બોલીવુડ ના આ ટોપ અભિનેતાઓ છે, જેનો જન્મ હિન્દુસ્તાનમાં નહીં પરંતુ પાકિસ્તાનમાં થયો છે, તો આજે જાણીએ તે કોણ કોણ છે ??
હિન્દી સિનેમામાં આવા ઘણા ટોપ અભિનેતાઓ છે, જેનો જન્મ હિન્દુસ્તાનમાં નહીં પરંતુ પાકિસ્તાનમાં થયો છે. બોલિવૂડમાં આગળ જઈને આ કલાકારોએ ખૂબ નામ કમાવ્યું છે. આજે અમે તમને આવા 5 દિગ્ગજ કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ સફર.
અમરીશ પુરી: હિંદી સિનેમાના સૌથી મોટા વિલન તરીકે અમરીશ પુરી જોવામાં આવે છે. બોલિવૂડના ઇતિહાસમાં અમરીશ પુરી જેવો વિલન જોવા મળ્યો નથી. અમરીશ પુરી પોતાની ઉંચાઇ, કદ અને સુંદર અવાજથી સીધા દર્શકોના દિલમાં ઉતરી જતા હતા.
હિન્દી સિનેમાને ઘણી યાદગાર ફિલ્મો આપનાર અમરીશ પુરીનો જન્મ 22 જૂન 1932 માં પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. અમરીશ પુરીની એક્ટિંગ એવી હતી કે તે કેટલીક વખત હીરો કરતા વધારે હેડલાઇન્સ બનાવતા હતા. એક સમય એવો પણ હતો જ્યારે અમરીશ પુરી તેની ફિલ્મના હીરો કરતા પણ વધારે ફી લેતો હતો. જણાવી દઇએ કે 12 જાન્યુઆરી, 2005 ના રોજ અમરીશ પુરીએ આ દુનિયાને અલવિદા કહ્યું હતું.
રાજ કપૂર: અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક તરીકે પણ દિગ્ગજ કલાકાર રાજ કપૂરે પોતાની ઓળખ બનાવી હતી. રાજ કપૂર બોલિવૂડના સૌથી સફળ અને લોકપ્રિય અભિનેતામાંના એક માનવામાં આવે છે. બોલિવૂડના ‘શોમેન’ તરીકે જાણીતા રાજ કપૂરનો જન્મ 14 ડિસેમ્બર 1924 ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો.
રાજ કપૂરના સુંદર કામ અને હિન્દી સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાનને ધ્યાનમાં રાખીને, તેમને ભારત સરકાર દ્વારા ‘પદ્મ ભૂષણ’ અને ‘દાદાસાહેબ ફાળકે’ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. રાજ કપૂરનું 2 જૂન 1988 ના રોજ નવી દિલ્હીમાં નિધન થયું હતું.
દેવ આનંદ: હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારોમાં દેવ આનંદનું નામ પણ મુખ્ય રીતે શામેલ છે. દેવ સાહેબે બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. એક સમયે છોકરીઓ તેમની પાછળ પાગલ હતી. તેમની ખાસ સ્ટાઈલના દરેક દીવાના હતા.
દેવ આનંદ પણ બોલીવુડના તે દિગ્ગઝોમાં શામેલ છે જેનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. દેવ સાહેબનો જન્મ 26 સપ્ટેમ્બર 1923 માં ગુરદાસપુર (પાકિસ્તાનનો નરોવાલા જિલ્લો) માં થયો હતો. ભાગલા દરમિયાન તેમનો પરિવાર ભારત આવ્યો હતો અને દેવ આનંદ બોલિવૂડમાં કામ કરવા લાગ્યા. ‘પદ્મ ભૂષણ’ અને ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ થી સન્માનિત દેવ આનંદનું 3 ડિસેમ્બર, 2011 ના રોજ લંડનમાં નિધન થયું હતું.
સુનીલ દત્ત: પ્રખ્યાત અભિનેતા સુનીલ દત્તનો જન્મ પણ પાકિસ્તાનમાં થયો હતો. સુનીલ દત્તનો જન્મ 6 જૂન 1929 માં પાકિસ્તાનના જેલમ ખાતે થયો હતો. દત્ત સાહેબે બોલીવુડને ઘણી યાદગાર અને સફળ ફિલ્મો આપી છે. તેણે પડદા પર અનેક પ્રકારના પાત્રો નિભાવ્યા છે.
ડાકુઓની ભૂમિકાથી તો તેઓ પડદા પર છવાઈ જતા હતા અને ઘણી બધી હેડલાઇન્સ બનાવતા હતા. તે એક અભિનેતાની સાથે સાથે નિર્માતા અને નિર્દેશક પણ હતા. આગળ જઈને તેમણે રાજકારણની દુનિયામાં પણ ઘણું નામ કમાવ્યું. સુનિલ દત્તનું 25 મે 2005 ના રોજ હાર્ટ એટેકને કારણે મુંબઇમાં નિધન થયું હતું.
દિલીપકુમાર:
દિલીપકુમારનું નામ હિન્દી સિનેમામાં ખૂબ આદર સાથે લેવામાં આવે છે. દિલીપ કુમારે લાંબા સમય સુધી બોલિવૂડ પર રાજ કર્યું છે. દિલીપકુમારને પસંદ કરનારા લોકોની સંખ્યા ઘણી સારી છે. દિલીપકુમારનું અસલી નામ મોહમ્મદ યુસુફ છે.
પછી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એન્ટ્રી લેતી વખતે તેણે પોતાનું નામ દિલીપકુમાર રાખ્યું હતું. બોલિવૂડ દુનિયામાં દિલીપકુમાર ‘ટ્રેજેડી કિંગ’ તરીકે પણ જાણીતા છે. તેનો જન્મ 11 ડિસેમ્બર 1922 ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. દિલીપકુમારને ‘દાદાસાહેબ ફાળકે’, ‘પદ્મ ભૂષણ’ ‘પદ્મવિભૂષણ’ અને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-ઇમ્તિયાઝ’ થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.