બોલીવુડના આ છે મોટા ફેમસ કોરિયોગ્રાફર્સ, જેમના ઈશારા પર મોટા મોટા સ્ટાર્સ પણ લગાવે છે ઠુમકા….

Spread the love

બોલિવૂડમાં હંમેશાથી સુંદર એક્ટિંગની સાથે જ ગીત અને ડાંસને પણ ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ભારત દુનિયાભરમાં ભારતનાટ્યમ, ઓડિસી, કુચિપુડી, કથકકલી, મોહિનીટ્ટમ અને કથક સહિત અન્ય ઘણા પ્રકારના નૃત્ય માટે ઓળખ ધરાવે છે.

ઘણા કોરિયોગ્રાફર્સે ડાંસના આધારે જ પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવીછે. આજે અમે તમને બોલીવુડના આવા કેટલાક મોટા કોરિયોગ્રાફર્સ વિશે જણાવી રહ્યા છીએ, જેમના ઈશારા પર મોટા મોટા સ્ટાર્સ પણ ઠુમકા લગાવે છે.

સરોજ ખાન: દિવંગત સરોજ ખાને 3 જુલાઈ 2020 ના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું. 22 નવેમ્બર 1948 ના રોજ મુંબઇમાં જન્મેલી સરોજ ખાન હિન્દી સિનેમાની પહેલી મહિલા કોરિયોગ્રાફર તરીકે જાણીતી છે.

ડાન્સને સરોજ ખાને એક અલગ જ જગ્યા પર પહોંચાડ્યો છે. તમે ડાન્સમાં સરોજ ખાનની મહાનતાનો અંદાજ આ વાત પરથી લગાવી શકો છો કે, તેમણે 2000 થી વધુ ગીતોની કોરિઓગ્રાફી કરી છે.

પ્રભુ દેવા: ડાંસની વાત હોય અને પ્રભ દેવાનું નામ ન આવે તે કેવી રીતે બની શકે છે. પ્રભુ દેવાના સુંદર ડાંસના દરેક દિવાના છે. તેણે બોલિવૂડની સાથે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મો માટે પણ કોરિયોગ્રાફી કરી છે.

પ્રભુ દેવાને અત્યાર સુધીમાં બે વાર રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે. પ્રભુના ડાંસને લોકો એટલો પસંદ કરે છે કે તેમને ભારતના માઇકલ જેક્સન પણ કહેવામાં આવે છે.

ફરાહ ખાન: સરોજ ખાન પછી બોલીવુડમાં સૌથી વધુ ચર્ચિત મહિલા કોરિયોગ્રાફર ફરાહ ખાન જ છે. બોલિવૂડની સાથે ફરાહ ખાને હોલીવુડની ફિલ્મોમાં પણ કોરિયોગ્રાફી કરી છે. તે 1992 થી આ કામ કરી રહી છે. ફરાહએ અત્યાર સુધીમાં બોલીવુડના ઘણા પ્રખ્યાત કલાકાર સાથે કામ કર્યું છે.

ગણેશ આચાર્ય: 90 ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદાની લગભગ દરેક ફિલ્મમાં ગણેશ આચાર્યની જ કોરિયોગ્રાફી રહેતી હતી. 14 જૂન 1971 ના રોજ ચેન્નઇમાં જન્મેલા ગણેશ આચાર્યને રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

ટેરેન્સ લુઇસ: 10 એપ્રિલ 1975 માં જન્મેલા ટેરેન્સ લુઇસે ઝૈઝ અને બૈલીમાં તાલીમ અને ડાંસમાં વિશેષતા મેળવી છે. તે ઘણા રિયાલિટી શોમાં જજની ભૂમિકા પણ નિભાવી ચુક્યા છે.

ટેરેન્સ ‘ટેરેન્સ લુઇસ કન્ટેમ્પરેરી ડાન્સ કંપની’ નામની એક ડાન્સ એકેડમી ચલાવે છે.

રેમો ડીસુઝા: રેમો ડીસુઝાએ તેના ડાન્સથી યુવાનોમાં એક ગજબનો જોશ ભર્યો છે. આજે રેમોના ચાહકોની સંખ્યા લાખો-કરોડોમાં છે. રેમોનું અસલી નામ રમેશ ગોપી નાયર છે.

પછી તેણે તેનું નામ બદલી નાખ્યું હતું. રેમોએ બોલિવૂડનાં ઘણાં ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે. તે એક ફિલ્મ ડિરેક્ટર પણ છે અને ઝલક દિખલા જા, ડાન્સ પ્લસ જેવા ડાન્સ શો પણ જજ કરી ચુક્યા છે.

ગીતા કપૂર: ગીતા કપૂર હાલમાં રિયાલિટી શો ‘સુપર ડાન્સર’ માં જજની ભૂમિકા નિભાવી રહી છે. ‘ગીતા મા’ ના નામથી જાણીતી ગીતા કપૂરે ઘણા બોલિવૂડ ગીતની કોરિયોગ્રાફી કરી છે.

તે ફરાહ ખાનને તેની આદર્શ અને ગુરૂ માને છે. તેણે માત્ર 15 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું.

ગણેશ હેગડે: 10 નવેમ્બર 1974 ના રોજ જન્મેલા ગણેશ હેગડે કોરિઓગ્રાફર હોવાની સાથે એક વિડિઓ ડિરેક્ટર પણ છે. તે આમિર ખાનની ફિલ્મ લગાનમાં પોતાના ડાન્સના જલવા બતાવી ચુક્યા છે.

ગણેશ હેગડેએ ટેમ્પ્ટેશન 2014 નામનો સ્ટેજ શો કોરિયોગ્રાફ કર્યો હતો, જે શાહરૂખ ખાન, રાની મુખર્જી, પ્રીતિ ઝિન્ટા, સૈફ અલી ખાન અને અર્જુન રામપાલ જેવા બોલિવૂડ કલાકારો સાથે યુ.એસ. માં ઘણા સ્થળો પર આયોજિત રોક કોન્સર્ટ હતો.

વૈભવી મર્ચંટ: અભિનેત્રી તરીકે ફિલ્મોમાં પ્રવેશ કરનાર વૈભવી પછી એક કોરિઓગ્રાફર બનીને નામ કમાવવામાં સફળ રહી. તેણે પહેલી વખત સલમાન ખાન, અજય દેવગન અને એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં કોરિઓગ્રાફી કરી હતી અને આ માટે તેને રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

અત્યાર સુધીમાં તે ‘લગાન’ દેવદાસ, બગબન, ધૂમ, રબ ને બના દી જોડી, વીર જારા, આજા નચલે, જબ તક હૈ જાન જેવી ફિલ્મ્સ માટે કોરિયોગ્રાફી કરી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *