
એક્ટિંગની દુનિયામાં જવા માટે સારું દેખાવું અને સારો લૂક ખૂબ જ જરૂરી છે. જો તમે યંગ છો તો તમારી પાસે ઘણું કામ રહેશે. પરંતુ જેમ તમારી ઉંમર વધવા લાગશે તમને આ ફિલ્ડમાં કામ મળવું મુશ્કેલ થઈ જશે. ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ યંગ દેખાવા માટે મોંઘા મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.
વધતી ઉંમરની અસર તમારા પાત્ર પર પણ જોવા મળે છે. પહેલા તમને લીડ રોલ મળતા હતા તો પછી તમને સાઈડ રોલ મળવા લાગે છે. આવી સ્થિતિમાં યંગ દેખાવું ખૂબ જ જરૂરી બની જાય છે.
તો આજે અમે તમને ટીવીની આવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ તેમની વધતી ઉંમર સાથે વધુ સુંદર બની રહી છે. તેમની તસવીરો જોઈને તમે પણ તેમની ઉંમરનો અંદાજ લગાવી શકશો નહિં
મંદિરા બેદી:
મંદિરા બેદી આ નામ અને આ મહિલાને કોણ નથી ઓળખતું. ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ થી લઈને આજ સુધી મંદિરા હુસ્ન કી મલ્લિકા દેખાઈ છે. તમે તેની ફીટનેસને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઈ શકો છો. તે ઘણીવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
શ્વેતા તિવારી:
શ્વેતા તિવારીએ શો ‘કસૌટી જિંદગી કી’ શો દ્વારા લાખો યુવાનોના દિલ પર રાજ કર્યું હતું. આજે પણ શ્વેતા તિવારી પહેલાની જેમ યંગ અને સુંદર લાગી રહી છે. તેમને જોઈને કોઈ એમ કહી શકતું નહીં કે તે બે બાળકોની માતા છે. આજે તે 40 વર્ષની થઈ ચુકી છે. આજે પણ તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે.
અનીતા હસનંદાની:
અનીતા હસનંદાની ટીવીની દુનિયાનો ખૂબ મોટો ચહેરો છે અભિનેત્રી અનિતા હસનંદાની તાજેતરમાં જ માતા બની છે. તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે આ ઈન્ડસ્ટ્રી તેને એક માતા અને અભિનેત્રી તરીકે જુએ છે. અનિતા આજે પણ ખૂબ યંગ દેખાઈ છે. તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
જેનિફર વિંગેટ:
જેનિફર વિંગેટ તેની કારકિર્દીમાં ઘણી હિટ ટીવી સિરિયલો આપી ચુકી છે. તેના નેગેટિવ રોલ અને સુંદરતા માટે પ્રખ્યાત, જેનિફરની આ તસવીર તમને ઘણીવાર વિચારવા પર મજબૂર કરી દેશે કે એમની ઉંમર કેટલી હશે.
આમના શરીફ:
આમના શરીફને કહીં તો હોગાથી ઓળખ મળી હતી. આ શોથી તેને ભારતના ઘર ઘરમાં ઓળખ મળી હતી. આમના શરીફ આજે 39 વર્ષની છે, પરંતુ તેની ફીટનેસ જોઈને આ વાતનો અંદાજ લગાવી શકતો નથી. તમે તેની સુંદર તસવીરો ગૂગલ પર જોઈ શકો છો.
ઉર્વશી ઢોલકિયા:
‘કસૌટી જિંદગી કી’માં સૌથી યાદગાર નેગેટિવ પાત્ર નિભાવનારી કમોલિકા એટલે કે ઉર્વશી ઢોલકિયા ધોળકિયા પણ તેની સુંદર તસવીર પોસ્ટ કરતી રહે છે. અભિનેત્રી હાલ 41 વર્ષની છે અને તે બે પુત્રોની માતા પણ છે.
અચિંત કૌર:
સીરીયલ જમાઈ રાજામાં નિયા શર્માની માતાની ભૂમિકા નિભાવનાર અચિંત કૌર પણ ખૂબ જ યંગ દેખાય છે. તે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેર કરતી રહે છે. તે પોતાની બોલ્ડ તસવીરો ને પોસ્ટ કરવાને કારણે પણ ઘણીવાર ચર્ચામાં રહે છે.