આ ઘરેલુ ઉપાયોથી તમારા પગના તળિયામા થતા પરસેવાની સમસ્યા થશે દુર….

પગના તળિયામાં પરસેવો દરેક લોકોને થતો જ હોય છે અને તેમજ ગરમીમાં શરીર પર પરસેવો થવો સામાન્ય વાત છે પરંતુ ઘણા લોકોને પગમાં વધારે પરસેવો થાય છે. વધારે પરસેવો થવો પણ એક પ્રકારની બીમારી હોય છે. જેનાથી સંક્રમણ પણ થઇ શકે છે.

સાથે તેના કારણે પગમાં દુર્ગંધ આવવા લાગે છે. જેના કારણે તમારે અન્ય લોકોની સામે શરમ અનુભવવી નહીં પડે છે. એવામાં આજે અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ જણાવીશું જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થશે.

લવેન્ડર ઓઇલ.

ત્યારબાદ વાત કરવામાં આવે તો આ લવેન્ડર ઓઇલમાં એન્ટી ફંગલ પ્રોપર્ટી હોય છે તેવું કહેવાય છે અને જેનાથી ન માત્ર પરસેવો ઓછો થાય છે પરંતુ તે ઇન્ફેક્શનથી પણ બચાવે છે જેની અહીંયા વાત કરવામાં આવી છે અને આ નવશેકા પાણીમાં 2-3 લવેન્ડર એસેન્સિઅલ ઓઇલ ઉમેરો અને તેમા 15-20 મિનિટ સુધી ડૂબાડી રાખો. થોડાક દિવસ આ ઉપાય કરવાતી તમને ફરક જોવા મળશે એવું અહીંયા બતાવ્યું છે.

ફટકડી.

કહેવામાં આવ્યું છે કે આ ફટકડીમાં રહેલા એન્ટીસેપ્ટિક ગુણ પગમાંથી પરસેવો આવવાની સમસ્યાને દૂર કરે છે. સાથે જ તમને ફંગલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે તેના માટે એક ચમચી ફટકડી પાવડરને નવશેકા પાણીમાં ઉમેરી તેમા 15-20 મિનિટ સુધી પગ ડૂબાડી રાખો. તેનાથી પગમાં પરસેવો અને દુર્ગંધ આવવાની સમસ્યા દૂર થઇ જાય છે.

મીઠાનું પાણી

તેમજ મીઠાના પાણીની વાત કરીએ તો તેમાં એક ટબ નવશેકા પાણીમાં 5-7 ચમચી મીઠું ઉમેરીને પગને અડધા કલાક સુધી ડૂબાડી રાખો અને ત્યારબાદ તમે આ પગને બહાર નીકાળ્યા બાદ એકદમથી લૂછો નહીં. જાતે જ તમારા પગને સૂકાવા દો અને ત્યારબાદ જ તમે મોંજા પહેરો અને આ મીઠાનું પાણી ત્વચાને સૂકી બનાવે છે અને પરસેવો થવાથી રોકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *