આ શરતે થયા હતા અમિતાભ અને જયાના લગ્ન, તે એવી હતી કે…

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી, સપા સાંસદ અને અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન આજે 73 વર્ષની થઈ ગઈ છે. આજના દિવસે વર્ષ 1948 માં જયા બચ્ચનનો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. જયા બચ્ચને બોલિવૂડની ઘણી સુંદર અને યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે.

જયા બચ્ચન બોલિવૂડના તે કલાકારોમાં શામેલ છે જેમની બોલિવૂડની સાથે રાજકીય કારકીર્દિ પણ સફળ રહી છે. એક સુંદર અભિનેત્રી હોવાની સાથે જ દુનિયાએ તેમને એક સફળ રાજનેત્રી તરીકે પણ જોઈ છે. જે સમયે જયા બચ્ચન તેની ફિલ્મી કારકીર્દિની ટોચ પર હતી, ત્યારે તેણે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંનેના લગ્ન એક શરત પર થયા હતા. ચાલો આજે જયા બચ્ચનના જન્મદિવસના ખાસ પ્રસંગે તમને જયા અને અમિતાભના લગ્ન સંબંધિત એક ખાસ કિસ્સો જણાવીએ.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બંનેએ હિન્દી સિનેમામાં ખૂબ નામ કમાવ્યું છે. અમિતાભ બચ્ચને તો જાણે આખી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. સાથે જ જયા બચ્ચન પણ અમિતાભ પર પોતાનું દિલ હારી બેઠી હતી. જણાવી દઈએ કે, અમિતાભ અને જયા પહેલી વખત ગુડ્ડી ફિલ્મના સેટ પર મળ્યા હતા. આ ફિલ્મમાં બંનેએ પહેલીવાર સાથે કામ કર્યું હતું. ફિલ્મ દરમિયાન જ બંને વચ્ચે નિકટતા વધી ગઈ હતી અને બંનેનો પ્રેમ સંબંધ શરૂ થયો હતો.

અમિતાભ અને જયા નો પ્રેમ ધીમે ધીમે વધવા લાગ્યો. જયા બચ્ચન હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે ફિલ્મ બાવરચીમાં કામ કહી હતી ત્યારે અમિતાભ જયાને મળવા શૂટિંગના સેટ પર જતા હતા. ખૂબ જ જલ્દીથી બંનેનો પ્રેમ લગ્નમાં ફેરવાઈ ગયો. 3 જૂન, 1973 ના રોજ અમિતાભે પોતાનાથી લગભગ 5 વર્ષ નાની જયા સાથે સાત ફેરા લીધાં હતા. જણાવી દઈએ કે આ બંનેના લગ્ન અચાનક થયાં હતાં.

અમિતાભે સંભળાવ્યો હતો કિસ્સો: અમિતાભ બચ્ચને એક વાર કિસ્સો સંભળાવતી વખતે કહ્યું હતું કે ફિલ્મ જંજીરની સફળતા પછી, બધા મિત્રો મળીને લંડન જવાની તૈયારી કરી રહ્યા હતા જેમાં તેની સાથે જયા પણ હતી. પરંતુ પિતા હરિવંશ રાય બચ્ચનની શરતોને કારણે બંનેને લગ્નના બંધનમાં બંધાવું પડ્યું હતું. ખરેખર જ્યારે હરીવંશ રાય બચ્ચનને ખબર પડી કે જયા પણ અમિતાભ સાથે લંડન જઇ રહી છે, ત્યારે તેમણે અમિતાભની સામે એક શરત મૂકી કે જો સાથે લંડન જવું છે તો પહેલા બંને લગ્ન કરી લો.

પિતા હરિવંશ રાયની શરત આગળ અમિતાભ બચ્ચને ઝુકવું પડ્યું હતું. તેણે પિતાની વાત માનીને બચ્ચન સાથે 3 જૂન, 1973 માં લગ્ન કર્યા. બંનેના લગ્ન એક સામાન્ય સમારોહમાં થયા હતા. આ પછી, તે બંને તેમના મિત્રો સાથે લંડન જવા રવાના થયા હતા. લગ્ન પછી, અમિતાભ અને જયા બે સંતાનો, પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતાના માતા-પિતા બન્યા.

આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી જયા બચ્ચન: જયા બચ્ચનને તેમના સુંદર કાર્ય માટે ઘણા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. જયા બચ્ચનને 9 ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે, જેમાંથી તેણે ત્રણ એવોર્ડ બેસ્ટ એક્ટ્રેસ અને ત્રણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ માટે જિત્યા છે. જ્યારે વર્ષ 1992 માં જયા બચ્ચનને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *