એલોવેરા ના જ્યુસ પીવાથી થાય છે અનેક ગણા ફાયદા, કબજિયાતથી લઈને છાતીમાં બળતરા સુધી સમસ્યામાં મળે છે રાહત…

એલોવેરા કે જેને ધૃતકુમારી પણ કહેવામાં આવે છે, ઔષધીય ગુણો સાથે પોષક તત્વોથી ભરપૂર વનસ્પતિ છે. આ છોડના પાંદડા લીલા રંગના હોય છે અને પાંદડાની અંદર સફેદ રંગનું જેલ હોય છે.

ત્વચા બળી જાય છે અથવા કોઈ પણ પ્રકારની ઇજા થઇ જાય તો આ જેલ લગાવવાથી ઠંડક અનુભવાય છે. એલોવેરાના પાંદડામાં હાજર જેલ જ્યૂસ રૂપમાં પણ બજારમાં વેચાય છે અને તેને દરરોજ પીવાથી સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદા પણ છે.

એલોવેરાના જ્યુસ પીવાથી શરીરમાં પાણીનો અભાવ થતો નથી

એલોવેરાનો છોડ પાણીથી ભરપૂર હોય છે તેથી ડિહાઇડ્રેશનની સમસ્યા, એટલે કે શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યારે શરીરમાં સારી માત્રામાં પાણી હોય છે ત્યારે તે શરીરમાં રહેલી ગંદકી અને ઝેરી પદાર્થ બહાર કાઢવામાં મદદ કરે છે. તેથી ઉનાળામાં એલોવેરા જ્યુસ વધુ ફાયદાકારક બની શકે છે.

લીવરને સ્વસ્થ રાખે છે એલોવેરા જ્યુસ

જ્યારે શરીરને ડિટોક્સ એટલે કે અંદરથી સાફ કરવાની વાત આવે છે ત્યારે લીવરની સફાઇ સૌથી વધુ જરૂરી હોય છે અને એલોવેરા જ્યુસ લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફાઇટોન્યૂટ્રીએંટ્સથી ભરપૂર એલોવેરા જ્યુસ લીવર માટે ફાયદાકારક માનવામાં આવે છે.

કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે

એલોવેરા જ્યુસ પીવાથી આંતરડામાં પાણીની માત્રા વધારી શકાય છે જેનાથી સ્ટૂલ પાસ કરવામાં મદદ મળે છે અને કબજિયાતની સમસ્યા દૂર થઇ જાય છે. જો કોઈ વ્યક્તિને નિયમિત રીતે કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તેમણે તેમના રોજિંદા આહારમાં એલોવેરા જ્યુસ સામેલ કરવો જોઈએ.

છાતીમાં બળતરાની સમસ્યા દૂર થાય છે

એસિડિટીને કારણે ઘણી વખત ઘણા લોકોને હાર્ટબર્ન એટલે કે પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા થવા લાગે છે. એલોવેરા જ્યુસ આ પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે. તેમાં જે કમ્પાઉન્ડ રહેલા છે તે પેટમાં એસિડ સીક્રિશન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

એલોવેરા જ્યુસ ત્વચા માટે પણ ફાયદાકારક છે

એલોવેરા જ્યુસ ખીલની સાથે ત્વચા સંબંધિત રોગો જેવા કે સોરાયસિસ અને ડર્મેટાઇટિસ દૂર કરવામાં મદદ કરે છે. એલોવેરા એન્ટીઓક્સિડેન્ટ્સ અને વિટામિન્સનો ઉત્તમ સ્રોત પણ છે જે ત્વચાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે ત્વચાને સૂર્યના નુકસાનકારક યુવી કિરણોથી પણ સુરક્ષિત રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *