આ ઘરેલુ ઉપાયો થી માઈગ્રેનની સમસ્યા માથી મળશે રાહત….
માઈગ્રેનના કારણે માથામાં તીવ્ર દુખાવો અને ભારેપણું રહે છે. ઘણીવાર માઈગ્રેનના કારણે લોકોને ઉલ્ટી, ચક્કર આવવા, શરીરના કોઈ ભાગમાં ખાલી ચડવી અને તીવ્ર અવાજ તેમજ રોશનીમાં મુશ્કેલી પડવા જેવી સમસ્યા થવા લાગે છે.
આ સમસ્યા કોઈ પણ ઉમરના લોકોને થઈ શકે છે. પરંતુ મહિલાઓ માઈગ્રેનની વધુ શિકાર બને છે. આ ઉપરાંત માતા અથવા પિતામાં કોઈને માઈગ્રેનની ફરિયાદ રહે છે તો શક્ય છે કે બાળકો પણ તેનો શિકાર બની જાય.
માઈગ્રેન કેમ થાય છે ?
અત્યારસુધીની કોઈપણ શોધમાં જાણકારી નથી મળી કે તેના હોવાનું કારણ શું છે. પરંતુ આ કયા કારણોથી વધે છે તે જણાવી શકાય છે.
બ્રેઈનમાં રહેલ કેમિકલ સેરોટોનિન જ્યારે નિશ્ચિત લેવલથી ઓછુ થવા લાગે છે. ત્યારે માઈગ્રેશન ટ્રિગર કરે છે. આ ઉપરાંત તીવ્ર રોશનીમાં વધુ સમય રહેવાથી, ડિહાઈડ્રેશન, બારોમેટ્રિક પ્રેશરમાં ફેરફાર, પ્રેગનેન્સી, સૌથી વધારે ટ્રેસ, તીવ્ર અવાજ, અપૂરતી ઊંઘ વગેરે માઈગ્રેનનું કારણ હોઈ શકે છે.
ઘરેલું ઉપાય
જ્યારે પણ માઈગ્રેનનો દુખાવો થાય કે તરત જ બરફના ચાર ટુકડાને રૂમાલમાં લપેટીને તેને માથા પર રાખો. લગભગ 15 મિનિટ સુધી આમ કરવાથી ઘણો આરામ મળશે.
દરરોજ વહેલી સવારે ખાલી પેટ થોડોક ગોળનો ટુકડો મોઢામાં રાખો અને ઠંડા દૂધની સાથે પી જાઓ.
આદુનો એક નાનકડો ટુકડો દાંતની વચ્ચે દબાવી લો.
તજને દળીને તેની પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને માથા પર લગભગ અડધા કલાક સુધી લાગવીને રાખો.
લવિંગના પાઉડરમાં મીઠું નાખીને તેને દૂધની સાથે પી લો.