આ છે બોલીવુડના 6 સૌથી અમીર અભિનેતાઓ, તેની પાસે છે અધધ નેટવર્થ…
બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે, જે એક્ટિંગ હોય, ફેન ફોલોવિંગ હોય કે પછી સંપત્તિ કોઈ પણ બાબતમાં તે કોઈ હોલીવુડ અભિનેતાથી ઓછા નથી. બોલિવૂડના ઘણા ટોપ ક્લાસના અભિનેતાઓના નામ દુનિયાના સૌથી અમીર અભિનેતાઓના લિસ્ટમાં શામેલ છે.
આજે અમે તમને બોલીવુડના 6 સૌથી અમીર અભિનેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમની પાસે હજારો કરોડ રૂપિયા છે. તો ચાલો જાણીએ કે કોણ છે તે 6 અભિનેતા.
શાહરૂખ ખાન – નેટવર્થ 5,131 કરોડ રૂપિયા:
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ભારતની સાથે દુનિયાના સૌથી અમીર અભિનેતાઓમાં પણ સ્થાન ધરાવે છે. શાહરૂખ ખાન બોલિવૂડના સૌથી સફળ અને જાણીતા અભિનેતા હોવાની સાથે સૌથી અમીર અભિનેતા પણ છે.
શાહરૂખની કુલ સંપત્તિ 5,131 કરોડ રૂપિયા છે. શાહરૂખ ખાન છેલ્લા 28 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહ્યો છે. જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાન’ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહરૂખ ખાને આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયાની મોટી રકમ વસૂલ કરી છે. શાહરૂખની વિદેશમાં પણ સંપત્તિ છે.
અમિતાભ બચ્ચન – નેટવર્થ 3,322 કરોડ:
હિન્દી સિનેમાના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને આખી દુનિયામાં ઓળખવામાં આવે છે. અમિતાભ બચ્ચન છેલ્લા 52 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહ્યા છે. આ 52 વર્ષોમાં અમિતાભ બચ્ચને ઘણી બધી ખ્યાતિ મેળવી છે અને સાથે સાથે ખૂબ સંપત્તિ પણ મેળવી છે. મહાનાયકના મુંબઈમાં જ 5 બંગલા છે. તેઓ ઘણી મોટી બ્રાંડની એડ્સ પણ કરે છે. તેની કુલ સંપત્તિ 3,322 કરોડ રૂપિયા છે.
તે બોલિવૂડના બીજા સૌથી અમીર અભિનેતા છે. આજે, 78 વર્ષની ઉંમરે પણ બિગ બી સતત એક્ટિવ છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન બોલિવૂડના સૌથી મોટા હીરો તરીકે જોવામાં આવે છે. તેને સદીના મહાનાયક પણ કહેવામાં આવે છે.
રિતિક રોશન – નેટવર્થ 2,680 કરોડ:
સુપરસ્ટાર રિતિક રોશન બોલિવૂડના ત્રીજા સૌથી અમીર અભિનેતા છે. રિતિકે તેની 20 વર્ષીય ફિલ્મી કારકિર્દીમાં મોટી સફળતા અને સંપત્તિ મેળવી છે.
રિતિકની ગણતરી બોલીવુડના સૌથી સફળ અભિનેતાઓની સાથે સાથે ખૂબ જ હેન્ડસમ અભિનેતાઓમાં થાય છે. રિતિક રોશનની કુલ સંપત્તિ 2,680 કરોડ રૂપિયા છે. વર્ષ 2020 માં રિતિકે 100 કરોડનું લક્ઝરી અને ખૂબ જ સુંદર ઘર ખરીદ્યું હતું.
અક્ષય કુમાર – નેટવર્થ 2,414 કરોડ:
ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર હિન્દી સિનેમાના ચોથા સૌથી અમીર અભિનેતા છે. અક્ષય કુમાર સરળતાથી વર્ષમાં 3 થી 4 ફિલ્મો કરે છે અને તે અબજો રૂપિયાની કમાણી કરે છે. છેલ્લા 30 વર્ષથી બોલિવૂડ પર રાજ કરી રહેલા સુપરસ્ટાર અક્ષય કુમારની નેટવર્થ 2,414 કરોડ રૂપિયા છે.
અક્ષય ફિલ્મોની સાથે એડથી પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે. તે બોલિવૂડના સૌથી અભિનેતા અભિનેતાઓમાં પણ એક છે. અક્ષયન મુંબઈની સાથે કેનેડા, ઇંગ્લેંડ જેવા ઘણા દેશોમાં પણ મોંઘા અને લક્ઝુરિયસ ઘર છે.
સલમાન ખાન – નેટવર્થ 2,304 કરોડ:
સલમાન ખાન બોલિવૂડના પાંચમાં સૌથી અમીર અભિનેતા છે. તેની કુલ સંપત્તિ 2,304 કરોડ રૂપિયા છે. સલમાન ખાનની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જુવે છે.
વર્ષ 1989 માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર સલમાન ખાન દુનિયાભરમાં પ્રખ્યાત છે. જણાવી દઈએ કે તેની આગામી ફિલ્મ રાધે છે જે આ વર્ષે ઈદ પર આવશે.
આમિર ખાન – નેટવર્થ 1,780 કરોડ:
મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન બોલિવૂડના છઠ્ઠા ધનિક અભિનેતા છે. આમિર ખાન છેલ્લા 33 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહ્યા છે.
તેમની ફિલ્મ કારકીર્દિની શરૂઆત વર્ષ 1988 માં ફિલ્મ ‘કયામત સે ક્યામત તક’ થી થઈ હતી. તેણે બોલિવૂડમાં મોટું નામ બનાવ્યું છે. આમિર ખાન પણ બોલિવૂડના સૌથી મોંઘા અભિનેતાઓમાંના એક છે. જણાવી દઈએ કે તેની નેટવર્થ 1,780 કરોડ રૂપિયા છે.