સુપરસ્ટાર સલમાન ખાન છે અધધ સંપત્તિના માલિક, જીવે છે રાજાઓ જેવું જીવન !!!

Spread the love

ટોપ ફિલ્મો કરવાની સાથે સાથે સુપરસ્ટાર સલમાન ખાન પણ કમાણીની બાબતમાં સૌથી આગળ છે. સલમાન માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેની લાઇફસ્ટાઇલને લઈને પણ સમાચારોમાં રહે છે.

સલમાન એક ફિલ્મ માટે લગભગ 40 થી 50 કરોડ લે છે તો જાહેરાતો દ્વારા એક વર્ષમાં લગભગ 200 કરોડની કમાણી કરે છે. ખાસ વાત એ છે કે સલમાન પોતાની કમાણીનો મોટો ભાગ દાન પણ કરે છે. તો ચાલો જાણીએ કે સુપરસ્ટાર સલમાન ખાન કેટલી સંપત્તિના માલિક છે?

જણાવી દઈએ કે, સલમાન ખાન બોલિવૂડના એવા અભિનેતા છે જે અન્ય કલાકારોની સરખામણીમાં ફિલ્મ કરવા માટે મોટી રકમ લે છે. આ સાથે તે જાહેરાતો અને રિયાલિટી શોઝથી પણ સારી કમાણી કરી લે છે.

એક રિપોર્ટ મુજબ સલમાન જાહેરાતો અને બિગ બોસથી એક વર્ષમાં લગભગ 130 કરોડની કમાણી કરે છે. આવી સ્થિતિમાં જાહેરાતો, રિયાલિટી શો અને ફિલ્મોમાંથી સલમાનની વર્ષભરની કમાણી લગભગ 200 થી 300 કરોડ રૂપિયા છે.

સલમાન પાસે ઘણી મોંઘી કારનું કલેક્શન છે, જેમાં મર્સિડીઝ, ઓડી, રોલ્સ રોય અને BMW જેવી ઘણી મોટી બ્રાન્ડની કાર છે.

રિપોર્ટ મુજબ સલમાન પાસે રહેલી આ કારની કિમત 40 કરોડ આસપાસ છે. આ ઉપરાંત દબંગ ખાન પાસે નોઇડા, મુંબઇ, ચંદીગઢ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં મોટા બંગલા અને હાઉસિંગ પ્રોપર્ટી છે.

જણાવી દઈએ કે, મુંબઈમાં તેમના ગેલેક્સી એપાર્ટમેન્ટની કિંમત 114 કરોડ રૂપિયા છે. સલમાન પાસે ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘર છે. આવી સ્થિતિમાં જો વાત કરવામાં આવે સલમાન ખાનની કુલ સંપત્તિ વિશે, તો તે લગભગ $ 210 મિલિયન એટલે કે 1480 કરોડની સંપત્તિના માલિક છે.

સલમાન ખાનને સાઈકલ ચલાવવાનો પણ ખૂબ શોખ છે. તે ઘણીવાર મુંબઈના રસ્તા પર સાઈકલ ચલાવતા જોવા મળે છે. સલમાન પાસે જાયન્ટ પ્રોપેલ 2014 XTC4 બ્રાન્ડની સાયકલ છે જેની કિંમત 32 લાખ છે. સલમાનની આ સાઈકલ દુનિયાની સૌથી લક્ઝરી સાઈકલમાં સામેલ છે.

આ ઉપરાંત સલમાનને સ્પોર્ટ્સ બાઇક પણ પસંદ છે. તેની પાસે સ્પોર્ટ્સ બાઇકનું સારું કલેક્શન છે જેમાં સુઝુકી હયાબુસા જેની કિંમત 15 લાખ રૂપિયા, યામાહા આર 1 જેની કિંમત 15.6 લાખ રૂપિયા છે, સુઝુકી ઇન્ટ્રુડર ઇન્ટ્રુડર એમ 1800 જેની કિંમત 16 લાખ રૂપિયા અને સુઝુકી જીએસએક્સ-આર 1000z ની કિંમત 16 લાખ રૂપિયા છે.

મોંઘી કાર, સાયકલ અને બાઇક ઉપરાંત સલમાન પાસે એક સ્પેશિયલ યાટ પણ છે જેની કિંમત 3 કરોડ છે. સલમાને તેના 50 ના જન્મદિવસ પર આ પ્રાઈવેટ યાટ પોતાને ગિફ્ટ કર્યું હતું. કહેવાય છે કે જ્યારે સલમાન ખાન કામથી ફ્રી થતો હતો ત્યારે તે આ યાટ પર તેના મિત્રો સાથે પાર્ટી કરતો હતો.

જણાવી દઈએ કે, સલમાન ખાન ‘બીઈંગ હ્યુમન’ ક્લોથીંગ બ્રાન્ડના માલિક પણ છે. આ કંપની દ્વારા તે દર વર્ષે લગભગ 235 કરોડનો બિઝનેસ કરે છે. સલમાન આ કંપનીના નફામાંથી 8 થી 10 ટકા દાનમાં આપે છે.

આ ઉપરાંત સલમાનનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે જેની શરૂઆત તેણે વર્ષ 2015 માં કરી હતી. આ પ્રોડક્શન દ્વારા સલમાન ખાને પહેલી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ બનાવી હતી જે સુપરહિટ સાબિત થઈ. એક રિપોર્ટ મુજબ આજના સમયમાં આ બ્રાન્ડની કિંમત 100 કરોડથી વધુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *