તમારા નખ પણ જણાવી દે છે મોટી બીમારીના સંકેતો, જાણો તે કઇ રીતે ???

નખએ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નખ તમારી સુંદરતા વધારવામાં મદદ કરે છે. છોકરીઓ તો નખમાં નવી નવી ડિઝાઇન કરીને નખની સુંદરતા વધારે છે. નખની સપાટી પરથી વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિનો ખ્યાલ આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, હાથના નખના રંગ તમારા શરીરમાં રોગ હોવાનું સૂચવે છે.

શરીરમાં કોઈ પણ પ્રકારની કોઈ બીમારી થતા પહેલા આપણને શરીર ઘણા સંકેત આપે છે. એવામાં નખનો રંગ બદલવો ઘણી ગંભીર બીમારીઓ થવાનો સંકેત આપે છે. ઘણા લોકોના નખ નો રંગ બદલાઈ જાય છે, પરંતુ એના પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. તમે તમારા નખના રંગ દ્વારા શરીરમાં થતા રોગો વિષે પણ જાણી શકો છો. આજે અમે તમને નખના બદલાતા રંગને કારણે થતા ગંભીર રોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

નખમાં ઇન્ફેક્શન થવાને કારણે નખમાં ખંજવાળ તેમજ પરસેવો થવા લાગે છે જે કારણોસર નખમાં સતત બળતરા થાય છે અને ઇન્ફેક્શનનુ પ્રમાણ વધી જાય છે. આ સાથે જ નખમાં ઇન્ફેક્શન થવાને કારણે નખની ચામડીનો રંગ બદલાઇ જાય છે અને ત્વચામાં પણ ફેરફાર થવા લાગે છે. ઇન્ફેક્શન થવાને કારણે નખની આસપાસ લાલ થઇ જાય છે અને સોજો આવે છે. સામાન્ય રીતે આ સમસ્યા દૂષિત પાણીને કારણે થાય છે. આજે અમે તમને નખના બદલતા રંગ કેવા પ્રકારની ગંભીર બીમારી થવાનો સંકેત આપે છેતેના વિશે જણાવીશું. તો ચાલો જાણી લઈએ નખના રંગ પરથી રોગો વિશે.

કમજોર નખ :-

 સુકા નખ, નિર્જીવ નખ, નબળા નખ વગેરે થાઇરોઇડ અને ફંગલ ચેપ તરફ ઈશારો કરે છે. આ એક રીતે ફૂગનો પણ પ્રકાર હોય શકે છે, જેનાથી સ્કિન અથવા ચહેરા પર હાથ લગાવવાથી ફોલ્લીઓ થઇ શકે છે.

મોટા નખ :- 

નખ મોટા, પીળા અને ન વધવાના કારણે ફંગલ ઇન્ફેકશન થાય છે. અને સાથે જ આ સ્થિતિ ને ગંભીરતા થી ન લેવામાં આવે તો આ ડાયાબિટીસ, ફેફસા માં ઈન્ફેકશન, ખરજવું અને સીરોઈ વગેરે થવાનું કારણ બને છે.

સફેદ પેચ :-

 નખનો રંગ તેજીથી ભૂરો અને ડીપ હોવો થાઈરોઈડ અને કુપોષણ ની નિશાની છે. એવા માં પુરતું પોષણ ન મળવાથી નખ પર સફેદ સફેદ રંગ ના પેચ એટલે કે સફેદ રંગના દાગ જોવા મળે છે. એવું ખાસ કરીને આયરન ની અછત ના કારણે થાય છે.

પીળો રંગ :-

 ઘણીવાર ફંગલ ઇન્ફેકશન અને સિરોસીસ ને કારણે નખ નો કલર પીળો પાડવા લાગે છે. એ સિવાય આપણી બોડી ની જેમ નખ પણ શ્વાસ લે છે. એવા માં એને પૂરી રીતે ઓક્સીજન ન મળે તો એનો રંગ સફેદ રહેતો નથી અને બદલીને બ્લુ અથવા ગ્રે રંગના થવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *