ભુખ્યા પેટ આ ફળો ખાશો તો જ થશે આ ફાયદાઓ, આજે જ જાણી લો કેમ એમ ??
ફળ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થાય છે. પરંતુ ફળ ખાવાનો પણ એક સમય હોય છે. આ ફળ આ સમયને ધ્યાનમાં રાખી ખાવામાં આવે તો તેનાથી પોષણ મળે છે અન્યથા તે ફળ પોષક રહેતું નથી. તો આજે તમને જણાવીએ ફળ ખાવાનો યોગ્ય સમય અને યોગ્ય રીત વિશે.
કેટલાક લોકો ફળ ભોજન પછી ખાતા હોય છે. પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે ફળ ખાલી પેટ ખાવા જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં રહેલા કેમિકલ્સ દૂર થાય છે. ફળ ખાલી પેટ ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને ત્વચા પણ સુધરે છે. ફળ ખાલી પેટ ખાવાથી પેટ બરાબર સાફ થાય છે અને પાચનક્રિયા મજબૂત થાય છે. તેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત ટોક્સિન પણ શરીરમાંથી બહાર નીકળે છે.
સંતરા
સંતરામાં વિટામિન સી હોય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. શરદી, ઉધરસ રહેતા હોય તો સંતરા ખાવા જોઈએ. તેનાથી આ સમસ્યા દૂર થાય છે.
સફરજન
તેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી કિડની સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
કીવી
કીવીમાં વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ અને મેગ્નીશિયમ વધારે હોય છે તેથી સ્વાસ્થ્ય માટે તે લાભકારી સાબિત થાય છે.
તરબૂચ
તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જે ઉનાળામાં શરીરને લૂથી બચાવે છે. તેને ખાવાથી ડિહાઈડ્રેટ થવા દેતું નથી. તેનાથી શરીરને વિવિધ પ્રકારના મિનરલ્સ મળે છે.
પપૈયા
પપૈયામાં પણ વિટામિન સી અને એ હોય છે. તેને ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. પેટની અને શરીરના અંદરના અવયવોની સફાઈ સારી રીતે થાય છે.
સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરીમાં એંટીઓક્સીડેંટ તત્વ પ્રચુર માત્રામાં હોય છે જે કેન્સરના બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે.