નાની એવી ફટકડી ના છે અદભુત ફાયદાઓ, તો તે આજે જ જાણી લો…, અને શેર કરી દો…

દેખાવમાં સાકર જેવી લાગતી અને લગભગ દરેકના ઘરમાં ઉપલબ્ધ નાની એવી ફટકડી અનેક રીતે ઉપયોગી બને છે. આપણા ઘરમાં ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે ઘરમાં હોવા છતાં તેનો ઉપયોગ જાણતા નથી જેવી જ એક વસ્તુ એટલે કે ફટકડી ફટકડી બે પ્રકારની હોય છે. લાલ અને સફેદ રંગના દેખાવામાં જોવા મળે છે.

ખાસ કરીને ફટકડીનો ઉપયોગ ગંદા પાણીે ચોખ્ખુ કરવામાં થાય છે. આ ઉપરાંત પુરૂષો ફટકડીને આફટર શેવ તરીકે ઉપયોગ કરે છે પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને કરચલીમુકત બનાવવા ફટકડીનો ઉપયોગ કરતી ફટકડી બેકટેરિયાનો નાશ કરે છે

આ ઉ5રાં ફટકડીમા એન્ટીબેકટેરિયલ હોવાથી દાંત અને મોંના વિવિધ રોગોમાં રાહત મળે છે. જયારે તમને દાંતમાં દુ:ખાવો થાય ત્યારે દુ:ખાવાના ભાગ પર ચપટી શકેલી ફટધડી લગાવવાથી આરામ મળશે. એવી જ રીતે મોંમાં વારંવાર પડતા ચાંદામાંથી છુટકારો મેળવવા ફટકડી ઉપયોગી છે.

ખાસ કરીને ઉનાળામાં અને ગરમીમાં પરસેવો વળે ત્યારે પગના તળિયે ખતરનાક દુર્ગધ આવે છે આ દુર્ગધ દુર કરવા ફટકડીવાળા પાણીમાં પગ ડુબાવી રાખવાથી દુર્ગધ થોડી જ વારમાં દુર થશે.

ગળામાં કાકડાનો દુ:ખાવો થાય ત્યાર ફટકડી વાળા ગરમ પાણીમાં કોગળા કરવાથી કાકડાનો સોજો દુર થાય છે. શરીરના કોઇપણ ભાગમાં ઇજા થાય કે ઘામાંથી લોહી વહે ત્યારે ત જગ્યાએ ફટકડી ઘસવાથી તુરંત લોહી વહેતું બંધ થઇ જાય છે. આ રીતે નાની એવી ફટકડી ઘણી વખત મોટી સમસ્યામાં રાહત આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *