લીમડા ના કુણાં પાન નો રસ પિવાથી થાય છે ગજબ ના ફાયદા…

આપણા આયુર્વેદમાં મોટાભાગની બીમારીઓથી બચવા માટેના ઘરેલુ ઉપાયો જણાવવામાં આવ્યા છે. એમાંના ઘણા ઉપાયો તો આપણે ઘરે અજમાવતા પણ હોઈશું.

આપણે ચૈત્ર મહિનાના પહેલા અઠવાડિયામાં રોજ સવારે નરવા કોઠે એટલે કે ખાલી પેટે લીમડાનો રસ પણ પીવાથી ઘણા લાભ થાય છે. ચૈત્ર માસમાં લીમડાનાં ફુલ-કોર સહિત કુણાં

– કુણાં પાન લઇને થોડુ પાણી નાખીને વાટી ને કે મિક્સરમાં ક્રશ કરી તેનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. લીમડાનો રસ અડધાથી એક તોલો નરણા કોઠે સવારે પીવો જોઇએ.
લીમડો ખૂબ જ ગુણકારી હોય છે. ઘણા દર્દોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે તો તેને આખા દેશમાં “ગામનું દવાખાનું” કહેવામાં આવે છે.

તેના ઔષધીય ગુણધર્મોને કારણે ચાર હાજર વર્ષથી પણ વધારે સમયથી આયુર્વેદિક દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. લીમડાને સંસ્કૃતમાં ‘અરિસ્ટ’ પણ કહેવામાં આવે છે. જેનો મતલબ આવો થાય કે ‘ઉત્તમ અને સંપૂર્ણ’ અને કયારેય ખરાબ ન થાય તેવું.

લીમડાના રસ માં ડાયાબીટીસ, બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાના ગુણો હોય છે.
લીમડાના મૂળ, છાલ અને તેના કાચા ફળ અને પાનમાં શક્તિશાળી રોગ દુર કરવાના ગુણ જોવા મળે છે. લીમડાની છાલ ખાસ કરીને મેલેરિયા અને ચામડીને લગતી બીમારીમાં ખુબ જ ઉપયોગી હોય છે. લીમડાના પાન ભારતની બહાર લગભગ 34 દેશોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેના પાનમાં રહેલા ગુણો બેક્ટેરિયા, ખીલ, ફોલ્લીઓ, ખરજવું, ખંજવાળ આવી અનેક તકલીફોને દુર કરવામાં મદદ કરે છે.
લીમડાના પાનનો રસ પીવાથી લોહી શુદ્ધ થાય છે. તેનાથી ચહેરાની સુંદરતા વધે છે. કેમ કે સ્કિનમાં લોહીનું સર્ક્યુલેશન સારી રીતે થવાથી ચહેરા ઉપર ચમક આવે છે. લીમડાના પાનને પાણીમાં નાખીને તે પાણીથી સ્નાન કરવું ખૂબ જ લાભદાયક છે.

ડાયાબીટીસ માટેનો રામબાણ ઇલાજ લીમડો છે. સવારે ઉઠ્યા પછી લીમડાનો રસ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત રહેશે.

લીમડાના પાનનો રસ લઈને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખી શકાય છે.
પેટના રોગોને દૂર કરવા માટે લીમડાના રસમાં મધ અને કાળા મરી નાખીને મિશ્રણ બનાવવું અને તે પીવાથી પેટ સંબંધિત રોગો દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *