શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂરની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ, તે જોઇને ચાહકોની આંખો પહોળી થઇ ગઇ…

રજાઓ પસાર કરવા માટે માલદીવ બોલિવૂડ સ્ટાર્સનું ફેવરિટ લોકેશન છે. શહેરની ભાગ્દૌડથી દૂર, તેઓ અહીં શાંત અને સુંદર સમય પસાર કરે છે.

શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂર આજકાલ માલદીવમાં એન્જોય કરી રહી છે. તેના વેકેશનની કેટલીક સુંદર તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી ગજબની સુંદર દેખાઈ રહી છે.

ફિલ્મો ઉપરાંત જાન્હવી સોશિયલ મીડિયા પર પણ વધારે એક્ટિવ રહે છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર તે પોતાની તસવીરો અને વીડિયો અવારનવાર શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર માલદીવ વેકેશનની કેટલીક હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે – ‘ઈરિડેસન્સ’ એટલે સતરંગપાન.

આ તસવીરોમાં જોઇ શકાય છે કે જાન્હવી પ્રકૃતિની નજીક રહીને તેનો આનંદ લઇ રહી છે. તે સમુદ્ર કિનારે સિલ્વર મેટેલિક કલરનું સ્વિમસૂટ પહેરીને સુંદર લાગી રહી છે. તે અહીં સન સેટની સુંદરતાનો આનંદ લઇ રહી છે, જ્યારે બીજી બાજુ તેની તસવીરો જોઈને ચાહકો અભિનેત્રીની સુંદરતાની મજા લઇ રહ્યા છે.

આ તસવીરોમાં જાન્હવીએ બિલકુલ મેકઅપ નથી કર્યો. મેકઅપ વગર પણ તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. તેમની આ તસવીરો જોઈને ચાહકો ખૂબ ખુશ થઈ રહ્યા છે. તેની એક પોસ્ટને 10 લાખ અને બીજીને 7 લાખ લાઈક્સ મળી ચુકી છે. જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીને એક કરોડથી વધુ લોકો ફોલો કરે છે.

જાન્હવીએ જે સ્વિમસૂટ પહેર્યું છે તેમાં મેઘધનુષી રંગ જોવા મળી રહ્યા છે. આવું તેમના મૈટેલિક સ્વિમસ્યુટ્સ પર સૂર્યપ્રકાશ પડવાના કારણે થઈ રહ્યું છે. આ જ કારણ હતું કે જાન્હવીએ પોતાની પોસ્ટના કેપ્શનમાં ઇરિડેસન્સ લખ્યું.

કામની વાત કરીએ તો જાન્હવી છેલ્લે ફિલ્મ ‘રૂહી’ માં જોવા મળી હતી. આ હોરર કોમેડી ડ્રામા ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરૂણ શર્મા મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ તો જરૂર થઈ હતી, પરંતુ કોરોના વાયરસને કારણે વધુ દર્શકોને આકર્ષિત કરી શકી ન હતી. જો કે ચાહકોને આ ફિલ્મમાં જાન્હવીનું કામ ખૂબ પસંદ આવ્યું હતું.

નોંધપાત્ર વાત એ છે કે ‘રૂહી’ જાહ્નવી કપૂરની ત્રીજી ફિલ્મ છે. તેણે ફિલ્મ ‘ધડક’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર પછી તે ફિલ્મ ‘ગુંજન સક્સેના – ધ કારગિલ ગર્લ’માં જોવા મળી હતી. આ બંને ફિલ્મોમાં જ્હાનવીની એક્ટિંગની દર્શકોએ પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *