અભિનેત્રી શ્વેતા તિવારીનુ ફોટોશૂટ થયુ વાયરલ, તેની તસવીરો જોઈને પાગલ થઈ રહ્યા છે ફેન્સ..

અભિનેત્રી શ્વેતા તિવારી મનોરંજન અને વર્ચુઅલ જગત બંને પર રાજ કરી રહી છે. હમણાં જ અભિનેત્રીએ તેની આકર્ષક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

આ પહેલા શ્વેતાએ એક ગાઉનમાં એક હોટ ફોટોશૂટ શેર કર્યું હતું. હવે અભિનેત્રીએ બીજું એક હોટ ફોટોશૂટ શેર કર્યું છે. જે એકદમ વાયરલ થઈ રહ્યું છે. આ તસવીરોમાં તે પરી જેવી લાગી રહી છે.

શ્વેતા તિવારી ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર ચર્ચાનું કારણ બને છે. આવામાં ફરી એકવાર શ્વેતા તિવારીએ પોતાનો લેટેસ્ટ ફોટો શેર કરીને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. આ તસવીરોમાં બાલાનો સુંદર દેખાવ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં તેણે ભૂરા રંગનો પોશાક પહેર્યો છે, જે તેને વધુ સુંદર લુક આપી રહ્યો છે.

શ્વેતા તિવારીની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકો તેણીને સ્વર્ગમાંથી ઉતરી આવેલી પરી તરીકે વર્ણવી રહ્યા છે.

તસવીરોમાં શ્વેતાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેણે શાઇની હાઈ સ્લિટ કટ સાથે હાફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. આ તસવીરમાં તેણે સ્મોકી આઈ મેકઅપ સાથે પોતાનો લુક પૂરક બનાવ્યો છે. 40 વર્ષની ઉંમરે પણ શ્વેતા ખૂબ જ યુવાન અને ડેશિંગ લાગી રહી છે. તેમને જોતા કહેવું મુશ્કેલ છે કે તે બે બાળકોની માતા છે.

શ્વેતા તેની કારકિર્દીમાં ઘણી શાંત રહી છે. બિગ બોસની ચોથી સિઝનમાં તે વિજેતા પણ બની હતી. બિગ બોસમાં આવતાં પહેલાં તેણે ભોજપુરી ઇન્ડસ્ટ્રી અને નેપાળી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ બિગ બોસ જીત્યા પછી તેણે ‘બેની અને બબલુ’, ‘બિન બુલાઇ બારાતી’, ‘માઇલ ના માઇલ’ અને ‘મેરીડ ટુ અમેરિકા’ જેવી ફિલ્મો કરી હતી.

તેના બીજા બાળકને જન્મ આપ્યા પછી, શ્વેતાના વજનમાં થોડોક વધારો થયો હતો. જોકે હવે શ્વેતાએ સખત મહેનત દ્વારા પોતાને ફીટ કરી દીધી છે. શ્વેતાએ તાજેતરમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેના કેટલાક ફોટા તેણે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. જે એકદમ વાયરલ પણ થઈ હતી.

જીમમાં વર્કઆઉટ્સની સાથે શ્વેતાએ ઘણા મહિનાઓ સુધી તેના આહાર પર વિશેષ ધ્યાન આપ્યું હતું. શ્વેતાના આ ફીટ લુકને જોઈને બધાએ તેની ખૂબ પ્રશંસા કરી છે. તે એકદમ આકર્ષક લાગી રહી છે.

શ્વેતા બે બાળકોની માતા છે. તેમની મોટી પુત્રીનું નામ પલક તિવારી છે, જે બહુ જલ્દીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે અને તેના નાના પુત્રનું નામ રેયંશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *