નારંગીના ફાયદા છે અદ્ભુત, તેના ફાયદા જાણીને તમે ચોક્ક્સ ખાવા લાગશો…
નારંગી ફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ ફળનો સ્વાદ થોડો ખાટો અને સહેજ મીઠો હોય છે. નારંગી સ્વાસ્થય માટે ફાયદાકારક પણ હોય છે અને આ ફળ ને જે લોકો ખાય છે તે લોકો ની ત્વચા,વાળ અને સ્વાસ્થય પર તેની સારી અસર પડે છે. નારંગી ખાવાના ફાયદા કયા કયા છે આવો જાણીએ.
હૃદય રહે ફિટ
નારંગીના ફાયદા અગણિત છે અને આ ફળ ખાવાથી હૃદય પર સારી અસર પડે છે. નારંગીની અંદર પોટેશિયમ અને ક્લોલિન જેવા તત્વો જોવા મળે છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે કાર્ય કરે છે. આ સિવાય આ ફળની અંદર ફોલેટ જોવા મળે છે, જે હોમોસ્ટીનને નિયંત્રણમાં રાખે છે અને આમ કરવાથી હૃદય યોગ્ય રીતે કાર્ય કરે છે.
આંખો માટે ફાયદાકારક
નારંગીનો ફાયદો આંખોની દ્રષ્ટિને ઝડપી કરવામાં અસરકારક સાબિત થાય છે. નારંગીમાં વિટામિન એ વધુ માત્રામાં જોવા મળે છે અને વિટામિન એ આંખો માટે સારું માનવામાં આવે છે. વિટામિન એ વાળી વસ્તુ ખાવાથી આંખોની રોશની બરાબર રહે છે.
આ સિવાય નારંગી ખાવાથી પણ મોતિયા થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે. તેથી,જે લોકોની આંખો નબળી છે તેઓએ ચોક્કસપણે આ ફળ ખાવું જોઈએ. આ ફળ ખાવાથી આંખોની રોશની સરખી થઈ જાય છે અને સાથે આખો નું રક્ષણ ઘણા પ્રકાર ના રોગોથી પણ થાય છે.
શુગર રહે કંટ્રોલમાં
ડાયાબિટીઝના દર્દીઓ માટે નારંગી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ બીમારીથી પીડાતા લોકો જો નારંગી ખાય,તો શરીરમાં શુગરનું સ્તર યોગ્ય બન્યું રહે છે.
ખરેખર સુગર ની બીમારી થી પીડાતા લોકો માટે ખાટી વસ્તુઓ ને સારી માનવામાં આવે છે. અને ખાટી વસ્તુઓ ખાવાથી ડાયાબીટીસ થવાનો ખતરો ઓછો થઈ જાય છે અને શરીરમાં શુગરનું સ્તર નિયત્રિત રહે છે.
વજન ઓછું કરે
નારંગીના ફાયદા વજન ઓછું કારવામાં પણ સંકળાયેલા છે અને આ ફળ ને ખાવાથી વજન આપોઆપ ઓછું થવા લાગે છે.ખરેખર નારંગી ની અંદર ફાયબર સારી માત્રા માં જોવા મળે છે અને આને ખાવાથી ભુખ વધારે નથી લાગતી.
ભૂખ ઓછી લાગવાથી તમારું વજન પોતાની જાતે ઓછું થવા લાગે છે. એટલા માટે જે લોકો ને પોતાનું વજન ઓછું કરવું છે એ લોકો પોતાના આહારમાં આ ફળ ને જરૂર ઉમેરવુ જોઈએ.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
નારંગી ખાવાના ફાયદા પ્રતિરક્ષા શક્તિ વધારવામાં ફાયદાકારક સાબિત થાય છે. વિટામિન સી વાળા ખોરાકને ખાવાથી,રોગપ્રતિકારક શક્તિ પર સારી અસર પડે છે.
અને રોગપ્રતિકારક શક્તિ વધવાથી શરીરની રક્ષા ઘણી ઘાતક બીમારીઓથી થાય છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે તો તમે આ ફળ ખાવ. દરરોજ આ ફળ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જશે.
બ્લડ પ્રેશર નિયંત્રિત રહે
બ્લડ પ્રેશરના દર્દી જો નારંગી ખાય તો બ્લડ પ્રેસર ને નિયત્રીત કરી શકાય છે. ખરેખર નારંગી ની અંદર સોડિયમ જોવા મળે છે અને સોડિયમ બ્લડ પ્રેસર ને ઓછું કરવામાં મદદ કરે છે. એટલા માટે જે લોકો ને હાઈ બ્લડ પ્રેસર ની બીમારી છે તે લોકો નારંગી ખાવ. આને ખાવાથી બ્લડ પ્રેસર કન્ટ્રોલ માં આવી જાય છે.
ચહેરો સુંદર બનાવે
નારંગીના ફાયદાઓ ચહેરાને સુંદર બનાવવા માટે ઉપયોગી છે. નારંગીનો ઉપયોગ કરવાથી ચહેરા પર સારી અસર પડે છે અને ચહેરાની રંગત સંપૂર્ણપણે નિખરી જાય છે. નારંગી નો ફેસ પેક તૈયાર કરવા માટે તમે નારંગી ના છાલ લઇ ને તેને સુકવી દો.
પછી તેની છાલ ને વાટી ને તેનો પાવડર બનાવી દો. આ પછી આ પાઉડર ની અંદર દુધ નાખી દો અને આ પેક ને ચેહરા પર લગાવી દો. આ પેક ચહેરા પર લગાવાથી ચહેરા ની રંગત સાફ થઈ જશે. આ સિવાય ચેહરા પરથી કરચલીઓ પણ દૂર થઈ જશે.
ખીલ થાય દૂર
નારંગી નો રસ ચહેરા પર લગાવાથી ખીલની સમસ્યા દૂર થઈ જાય છે. તમે નારંગી નો જ્યુસ નીકાળીને તેને રૂ ની મદદથી ચહેરા પર લગાવી દો અને આને 15 મિનિટ સુધી ચેહરા પર રહેવા દો. આ પછી સાફ પાણીની મદદથી તમારા ચેહરા ને સાફ કરી દો. તમારા ચહેરા પરથી ખીલ અને ખીલના દાગ સંપૂર્ણપણે દૂર થઈ જશે.
વાળ બને નરમ
નારંગીના ફાયદા ત્વચા સાથે સાથે વાળ સાથે પણ સંકળાયેલા છે. નારંગી નો રસ વાળ પર લગાવાથી વાળ એકદમ મુલાયમ થઈ જાય છે. આ સિવાય વાળ ખરવાનું પણ બંધ થઈ જાય છે. નારંગી નો હેયર પેક તૈયાર કરવા માટે તમે નારંગી ના રસ માં મધ નાખી દો. પછી આ મિશ્રણ ને તમારા વાળ મા લગાવી દો.
આ મિશ્રણ ને વાળ પર સારી રીતે સુકાવા દો અને પછી જ્યારે સુખાય જાય તો તમે તમારા વાળ ને પાણી થી ધોઈ નાખો. તમારા વાળ મુલાયમ થઈ જશે અને તમને કન્ડિશનર લગાવવાની પણ જરૂરત પણ નહીં પડે.
આ સિવાય નારંગી ખાવાથી પણ વાળ પર સારી અસર પડે છે. ખરેખર નારંગીની અંદર વિટામિન સી હોય છે અને વાળ માટે વિટામિન સી સારું માનવામાં આવે છે અને વિટામિન સી યુક્ત ખાવાનું ખાવાથી વાળની ગ્રોથ સારી રીતે થાય છે.