આ ક્રિકેટરો નુ દિલ આ ટીવી એન્કરો પર આવી ગયુ હતુ, તમે પણ આજે તે હસીનાઓ ને જોઇ લો….

Spread the love

ભારતમાં ક્રિકેટ અને બોલિવૂડનો સંબંધ ખૂબ જૂનો રહ્યો છે. ઘણી વખત ક્રિકેટર્સ અને બોલિવૂડ અભિનેત્રીઓના નામ એકસાથે જોડવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલાક ક્રિકેટર્સ એવા પણ છે જેમનું દિલ ન્યૂઝ રિપોર્ટર અથવા ન્યૂઝ એન્કર પર આવી ગયું છે.

આવા ક્રિકેટરોમાં ભારતના જસપ્રિત બુમરાહ, સ્ટુઅર્ટ બિન્ની અને જવાગલ શ્રીનાથ પણ શામેલ છે. ત્રણેય એ ટીવી એન્કર, સ્પોર્ટ્સ પ્રેઝેન્ટર્સ અથવા પત્રકારો સાથે લગ્ન કર્યા છે.

જો કે એક ક્રિકેટર એવો પણ છે જેનું થોડા મહિનામાં જ બ્રેક-અપ થઈ ગયું હતું. આ લિસ્ટમાં મોટા વિદેશી ક્રિકેટરોના નામ પણ શામેલ છે.

સ્ટુઅર્ટ બિન્ની-મયંતી લેંગર:

ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીએ સપ્ટેમ્બર 2012 માં ભારતના સૌથી પ્રખ્યાત ટેલિવિઝન સ્પોર્ટ્સ એન્કરમાંથી એક મયંતી લેંગર સાથે લગ્ન કર્યા છે. મયંતીએ ICC વર્લ્ડ કપ મેચ દરમિયાન અને VIVO IPL ટોક શોમાં સ્ટાર સ્પોર્ટ્સ માટે એક રિપોર્ટર તરીકે કામ કર્યું છે. મયંતી લેંગરે ફૂટબોલ શોમાં એન્કર તરીકે શરૂઆત કરી હતી.

મોર્ને મોર્કેલ-રોઝ કેલી:

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલે ડિસેમ્બર 2014માં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ રોઝ કેલી સાથે લગ્ન કર્યા હતા. રોઝ ઑસ્ટ્રેલિયાની ચેનલ 9 ની રિપોર્ટર છે. છ ફૂટ 4 ઇંચ ઊંચા મોર્કેલના લગ્નમાં તેના ઘણા દક્ષિણ આફ્રિકાના સાથીઓ શામેલ થયા હતા. લગ્ન પછી રોઝ કેલી સાઉથ આફ્રિકા શિફ્ટ થઈ ગઈ.

શેન વૉટસન-લી ફર્લાંગ:

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વૉટસને 29 મે 2010ના રોજ લી ફર્લાંગ સાથે લગ્ન કર્યા હતા. વૉટસનની પત્ની લી ફોક્સ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયાની પત્રકાર છે.

જવાગલ શ્રીનાથ – માધવી: ભૂ

તપૂર્વ ભારતીય ઝડપી બોલર જવાગલ શ્રીનાથે 1999માં જ્યોત્સના સાથે લગ્ન કર્યા હતા, પરંતુ પછી બંનેએ પરસ્પર સંમતિ સાથે છૂટાછેડા લીધા હતા. ત્યાર પછી તેમણે 2007માં પત્રકાર માધવી પત્રાવલી સાથે બીજા લગ્ન કર્યા. માધવી દેશના અગ્રણી રાષ્ટ્રીય અંગ્રેજી દૈનિક માટે કોપી એડિટર હતી. લગ્ન 13 ડિસેમ્બર 2007ના રોજ મૈસૂરમાં થયા હતા. લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના લોકો જ શામેલ થયા હતા.

શૉન માર્શ-રેબેકા ઓડોનોવન:

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શૉન માર્શે 2 એપ્રિલ 2015ના રોજ સુંદર રેબેકા ઓડોનોવન સાથે લગ્ન કર્યા હતા. રેબેકા ઓસ્ટ્રેલિયન ટેલિવિઝન ચેનલ 7 માટે પત્રકાર અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. આ કપલ હાલમાં 3 બાળકોના માતા-પિતા છે.

જસપ્રીત બુમરાહ-સંજના ગણેશન:

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે. લગ્ન 15 માર્ચે ગોવામાં એક ખાનગી સમારંભ દરમિયાન થયા હતા. સંજના ગણેશન 2013માં ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે. તે ‘સ્પ્લિટ્સવિલા’ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી ચૂકી છે. સંજનાએ શાહરૂખ ખાનની માલિકી વાળી ફ્રેન્ચાઇઝી KKR ડાયરીઝ પણ હોસ્ટ કરી છે.

માર્ટિન ગપ્ટિલ-લૌરા મેકગોલ્ડ્રીક:

બ્લેક કેપ્સ માર્ટિન ગુપ્ટિલે ઓકલેન્ડમાં એક ભવ્ય સમારંભમાં પોતાની શોબિઝ પ્રેમિકા લૌરા મેકગોલ્ડ્રીક સાથે લગ્ન કર્યા હતા. માર્ટિને 13 સપ્ટેમ્બર 2014ના રોજ લૌરા સાથે લગ્ન કર્યા છે. મેકગોલ્ડ્રીક સ્કાય સ્પોર્ટ્સ ન્યુઝીલેન્ડના પત્રકાર છે. ગુપ્ટિલ પહેલીવાર લૌરાને ત્યારે મળ્યો જ્યારે તે તેનું ઇન્ટરવ્યુ લેવા ગઈ હતી.

ઈમરાન ખાન-રેહમ ખાન:

હાલમાં પાકિસ્તાનના વડાપ્રધાન અને દેશની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાનનું દિલ પણ એક પત્રકાર પર આવ્યું છે. તેમણે 6 જાન્યુઆરી 2015ના રોજ બીબીસી ટીવી એન્કર રેહમ ખાન સાથે લગ્ન કર્યા છે. આ બંનેની ઉંમરમાં 20 વર્ષનો તફાવત હતો. ઈમરાન ખાને 30 ઓક્ટોબર 2015ના રોજ જણાવ્યું હતું કે તેના લગ્ન તૂટી ગયા છે

Leave a Reply

Your email address will not be published.