બોલીવુડની આ અભિનેત્રીઓ એ એવા ટેટુ બનાવ્યા છે કે તે લોકો જોઇને એવુ કહી રહ્યા છે કે…

બોલીવુડ હોય કે ટીવિની દુનિયાના સ્ટાર્સ બધાને ટેટુનો શોખ છે. આજકાલ સેલેબ્સના શરીર પર ટેટૂ હોવું એક ફેશન બની ગઈ છે. આવી સ્થિતિમાં ટીવીની અભિનેત્રીઓમાં ટેટૂ બનાવવું ખૂબ જ ફેમસ થઈ રહ્યું છે. આમાંની કેટલીક અભિનેત્રીઓના ગળા પર ટેટૂ બનાવ્યું છે તો કોઈકે પગમાં ટેટુ બનાવ્યું છે. જોકે આ અભિનેત્રીઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ટેટૂ બતાવતા જોવા મળે છે. તો આજે અમે તમને આ પોસ્ટ દ્વારા તે ટીવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમણે તેમના શરીર ઉપર ખાસ ટેટુ બનાવ્યા છે.

જેનિફર વિંગટ: જેનિફર હંમેશાં તેની સ્ટાઇલિશ અને હોટ સ્ટાઇલ માટે સોશિયલ મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. સાથે તેનું ટેટૂ પણ હંમેશા ચર્ચામાં રહે છે. ખરેખર જેનિફરે તેના શરીર પર હકુના મટાટા લખાવ્યું છે, જેનો અર્થ છે બેફીકર. જોકે જેનિફર ટીવીની સૌથી બિંદાસ અભિનેત્રી છે.

અનિતા હસનંદાની: ટીવીની નાગીન તરીકે ઓળખાતી અભિનેત્રી અનિતા હસનંદનીને પણ ટેટૂનો ખૂબ શોખ છે. તેણે પોતાના કાંડા પર આર અક્ષરનું ટેટું બનાવ્યું છે. ખરેખર આ તેના જીવનસાથીના નામનો પહેલો અક્ષર છે. જણાવી દઈએ કે અનિતાના પતિનું નામ રોહિત રેડ્ડી છે.

કવિતા કૌશિક: ટીવી અભિનેત્રી કવિતા કૌશિકને પણ ટેટૂનો ખૂબ શોખ છે. કવિતાએ તેની પીઠ પર ભગવાન શિવનું ટેટૂ બનાવ્યું છે, તો તેની કમર પર શ્રીકૃષ્ણનું ટેટુ બનાવ્યુ છે. ઘણી વાર કવિતા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ ટેટૂઝ ફ્લોંટ કરતી જોવા મળે છે.

રશ્મિ દેસાઇ: પ્રખ્યાત ટીવી અભિનેત્રીઓમાંની એક રશ્મિ દેસાઇને કોણ નથી ઓળણતું? રશ્મિ દેસાઇ તેની સુંદર એક્ટિંગ માટે જાણીતી છે. સાથે તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને તેની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. ટેટુની વાત કરીએ તો આ બાબતમાં રશ્મિ કોઈથી પાછળ નથી. જણાવી દઈએ કે રશ્મિએ તેના ડાબા પગ પર કમળના ફૂલનું ટેટૂ બનાવ્યું છે. રશ્મિ ઘણીવાર પોતાનું ટેટૂ ફ્લોંટ કરતી જોવા મળે છે.

દેવોલિના ભટ્ટાચાર્ય: ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયાથી ઘર ઘરમાં પોતાની અલગ ઓળખ બનાવનારી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જોકે તે ઘણી તસવીરોમાં પોતાના ટેટૂઝ ફ્લોંટ કરતી જોવા મળે છે. અભિનેત્રીએ તેની કમર, ગરદન અને હાથ પર ટેટુ બનાવ્યા છે. દેવોલિનાએ ગરદન પર ઈનફિનિટી સાઈનનું ટેટૂ બનાવ્યું છે, જેમાં ફેથ અને ફેમિલી લખાવ્યું છે. તેનો અર્થ છે વિશ્વાસ અને કુટુંબ. સાથે તેણે તેના હાથ પર ૐ લખાવ્યું છે.

અદા ખાન: અદા ખાન પણ એક ટેટૂની શોખીન અભિનેત્રી છે, જેણે કાંડા પર તેની માતાના નામનું ટેટૂ કરાવ્યું છે. અદા તેની સ્ટાઇલ અને ફેશનને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.

અવિકા ગૌર: ટીવી ઇન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અભિનેત્રીના લિસ્ટમાં ટોપ પર રહેલી અવિકા ગૌરને પણ ટેટૂનો ખૂબ શોખ છે. અવિકાએ તેના ખભા પર, ગળાના પાછળના ભાગમાં, કાંડા અને પગ પર ટેટૂ કરાવ્યા છે. આ ટેટૂઝને ફ્લોંટ કરતા અવિકા ખૂબ સુંદર લાગે છે.

કરિશ્મા તન્ના: ટીવીની હોટેસ્ટ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ કરિશ્મા તન્નાનું ટેટૂ પણ ખૂબ ખાસ છે. તેણે તેના ડાબા હાથના કાંડા પર ટેટુ બનાવ્યું છે. આ સિવાય કમર પર પણ એક મોટું ટેટુ બનાવ્યું છે.

પવિત્ર પુણિયા: બિગ બોસ ફેમ અભિનેત્રી પવિત્રા પુનિયાના ટેટૂને પણ તેના ચાહકો ખૂબ પસંદ કરે છે. ખરેખર પવિત્રાએ તેની પીઠ પર ચક્ર વાળું ટેટુ બનાવ્યું છે.

આશકા ગોરાડિયા: ફિટનેસ ફ્રીક અભિનેત્રી આશકા ગોરાડિયાને પણ ટેટૂનો ખૂબ શોખ છે. આશ્કાએ તેના જમણા હાથની કાંડા પર શિવના ત્રિશૂળનું ટેટૂ બનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *