આવી લકજુરિયસ લાઇફ જીવે છે બોલીવુડ અભિનેતા સોનુ સૂદ, જુઓ તેની સુંદર તસવીરો…

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા સોનુ સૂદ તેની સુંદર એક્ટિંગ માટે જાણીતા છે. તેણે પોતાની મહેનત અને ક્ષમતાથી સારું નામ કમાવ્યું છે.

સોનુ સુદ મોગાથી મુંબઇ તેના સપના પૂરા કરવા માટે આવ્યા હતા, જેને તેણે પોતાની સ્ટાઈલથી પૂર્ણ કર્યા છે. તેઓએ સાબિત કર્યું છે કે જો વ્યક્તિ ઈચ્છે, તો તે બધું કરી શકે છે. ઘણા લાંબા સંઘર્ષ પછી સોનૂ સૂદે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં સારું સ્થાન મેળવ્યું છે.

જણાવી દઇએ કે કોરોના વાયરસ મહામારી દરમિયાન લોકડાઉનમાં સોનુ સૂદે લાખો લોકોને વિવિધ રીતે મદદ કરી હતી, ત્યાર પછી ફિલ્મી પડદાનો વિલન રિયલ લાઈફમાં હીરો બની ગયો.


સોનુ સૂદ પાસે જ્યારે જરૂરિયાતમંદ વ્યક્તિ મદદ માંગે છે, ત્યારે તેની મદદ માટે અભિનેતા તરત સામે આવે છે. સોનુ સૂદની સખત મહેનતે જ આજે તેમને એટલા સક્ષમ બનાવ્યા છે. જોકે હાલમાં અભિનેતાની ચર્ચા તેમના ઉમદા કાર્યો માટે દેશભરમાં કરવામાં આવી રહી છે,

પરંતુ આજે અમે તમને સોનુ સૂદની લાઈફસ્ટાઈલ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. સોનુ સૂદ ખૂબ જ લક્ઝરી લાઈફ જીવે છે. સોનૂ સૂદના ચાહકો એ જરૂર જાણવા ઇચ્છશે કે અભિનેતા કઈ મોંઘી ચીજોના માલિક છે.

આજે અમે તમને એવી પાંચ ચીજો જણાવવા જઈ રહ્યા છીએ જેને સોનૂ સૂદે પોતાની મહેનતથી ખરીદી છે.

 

2600 ચોરસ ફૂટનું મુંબઈના અંધેરીમાં છે લક્ઝુરિયસ ઘર:

જણાવી દઈએ કે કારકિર્દીના શરૂઆતના દિવસોમાં જ્યારે સોનુ સૂદ તેની પત્ની સોનાલી સાથે મુંબઇ આવ્યા હતા, ત્યારે તે અંધેરીમાં એક ભાડેના ફ્લેટમાં રહેતા હતા.

સોનુ સૂદ પાસે આજે મુંબઈના અંધેરીમાં 2600 સ્ક્વેર ફીટમાં બનેલો 4 બીએચકે એપાર્ટમેન્ટ છે, જ્યાં તે તેની પત્ની અને બે પુત્રો સાથે રહે છે. સોનુ સૂદે આ એપાર્ટમેન્ટની રચના વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરી છે. રિપોર્ટ અનુસાર, અભિનેતાના એપાર્ટમેન્ટની કિંમત 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

 

પોર્શ પૈનામેરા: સોનુ સૂદ પાસે એક પોર્શ પૈનામેરા છે જેની કિંમત 1.3 કરોડથી બે કરોડ વચ્ચે છે. આ લક્ઝુરિયસ કારમાં 5 લોકો આરામથી બેસી શકે છે.

આ ગાડીમાં 3.0-લિટર વી 6 ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિનથી છે જે 250bhp ની મહત્તમ શક્તિ ઉત્પન્ન કરે છે. સોનુ સૂદ આ ગાડીનો ઉપયોગ કોઈ ખાસ ઈવેંટમાં જવા માટે કરે છે.

 

હોમ ટાઉન મોગામાં સોનુ સૂદનું ઘર:

સોનુ સૂદનું હોમ ટાઉન પંજાબના મોગા શહેરમાં 5000 ચોરસ ફૂટમાં બંધાયેલું એક સુંદર ઘર છે. અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે સોનુ સૂદે પંજાબ વાળા ફેમિલી હોમનું રિનોવેશન તાજેતરમાં જ કરવયું છે, જેમાં લગભગ 20 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

 

શક્તિ સાગર પ્રોડક્શન હાઉસ:

સમાચાર અનુસાર એવું કહેવામાં આવે છે કે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે વર્ષ 2016 માં પોતાનું એક નવું પ્રોડક્શન હાઉસ ખોલ્યું હતું, જેનું નામ તેમણે “શક્તિ સાગર” રાખ્યું છે. રિપોર્ટ અનુસાર તેના પ્રોડક્શન પર સોનુ સૂદે 1.7 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

 

ઓડી Q7:

સોનૂ સૂદ પાસે લક્ઝરી કાર ઓડી Q7 છે, જેની કિંમત 60 થી 80 લાખ રૂપિયા છે. આ લક્ઝરી કારમાં 3500 સીસીનું એન્જિન છે, જે 258bhp ની મહત્તમ શક્તિ ઉત્પન્ન કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *