બોલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયા સ્ટાઇલિશ લુકમા બસ ચલાવી હતી, તેનો વિડિયો થયો વાયરલ….

અભિનેત્રી તમન્ના ભાટિયાએ સાઉથ સિનેમાથી તેની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ હવે તે હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળે છે. એટલે કે તમન્ના ભાટિયા સાઉથની સાથે સાથે હિન્દી ફિલ્મોની પણ જાણીતી અભિનેત્રી બની ચુકી છે. આવી સ્થિતિમાં અભિનેત્રી ઘણીવાર પોતાના સ્ટાઇલિશ લુકને કારણે ચર્ચામાં રહે છે.

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તમન્ના કોરોનાનો શિકાર બની હતી, જોકે હવે તે સ્વસ્થ થઈને તેના કામ પરત ફરી છે. આ દરમિયાન અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ચાહકો ચોંકી ઉઠ્યા છે કેમ કે વીડિયોમાં તમન્ના બસ ચલાવતી જોવા મળી રહી છે.

જાણો શા માટે તમન્નાને ચલાવી પડી બસ: ખરેખર, તમન્નાએ આ વીડિયો તેના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી ચાહકો સાથે શેર કર્યો છે, આવી સ્થિતિમાં અભિનેત્રીનો આ વીડિયો આજકાલ હેડલાઇન્સમાં છે. વીડિયોમાં તમન્નાની બિંદાસ સ્ટાઈલ જોવા મળી, જે ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. રસ્તા પર બસ ચલાવતા સમયે તમન્નાએ કોવિડથી બચાવવા માટે માસ્ક પણ પહેર્યું હતું.

જણાવી દઈએ કે તમન્ના તેની આગામી ફિલ્મ માટે બસ ચલાવવાનું શીખી રહી છે. આવી સ્થિતિમાં, તમન્ના તેના વીડિયોમાં એકદમ પરફેક્ટ સ્ટાઈલમાં બસ ચલાવતી જોવા મળી રહી છે. આ વીડિયો સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે કામ માટે કાર ચલાવીએ છીએ ત્યારે ખૂબ જ મેનસ્ટ્રીમની અનુભૂતિ થાય છે. આ વીડિયો જોઈને તમન્નાના ચાહકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. અભિનેત્રી ધમાકેદાર સ્ટાઇલમાં બસ ચલાવતી જોવા મળી રહી છે. તેની આ સ્ટાઇલ જોઈને કહી શકાય છે કે અભિનેત્રીએ બસ ચલાવવ માટે ખૂબ જ મહેનત કરી છે. તેનું ડ્રાઇવિંગ જોઇને તેના ચાહકો પણ તેનાથી ખૂબ ઈંપ્રેસ થઈ રહ્યા છે અને પ્રસંશા કરતા થાકી રહ્યા નથી.

આવી રહી તમન્ના ભટિયાની ફિલ્મી કારકિર્દી:

જણાવી દઈએ કે તમન્નાએ માત્ર 15 વર્ષની ઉંમરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે તેની આ ફિલ્મ ચાંદ સા રોશન ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ તેણે ક્યારેય હિંમત ન હારી અને સતત આગળ વધતી રહી. આ પછી તમન્ના ભાટિયાએ કેટલાક વીડિયો આલ્બમમાં પણ કામ કર્યું, ત્યાર પછી તે તેલુગુ અને તમિલ ફિલ્મો તરફ વળી. વર્ષ 2005 માં તેણે ફિલ્મ શ્રીમાં કામ કર્યું, ત્યાર પછી ટેલેંટના આધારે તેને ઘણી ફિલ્મો મળી અને ટૂંક સમયમાં સાઉથની સુપરસ્ટાર બની ગઈ.

સાઉથની ફિલ્મોમાં સફળતા મેળવ્યા પછી, તે 2013 માં હિન્દી ફિલ્મો તરફ વળી અને અજય દેવગનની સાથે ફિલ્મ હિમ્મતવાલામાં કામ કર્યું. આ પછી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ હમશકલ અને એન્ટરટેનમેન્ટમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા નિભાવી હતી. ધીરે ધીરે તમન્નાહ ભાટિયાનું સ્ટારડમ બનતું ગયું.

જોકે તમન્ના તે સમયે ચાહકોની વચ્ચે સૌથી વધુ પોપ્યુલર બની હતી, જ્યારે તેણે પ્રભાસની સાથે ફિલ્મ બાહુબલીમાં કામ કર્યું હતું. આ ફિલ્મની જબરદસ્ત સફળતાએ તમન્નાહ ભાટિયાની કારકિર્દીને ટોચ પર પહોંચાડી દીધી. આ ફિલ્મમાં તમન્નાની એક્ટિંગની ખૂબ પ્રસંશા કરવામાં આવી. જણાવી દઈએ કે તાજેતરમાં તમન્ના કોઈ મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. તેમાં તેનો એક પ્રોજેક્ટ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે બોલે ચુડિયા પણ છે. આ ફિલ્મમાં તમન્ના નવાઝ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *