન તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી અને તેના અને પૃથ્વીના અફેરને હવા આપી હતી. આ પોસ્ટમાં પૃથ્વી શોને ‘મેન ઓફ ધ મેચ’ તરીકે બતાવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, પ્રાચી ટીવી સીરિયલ ‘ઉડાન’ માં જોવા મળી છે.

ઇશાન કિશન:

તાજેતરમાં જ જ્યારે ઈંડિયન ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામે ટી 20 સિરીઝ રમી હતી, ત્યારે ઇશાન કિશને ડેબ્યૂ કર્યું હતું. આઈપીએલમાં કિશન મુંબઈ ઈન્ડિયન્સનો એક ભાગ છે. તેઓ મુંબઈ તરફથી મધ્યમ ક્રમમાં બેટિંગ કરે છે. બેટિંગની સાથે તેઓ વિકેટકીપિંગ પણ કરે છે.

ઇશાનનું નામ મોડેલ અદિતિ હ્યુન્ડિયા સાથે જોડાયેલું છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર ઇશાન અને અદિતિની સાથેની તસવીરો જોવા મળે છે. આઈપીએલ 2020 માં, જ્યારે ઇશાને 58 બોલમાં 99 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, ત્યારે અદિતિએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘બેબી પર મને ગર્વ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *