દયા ભાભી એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શો ને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, હવે હુ નહી કરુ….

સોની સબ ટીવીનો જાણીતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોના દિલ પર હંમેશા રાજ કરતો આવ્યો છે. પરંતુ તેમ છતાં જેઠાલાલનો પરિવાર દયાબેન વિના હંમેશા અધૂરો અધૂરો લાગે છે.

તારક મહેતાના ફેન્સ છેલ્લાં ચાર વર્ષોથી દયાબેનનો રોલ કરનાર અભિનેત્રી દિશા વાકાણીના શોમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેમના માટે એક ખરાબ સમાચાર છે.

ઘણી વાતચીત પછી દિશા વાકાણીએ શોને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે. એટલે ટૂંક સમયમાં દર્શકોને નવા દયાબેન શોમાં વાપસી કરતા જોવા મળશે.

તારક મહેતાના પ્રોડ્યુસર્સ અસિત મોદી અને નીલા ટેલીફિલ્મ્સ હંમેશાથી એમ માનતા આવ્યા છે કે આ સીરિયલના દરેક રોલ મહત્વપૂર્ણ ખાસ છે. આથી સીરિયલના સેટ પર દરેકને એક જેવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

તેની પહેલાં પણ સીરિયલના અનેક કલાકારોએ મેટરનિટી બ્રેક લીધો હતો અને ફરી શોમાં વાપસી કરી હતી. તે કલાકારો માટે આપવામાં આવેલ સુવિધાઓથી અલગ અને વધારે સુવિધા આપવાની અભિનેત્રી દિશાની ડિમાન્ડને મેકર્સ તરફથી શરૂઆતમાં રિજેક્ટ કરી દેવામાં આવી હતી.

થોડાક દિવસ પહેલાં કર્યું હતું શૂટ:
પહેલીવાર કંઈ વાત ન થયા પછી ફરી એકવાર દિશા વાકાણીએ મેકર્સ સાથે વાત કરવાનો પ્રાસ કર્યો હતો. જેથી તે શોમાં પાછી ફરી શકે. તેમની એન્ટ્રીને લઈને યોગ્ય સમય અને કહાની પણ લખવામાં આવી રહી હતી. દિશાએ વચ્ચે થોડાક દિવસ શૂટિંગ કર્યું હતું.

સીનમાં તે પોતાના પરિવાર એટલે જેઠાલાલ, પુત્ર અને ગોકુલધામના અન્ય પાડોશીઓ સાથે ફોન પર વાત કરી રહી છે અને બધાને આશ્વાસન આપી રહી હતી કે તે ટૂંક સમયમાં ગોકુલધામ પાછી આવશે. પરંતુ હવે તે બિલકુલ અશક્ય છે.

2017માં શોમાંથી લીધો હતો મેટરનિટી બ્રેક:
કોરોનાના કારણે લોકડાઉન પછી પ્રોડ્યુસર્સ અને દિશા વાકાણીની વચ્ચે કેટલીક વસ્તુને લઈને જે છેલ્લી વાતચીત થઈ. તે વાતચીતમાં દુર્ભાગ્યથી કોઈ વાત બની શકી નહીં.

આ કારણે દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને હંમેશા માટે અલવિદા કહેવાનો નિર્ણય કરી લીધો છે. હવે દિશા વાકાણીની જગ્યાએ શોમાં નવી દયાબેન શોમાં એન્ટ્રી કરી શકે છે. દિશા વાકાણીએ 2017થી શોમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *