ટીવી જગતની ફેવરિટ જોડી રવિ દુબે અને સરગુન મેહતાનું ઘર છે ખૂબ જ સુંદર, જુઓ તેની અંદરની તસવીરો…
નાના પડદાની ફેવરિટ જોડી રવિ દુબે અને સરગુન મેહતા માત્ર એક સ્પેશિયલ કપલ જ નથી પરંતુ શ્રેષ્ઠ કલાકાર પણ છે. રવિ દુબે તેની સિરિયલ અને હોસ્ટિંગ માટે જાણીતા છે, જ્યારે સરગુન મેહતાએ નાના પડદા પર ખ્યાતિ મેળવ્યા પછી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવ્યું અને ત્યાં તે ખૂબ સફળ પણ રહી. સરગુન મહેતાને તેની પંજાબી ફિલ્મ માટે ઘણા એવોર્ડ પણ મળ્યા છે જેમાં ફિલ્મફેર એવોર્ડ પણ શામેલ છે.
જણાવી દઈએ કે રવિ દુબે ઉત્તર પ્રદેશના છે, તો સરગુન ચંદીગઢની છે. હાલમાં તે બંને મુંબઈમાં રહે છે. તાજેતરમાં જ તેમણે મુંબઈના પૉશ એરિયામાં એક ફ્લેટ ખરીદ્યો છે. તેમનો ફ્લેટ ખૂબ જ લક્ઝુરિયસ છે જ્યાંથી મુંબઈની સુંદર સ્કાયલાઇન જોવા મળે છે. જે પણ તેમના ઘરને જુવે છે તે જોતા જ રહી જાય છે. ચાલો તમને અમે આ કપલના ઘર વિશે જણાવીએ.
બાલ્કની:
ઘરની બાલ્કની દરેક માટે ખાસ છે. આવી સ્થિતિમાં રવિ અને સરગુનના ઘરમાં પણ બાલ્કની તેમનો ફેવરિટ એરિયા છે. બાલ્કની એ ઘરનું મુખ્ય આકર્ષણ છે જ્યાંથી મુંબઈની સ્કાઈલાઈન દેખાઈ છે. કપલે તેને બનાવટી ઘાસ અને લાકડાના ફર્નિચર સાથે ગાર્ડન જેવો લૂક આપવાનો પ્રયત્ન કર્યો છે. બંને અહીં કવાલીટી ટાઈમ સ્પેંડ કરે છે.
બાર:
રવિ દુબે અને સરગુન મેહતાએ રસોડાની બાજુમાં એક નાનું અને સુંદર મીની બાર બનાવ્યું છે. બારમાં એક ઈનવર્ટેડ લોટ્સ સીલીંગ લાઈટ છે. બારમાં એક વોલ ડાયગોનલ પણ છે, જ્યાં બંનેની સુંદર તસવીરને સજાવવામાં આવી છે.
બાથરૂમ:
રવિ દુબે અને સરગુન મહેતાનું બાથરૂમ ખૂબ જ લક્ઝરી છે. અહીં બે મોટા ગોલ્ડન મિરર લગાવવામાં આવ્યા છે જેથી બે લોકો પણ બાથરૂમનો સરળતાથી ઉપયોગ કરી શકે. તે સ્ટ્રાઇકિંગ મિરર અને ટીલ રંગની દિવાલોથી સજેલું છે.
બેડરૂમ:
આખા ઘરની સાથે રવિ દુબે અને સરગુને તેમના ઘરનો બેડરૂમ પણ ખૂબ જ ખાસ બનાવ્યો છે. ઘરનો બેડરૂમ રવિ દુબે અને સરગુનનો સૌથી કોઝી એરિયા છે. આ કપલ તેમનો મોટાભાગનો સમય અહીં પસાર કરે છે. બંનેનો બેડરૂમ ખૂબ જ મોટો અને રોયલ છે. આખો રૂમ લાઈટ ટોનમાં સજેલો છે. આ રૂમ ખૂબ જ આરામદાયક છે.
ડ્રેસિંગ એરિયા:
એંટરટેનમેંટ સાથે સંબંધ ધરાવતા બંને કપલ્સનો ડ્રેસિંગ એરિયા ખૂબ જ મોટો અને સુંદર છે. આ જ કારણ છે કે આ બંનેની ડ્રેસિંગ સ્ટાઈલ ખૂબ અદભૂત છે. બંને માટે એક અલગ જગ્યા છે, જ્યાં વૉક-ઇન ક્લોસ્ટ સાથે ડ્રેસિંગ ટેબલ પણ છે.