બોલિવુડમાં આ એવી અભિનેત્રીઓ છે કે જેમની હાઈટ અભિનેતાઓ કરતા ઘણી વધુ છે, કયારેક તો એવુ કરવુ પડે છે કે…

બોલીવુડ અભિનેત્રીઓની સુંદરતાની ચર્ચાઓ દરેક જગ્યાએ થાય છે. સાથે જ તેના સુંદર લુકની પણ પરંતુ આ સાથે પણ એક જરૂરી ચીજ છે, જે દરેકનું ધ્યાન તેમની તરફ આકર્ષિત કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ અભિનેત્રીઓની હાઈટ વિશે. બોલિવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમની હાઈટ અભિનેતાઓ કરતા ઘણી વધુ છે.

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટી તેના સમયની શ્રેષ્ઠ અને સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. આજે પણ તેણે યોગ અને અન્ય માધ્યમો દ્વારા પોતાને એકદમ ફિટ રાખી છે. આજે પણ શિલ્પા સોશિયલ મીડિયા પર ફિટનેસ સિક્રેટ ચાહકો સાથે શેર કરતી રહે છે. શિલ્પા શેટ્ટીની હાઈટ વિશે વાત કરવામાં આવે તો તેની હાઈટ 5 ફૂટ 6 ઇંચ છે. શિલ્પા લગ્ન પછીથી બોલિવૂડથી દૂર છે. તેણે પ્રખ્યત બિઝનેસમેન રાઝ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે.

કેટરિના કૈફ: અભિનેત્રી કેટરિના કૈફે ખૂબ જ ટૂંક સમયમાં બોલિવૂડમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. કેટરિના કૈફે ખૂબ જ ટૂંક સમયમાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે. આ હાઈટેડ અભિનેત્રીઓના લિસ્ટમાં તેનું નામ પણ શામેલ છે. કેટરિનાની હાઈટ 5 ફૂટ 6 ઇંચ છે.

દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણના જલવા દરેક જગ્યાએ છે. દીપિકા પાદુકોણ આજની સૌથી સફળ અને મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. દીપિકાની હાઈટ વિશે વાત કરવામાં આવે તો તેની હાઈટ 5 ફૂટ 7 ઇંચ છે. તેની ઘણી ફિલ્મો આવવા જઈ રહી છે. હાલમાં તે શૂટીંગમાં વ્યસ્ત છે.

પ્રિયંકા ચોપરા: ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને પોતાની એક્ટિંગથી દુનિયા ભરમાં છવાઈ જનારી પ્રિયંકા ચોપડાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. પ્રિયંકા ચોપડા આ દિવસોમાં તેના પુસ્તક અને ન્યૂયોર્કમાં ખોલેલા ભારતીય રેસ્ટોરન્ટના સોના ને કારણે હેડલાઈન્સમાં છે. તેની હાઈટ વિશે વાત કરીએ તો તેની હાઈટ 5 ફૂટ 5 છે. જણાવી દઈએ કે તેની બુકમાંથી અવારનવાર તેના વિશે ખુલાસા થઈ રહ્યા છે.

અનુષ્કા શર્મા: અનુષ્કા શર્મા પણ આજે બોલીવુડમાં એક ખાસ ઓળખ બનાવી ચુકી છે. તેણે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. અનુષ્કાની હાઈટ વિશે વાત કરવામાં આવે તો તેની લંબાઈ 5 ફૂટ 6 ઇંચ છે. અનુષ્કા આ દિવસોમાં ફિલ્મોથી દૂર છે. તેણે થોડા મહિના પહેલા જ એક છોકરીને જન્મ આપ્યો છે. તે તેના પતિ વિરાટ સાથે જોવા મળે છે.

સોનમ કપૂર: બોલીવુડમાં ફેશન સ્ટેટમેંટ બનાવી ચુકેલી સોનમ કપૂર પણ આ લિસ્ટમાં શામેલ છે. તમે જેટલા પણ નામ સાંભળ્યા તેમાં સૌથી આગળ સોનમ કપૂર છે. સોનમ કપૂરની હાઈટ 5 ફુટ 9 ઇંચ છે. આ સાથે તે બોલિવૂડની સૌથી લાંબી અભિનેત્રી છે. સોનમ કપૂરે તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત ફિલ્મ ‘સાવરિયા’ થી કરી હતી અને તે હંમેશાં તેના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે.

સુષ્મિતા સેન: આ લિસ્ટમાં સુષ્મિતા સેનનું નામ સૌથી ઉપર આવે છે. આજે સુષ્મિતા સેન ભલે બોલિવૂડથી દૂર હોય, પરંતુ તેની હાઇટ અને સુંદરતાના જલવા આજે પણ થાય છે. તેણે 2020 માં ઓટીટી પ્લેટફોર્મ પર આર્ય દ્વારા જોરદાર વાપસી કરી હતી. સુષ્મિતા સેનની હાઈટ 5 ફુટ 7 ઇંચ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *