બોલીવુડમાં સ્ટાર બનવા માટે આ અભિનેતાઓ છોડી હતી સરકારી નોકરી…

બોલીવુડમાં સ્ટાર બનવા માટે ઘણા સ્ટાર પોતાની કિસ્મત આજમાવવા માટે આવતા હોય છે. અમુક લોકો પોતાનું બધું છોડીને આ દુનિયામાં કિસ્મત આજમાવે છે. તેમાંથી થોડાક લોકોને સફળતા મળે છે અને થોડા નિષ્ફ્ળ થાય છે. પરંતુ જે લોકો મહેનત કરે છે તેમને સફળતા અવશ્ય મળે જ છે.

આજે અમે તમને બોલીવુડના અમુક એવા સ્ટાર્સની માહિતી આપવા જઈ રહ્યા છે જેઓ સારી એવી સરકારી નોકરી કરતા હતા અને એક દિવસ એવો આવ્યો કે તેમને બોલીવુડમાં કામ કરવા માટે પોતાની સરકારી નોકરી છોડી દીધી અને પછ ક્યારેય પાછળ ફરીને જોયું નથી. તેઓ એટલા બધા સફળ રહ્યા કે તેમને સપનામાં પણ ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરી શકશે.

દેવ આનદં
આ અભિનેતા ખુબ જ રોમાન્ટિક અભિનેતાઓની સૂચીમાં સામેલ હતા. તેમની બોલવાની સ્ટાઇલ બધાને ખુબ પસંદ આવતી હતી. દેવ આનંદ ફિલ્મોમાં આવતા પહેલા સરકારી નોકરી કરતા હતા. દેવ આનંદ પાસે ભારતીય સેનામાં નોકરી હતી. ફિલ્મો તરફ તેમના લગાવને લીધે તેઓ અભિનય ક્ષેત્રમાં આવ્યા અને એક સફળ અભિનેતા બન્યા. મુંબઈમાં આવ્યા ત્યારે તેમની પાસે માત્ર 30 રૂપિયા હતા. તેમને રેલવે સ્ટેશન પાસે સસ્તા ભાવમાં રમ લીધી. મુંબઈમાં તેમને 165 રૂપિયામાં પગારમાં મિલિટરી સેન્સર ઓફિસમાં ક્લર્કની નોકરી મળી હતી.

રાજ કુમાર
આ એક એવા અભિનેતા હતા જે પોતાના એટ્યુટેડના લીધે ખુબ જ જાણીતા હતા તેમનો આ સ્વભાવ ફિલ્મોમાં પણ જોવા મળતો હતો. તેમની ડાયલોગ બોલવાની એક અલગ છટા જોવા મળતી હતી. અભિનેતા રાજ કુમાર ફિલ્મોમાં આવતા પહેલા એક પોલીસ ઓફિસે હતા. તેઓ મુંબઈમાં સબ ઈન્સ્પેક્ટરના પદ પર ફરજ બજાવતા હતા. તેમને વર્ષ 1952માં નોકરી છોડીને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

અમરીશ પુરી
આ અભિનેતાએ ફિલ્મોમાં વિલેનની ખુબ સારી ભૂમિકા ભજવી છે. તેમનો મિસ્ટર ઇન્ડિયા ફિલ્મનો ડાયલોગ મોગેમ્બો ખુશ હુવા ખુબ જ લોકપ્રિય ડાયલોગ રહ્યો છે. અમરીશ પુરી 21 વર્ષ સુધી સરકારી નોકરી કરી અને પછી તેઓ ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી. તેઓ વીમા નિગમમાં એ કલાર્કની નોકરી કરતા હતા. વર્ષ 1971માં અમરીશ પુરીની પહેલી ફિલ્મ રેશ્મા ઓર શેરા હતી.

જોની વોકર
અભિનેતા જોની વોકર પોતાની યુનિક કોમેડીના અંદાજના લીધે આજે પણ ખુબ જ લોકપ્રિય છે. તેમના જેવી કોમેડી કોઈ કરી શકતું નથી એવું ઘણા નિર્દેશકોનું માનવું છે. જોની વોકરનું સાચું નામ બદરુદ્દીન કાજી હતું. જોની વોકર મુંબઈમાં બસ કંડકટર હતા. એક દિવસ બલરાજ સાહનીએ જોની વોકરને કોમેડી કરતા બસમાં જોયા અને તેમની વાત ગુરુ દત્તને કરી અને ગુરુ દત્તાએ તેમને એક દારૂડિયાની ભૂમિકા માટે કહ્યું જે જોની વોકરે ખુબ સારી રીતે ભજવી. આ પછી જોની વોકરની કિસ્મત બદલાઈ ગઈ અને તેઓ સફળ કોમેડિયન બની ગયા.

શિવાજી સાતમ
આ અભિનેતા સીઆઈડીમાં એસીપી પ્રદ્યુમ્ન તરીકે ઘરે-ઘરે જાણીતા છે. આ અભિનેતાએ ઘણા બૉલીવુડ સ્ટાર સાથે કામ કર્યું છે. ફિલ્મોમાં આવતા પહેલા એક બેંકમાં કેશિયરનું કામ કરતા હતા. તેમને નોકરી છોડી અને ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *