
હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર તેની ફિલ્મો કરતા વધારે પોતાની ફેશન સ્ટાઇલને કારણે હેડલાઇન્સમાં રહે છે. બોલીવુડમાં તેની ફેશનની ખૂબ જ ચર્ચા થાય છે અને તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેશનિસ્ટા કહેવામાં આવે છે. ઘણીવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં તેમની સુંદર સ્ટાઈલ જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર ચાહકો સોનમ કપૂરની તસવીરો પર ખૂબ પ્રેમ લૂટાવે છે, પરંતુ કેટલીકવાર તેની તસવીરોના કારણે તેને ટ્રોલ પણ થવું પડે છે. ટ્રોલરો તેને નિશાન બનાવે છે અને ફરીથી સોશ્યલ મીડિયા પર કંઈક આવું જ થયું છે. તેની તાજેતરની તસવીરો લોકોને બિલકુલ પસંદ આવી રહી નથી.
હાલમાં સોશિયલ મીડિયા પર સોનમ કપૂરના તાજેતરના ફોટોશૂટની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફોટોશૂટમાં તેના બોલ્ડ લૂક જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ચાહકો તેના પર વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. કોઈ તેના માટે તેમની પ્રશંસા કરી રહ્યા છે, તો કોઈ તેમને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
ખરેખર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી સોનમ કપૂરે તાજેતરમાં જ તેના નવા ફોટોશૂટની તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તમે જોઈ શકો છો કે સોનમ કપૂરે ‘હાર્પર્સ બાઝાર ઇન્ડિયા મેગેઝિન’ માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ વાત તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણે આ મેગેઝિનના આઠ ફોટોશૂટ પોસ્ટ કર્યા છે.
તસવીરોમાં જોઇ શકાય છે કે સોનમ કપૂરનો લુક ખૂબ જ બોલ્ડ અને હોટ છે. તેણે દરેક ફોટોશૂટમાં ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. તે અલગ-અલગ ફોટોશૂટમાં અલગ-અલગ પોઝ આપી રહી છે, અને તેના કારણે ટ્રોલર્સે તેની ક્લાસ લગાવી છે.
જણાવી દઈએ કે સોનમ કપૂરે ‘હાર્પર્સ બાઝાર ઈંડિયા મૈગઝિન’ ની 12 મી એનિવર્સરી પર આ ખાસ ફોટોશૂટ કરાવ્યું છે. સોનમને તેના ફોટોશૂટ પર પોઝિટીવ કરતા વધુ નેગેટિવ કમેંટ્સ મળી રહી છે. સોનમના ડ્રેસ પર એક યુઝરે કમેંટ કરતાં લખ્યું છે કે, આ કઈ ડિઝાઈન છે આંટી.
જ્યારે સોનમની તસવીર પર અન્ય એક યુઝરે કમેંટમાં લખ્યું છે કે, આ શું બાજ જેવી બની ગઈ. આ સાથે જ અન્ય ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે સોનમ કપૂરને ટ્રોલ કરતા આવી ઘણી કમેંટ કરી છે. જો કે બીજી તરફ, સોનમની આ તસવીરો શિવાંગી દાંડેકર અને સોનમની આંટી મહીપ કપૂરે પસંદ કરી છે.
નોંધપાત્ર વાત એ છે કે સોનમ કપૂરે વર્ષ 2007 માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેની ફિલ્મ સાવરિયા રીલિઝ થઈ હતી. આ ફિલ્મથી અભિનેતા રણબીર કપૂરે પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સોનમ અત્યાર સુધીમાં પ્રેમ રતન ધન પાયો, નીરજા, વીરે દી વેડિંગ, રંજના અને પેડમેન જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
વર્ષ 2018 માં લગ્ન: જણાવી દઈએ કે વર્ષ 2018 માં તેણે બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઝ શામેલ થયા હતા