
આજના સમયમાં, મોટાભાગના લોકો અનિદ્રાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. જેના કારણે લોકો ઘણીવાર ઉંઘની ગોળીઓ પણ લે છે. તમને વારંવાર કેટલાક લોકો પાસેથી સાંભળવા મળશે કે તેઓને સારી ઉંઘ આવતી નથી અથવા ફક્ત આંખો બંધ કરવાથી આખી રાત એમ જ કપાઈ જાય છે.
કેટલીકવાર તેનું કારણ કામનું વધારે તનાવ પણ હોય છે, કેટલીક વાર કંઈક બીજું પણ પરંતુ તમે તમારા ઘરની કેટલીક વાસ્તુ ટીપ્સ અજમાવી શકો છો જે તમારી ઉંઘને વિક્ષેપિત કરશે નહીં, અને તમે રાત્રે નિરાંતે સૂઈ શકશો.
મોટાભાગના લોકોના બેડરૂમમાં ટીવી હોય છે. જેને જોતા-જોતા જ લોકો સૂઈ જાય છે તે વ્યક્તિની નિંદ્રાને અસર કરે છે. સૂવાના રૂમમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી કે ટીવી, લેપટોપ વગેરે ન રાખવા જોઈએ સાથે મોબાઇલ ફોનને પણ તમારાથી દૂર રાખવો જોઈએ કારણ કે ઉંઘ માટે શાંત વાતાવરણની જરૂર હોય છે.
બેડરૂમની ઉપર એવી કોઈ ચીજ ન બાંધવી જોઈએ જેનાથી ત્યાં પાણી વહેતું હોય, બેડરૂમની ઉપર ક્યારેય પણ પાણીની ટાંકી વગેરે ન મૂકવા જોઈએ. તેનાથી પતિ-પત્નીના સંબંધોમાં અનબન થાય છે જે તનાવની સ્થિતિનું નિર્માણ કરે છે. જેના કારણે વ્યક્તિને ઉંઘ ન આવવાની તકલીફ થઈ શકે છે.
તમે જે દિશામાં સૂઈ રહ્યા છો તે દિશામાં યોગ્ય હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારી પથારી અથવા બેડ ખોટી દિશામાં પડેલા છે તો તમને ઉંઘ ન આવવાની સમસ્યા થાય છે. ક્યારેય ઉત્તર દિશા તરફ માથું રાખીને ન સૂવું જોઈએ. પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂઈ શકો છો.
જો તમારો બેડ બરોબર દરવાજાની સામે જ છે, તો તે તમારી ઉંઘને વારંવાર વિક્ષેપિત કરે છે. તેથી જો તમારો પલંગ દરવાજાની સામે છે, તો તેને દૂર કરો અને તેને બીજી જગ્યા પર મુકો. જો આ કરવાનું શક્ય નથી, તો પછી સૂવાના સમયે દરવાજો બંધ રાખો અથવા પડદો રાખો.
દોસ્તો જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ…
અને તમારો અભિપ્રાય અમને ચોક્કસ જણાવજો અને ફેસબુક ઉપર લાગણીસભર વાર્તા હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બોલીવુડ ગપ શપ,રાશિ ભવિષ્ય, વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ ને ફોલો પણ કરી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા જ રહીશું…