આ બોલીવુડ સુપર સ્ટાર્સ ને બે કરતા વધારે બાળકો, તો આજે જાણી લો કોને કેટ્લા બાળકો છે ???

Spread the love

બોલિવૂડના ઘણા પ્રખ્યાત કલાકારો છે, જે એક અથવા બે નહિં પરંતુ તેનાથી વધુ બાળકોના પિતા છે. આજે અમે તમને એવા જ કેટલાક પ્રખ્યાત કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને બે કરતા વધારે બાળકો છે.

સંજય દત્ત:

દિગ્ગઝ અભિનેતા સંજય દત્તે કુલ ત્રણ લગ્ન કર્યા છે. સંજય દત્તને ત્રણ બાળકો છે. બાબા અને સંજુના નામથી જાણીતા સંજય દત્તે પહેલા લગ્ન દિવંગત અભિનેત્રી રિચા શર્મા સાથે કર્યાં હતાં. બંનેની એક પુત્રી છે જેનું નામ ત્રિશાલા દત્ત છે. ત્રિશાલા અમેરિકામાં રહે છે.

સંજયે બીજા લગ્ન રિયા પિલ્લઈ સાથે કર્યા હતા, ટૂંક સમયમાં જ આ સંબંધનો અંત આવી ગયો હતો. આ પછી સંજય દત્તે વર્ષ 2003 માં ત્રીજા લગ્ન માન્યતા દત્ત સાથે કર્યા. માન્યતા અને સંજયને બે જુડવા બાળકો છે. એક પુત્રી ઇકરા અને પુત્ર શહરાન.

શત્રુઘ્ન સિંહા:

દિગ્ગઝ અભિનેતા શત્રુઘ્ન સિંહાના કુલ ત્રણ બાળકો છે. પુત્રી સોનાક્ષી અને બે પુત્રો લવ અને કુશ. તેના જમાનામાં ‘કાલીચરણ’, ‘વિશ્વનાથ’, ‘દોસ્તાના’, ‘શાન’, ‘ક્રાંતિ’, ‘નસીબ’ અને ‘કલા પથ્થર’ જેવા ઘણી હિટ ફિલ્મો આપી ચૂકેલા શત્રુઘ્ન સિંહાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘સાજન’ થી કરી હતી. શોટગન તરીકે જાણીતા શત્રુઘ્ન સિંહાએ 1980 માં પૂનમ સિંહા સાથે લગ્ન કર્યાં હતાં.

અનિલ કપૂર:

બોલિવૂડના જાણીતા અભિનેતા અનિલ કપૂર પણ કુલ ત્રણ બાળકોનો પિતા છે. અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર અભિનેત્રી છે. તેમની અન્ય પુત્રી છે જેનું નામ રિયા કપૂર છે, જ્યારે એક પુત્ર હર્ષવર્ધન કપૂર છે. 80 અને 90 ના દાયકામાં પોતાની એક્ટિંગથી દરેકનું દિલ જીતનાર અનિલ કપૂરે વર્ષ 1984 માં સુનિતા સાથે લગ્ન કર્યા હતા. સુનિતા તેના સમયની જાણીતી મોડેલ રહી છે.

ધર્મેન્દ્ર:

પહેલાના જમાનાના દિગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્ર પણ એક અભિનેતા તરીકે ઓળખ ધરાવે છે જે અભિનેતાઓમાં સૌથી વધુ બાળકોના પિતામાંના એક છે. કુલ બે લગ્ન કરનાર ધર્મેન્દ્રને કુલ 6 બાળકો છે. જણાવી દઈએ કે, ધર્મેન્દ્રએ 1954 માં પહેલા લગ્ન કર્યા હતા.

આ સમયે, તેમની ઉંમર માત્ર 19 વર્ષ હતી. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને કુલ 4 બાળકો છે. સની દેઓલ, બોબી દેઓલ, અજિતા દેઓલ અને વિજેતા દેઓલ. પહેલા લગ્નના 26 વર્ષ પછી, તેમણે અભિનેત્રી હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ 1980 માં થયા હતા. ધર્મેન્દ્ર અને હેમાને બે પુત્રી ઇશા અને આહના દેઓલ છે.

શાહરૂખ ખાન:

બોલિવૂડનો કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન ત્રણ સંતાનો, બે પુત્ર, અબરામ અને આર્યન અને એક પુત્રી સુહાના ખાનના પિતા છે. નોંધપાત્ર વાત એ છે કે શાહરૂખ ખાને હિન્દી સિનેમામાં પગ મૂકતા પહેલા જ લગ્ન કર્યા હતા.

શાહરૂખ ખાનની ફિલ્મી કારકીર્દિની શરૂઆત વર્ષ 1992 માં ફિલ્મ ‘દીવાના’ થી થઈ હતી. તેણે વર્ષ 1991 માં ગૌરી ખાન સાથે લગ્ન કર્યા. આજે શાહરૂખ અને ગૌરી ખાનને બોલિવૂડના સૌથી પ્રખ્યાત અને પાવર કપલ તરીકે જોવામાં આવે છે.

સૈફ અલી ખાન:

અભિનેતા સૈફ અલી ખાનના કુલ 4 બાળકો છે. તાજેતરમાં જ સૈફ અલી ખાનને પપ્પા કહેનારા અન્ય મહેમાનનું આગમન થયું છે. જણાવી દઈએ કે, સૈફ અલી ખાને પહેલા લગ્ન વર્ષ 1991 માં અમૃતા સિંહ સાથે કર્યા હતા. અમૃતા અને સૈફને બે સંતાનો છે, પુત્રી સારા અલી ખાન અને પુત્ર ઇબ્રાહિમ

. આ સાથે જ સૈફે 2012 માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. સૈફ અને કરીના બે પુત્રોના માતા-પિતા છે. મોટા દીકરાનું નામ તૈમૂર છે, જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં કરીનાએ બીજા પુત્રને જન્મ આપ્યો છે.

આમિર ખાન:

આમિર ખાને વર્ષ 1986 માં રીના દત્તા સાથે પહેલા લગ્ન કર્યા હતા. આમિર અને રીના દત્તાને બે બાળકો છે, પુત્રી આયરા અને પુત્ર જુનૈદ, જ્યારે આમિરે પછીથી કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર છે જેનું નામ આઝાદ રાવ ખાન. આ રીતે આમિર ખાન કુલ ત્રણ બાળકોનો પિતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *