બોલીવુડની આ 6 અભિનેત્રીઓ પાસે છે મોંઘી ઘાટ લક્ઝરી કાર, તમે પણ જોઇલો કોની પાસે છે કઇ કાર ??

બોલિવૂડ સ્ટાર્સ તેમની લક્ઝરી લાઈફ સ્ટાઈલ માટે જાણીતા છે. આ સ્ટાર્સ પાસે બધી કંપનીઓની મોંઘી-મોંઘી કાર પણ છે. પરંતુ આ લક્ઝરી કારની બાબતમાં બોલીવુડની અભિનેત્રીઓ પણ પાછળ નથી. અભિનેત્રીઓ પાસે પણ એકથી એક ચઢિયાતી કાર છે. આજે અમે તમને આવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમની પાસે લક્ઝરી કાર છે.

પ્રિયંકા ચોપડા: પ્રિયંકા ચોપડા પોતાની લાઈફસ્ટાઈલ અને ડ્રેસ માટે પ્રખ્યાત હોય છે. આ દિવસોમાં તે તેમના પુસ્તક અને અમેરિકામાં ખોલવામાં આવેલું તેનું ભારતીય રેસ્ટોરન્ટના કારણે ચર્ચામાં છે. આ સાથે પ્રિયંકા ચોપડા ઘણી મોંઘી કારની માલિક છે. અભિનેત્રીની ફેવરિટ કાર તેનું ‘રોલ્સ-રોયસ ઘોસ્ટ’ છે. આ કારની કિંમત આશરે 5.65 કરોડ રૂપિયા છે. પ્રિયંકા ચોપરા આ કારને મોફિફાઈ પણ કરાવી છે.

કરીના કપૂર ખાન: નાના નવાબની પત્ની અભિનેત્રી કરીના કપૂર ખાન પણ મોંઘા શોખ ધરાવે છે. તેમાં તેમની લક્ઝરી કાર પણ શામેલ છે. કરીનાને એસયુવી પસંદ છે. તેણે તાજેતરમાં BMW X7 ને પોતાના કાર કલેક્શનમાં શામેલ કરી છે. કરિના પાસે તેનું વ્હાઈટ કલરનું મોડલ પણ છે. આ લક્ઝરી કારની કિંમત 1.06 કરોડ રૂપિયા છે.

દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણ પણ મોંઘી કારનો શોખ ધરાવે છે. તેની પાસે મર્સિડીઝથી લઈને ઓડી સુધીની ઘણી સુપર એક્સપેંસિવ કાર છે. દીપિકા પાદુકોણના કાર કલેક્શનમાંઅ તેની સૌથી ફેવરિટ કાર મર્સિડીઝ મેબૈક 500 છે. ભારતમાં મર્સિડીઝ મેબેક 500 ની કિંમત લગભગ 1.94 કરોડથી લઈને 2.15 કરોડ સુધીની છે.

મલાઈકા અરોરા: મલાઇકા અરોરા જો કે આ દિવસોમાં તેના રિલેશનને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ તેની લક્ઝરી લાઇફ હંમેશા હેડલાઇન્સમાં રહે છે. મલાઇકા પાસે પણ રેંજ રોવર કાર છે. આ અભિનેત્રી પાસે રેંજ રોવર એલડબ્લ્યુબી ઓટોબાયોગ્રાફી મોડેલ છે. તેની કારનો કલર બ્લૂ છે. તેની કિંમત 2.51 કરોડ છે.

મલ્લિકા શેરાવત: મલ્લિકા શેરાવત આજે બોલિવૂડમાં એક્ટિવ નથી. પરંતુ તેમની પાસે મોંઘી અને લક્ઝરી કાર પણ છે. તેના ફ્રેન્ચ બોયફ્રેન્ડ સાથે પેરિસમાં રહેતી મલ્લિકા લેમ્બોર્ગિની જેવી કાર ધરાવે છે. આ કારની કિંમત આશરે 8 કરોડ હોવાનું કહેવામાં આવે છે. મલ્લિકા પાસે સિલ્વર-ગ્રે કલરની લેમ્બોર્ગિની એવેન્ટાડોર છે.

સની લિયોન: હોટ અને બોલ્ડ અભિનેત્રી સન્ની લિયોનના શોખ પણ ખૂબ મોંઘા છે. સનીને માસેરાટી ખૂબ જ પસંદ છે. સનીએ 2020 માં માસેરાટી ઘિબલી નેરીસિમો ખરીદી હતી. આ કારની કિંમત 1.42 કરોડ રૂપિયા છે. સની લિયોનીન કાર કલેક્શનમાં એક કે બે નહીં, પરંતુ ત્રણ માસેરાટી છે. 2017 માં, તેણે લિમિટેડ એડિશન ઘિબલી નેરીસિમો પણ ખરીદી હતી.

કેટરિના કૈફ: કેટરિના કૈફ પણ મોંઘી કારનો શોખ રાખે છે. તેની પાસે પણ એકથી એક ચઢિયાતી કાર છે. કેટરિના કૈફ પાસે રેંજ રોવર વોગ એલડબલ્યુબી કાર છે. આ લક્ઝરી કારની કિંમત 2.37 કરોડ છે. કેટરિનાએ વર્ષ 2019 માં તેની કાર ખરીદી હતી. તે રેંજ રોવર વોગના વ્હાઇટ મોડેલની માલિકી ધરાવે છે.

આલિયા ભટ્ટ: આલિયા ભટ્ટ હાલની ટોપ અભિનેત્રી છે. તેના કાર કલેક્શનમાં ઘણી લક્ઝરી કાર શામેલ છે. આલિયાની સૌથી ફેવરિટ કાર લેન્ડ રોવર રેંજ રોવર વોગ છે. આલિયાની આ કારની કિંમત 1.60 કરોડ રૂપિયા છે. આલિયા ઘણીવાર આ કારમાં ફરતી રહે છે. આ સાથે તેની પાસે 1.37 કરોડ રૂપિયાની BMW 7 પણ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *