શ્રિમંતની હથેળીમાં હોય છે ખાસ રેખાઓ અને નિશાન, તમે પણ જોઈ લો…
પોતાના જીવનમાં ધનવાન બનવાના સપના દરેક વ્યક્તિ જોવે છે. પણ શું દરેક વ્યક્તિ ધનવાન હોય છે? જવાબ છે ના. દરેક વ્યક્તિના ભાગ્યમાં ધનવાન બનવાનું નથી લખ્યું હોતું. એ માટે વ્યક્તિના કર્મ અને ભાગ્ય બંને જ જવાબદાર હોઈ શકે છે.
હસ્તરેખા વિજ્ઞાન દ્વારા વ્યક્તિની હથેળીમાં બનનારી રેખાઓ પરથી એના ભાગ્યનો વિચાર કરવામાં આવે છે. માનવામાં આવે છે કે હથેળીમાં બનનાર પર્વત અને રેખાઓ વ્યક્તિના ભવિષ્ય વિશે ઘણી વાતો જણાવે છે. આજે અમે તમને જણાવીશું કે ધનવાન લોકોના હાથમાં કઈ રેખાઓ હોય છે.


વાત કરીએ હથેળીમાં બનનાર પર્વત વિશે. હથેળીમાં બનનાર ઉપસેલા ભાગને પર્વત કહે છે. જો કોઈ વ્યક્તિના હાથમાં સૂર્ય પર્વત, શુક્ર પર્વત અને ગુરુ પર્વત ઉપસેલો હોય તો એને ધનવાન બનવાથી કોઈ રોકી નથી શકતું. આવા લોકોને વહેલા મોડા સફળતા જરૂર મળે છે. ધનવાન લોકોના હાથમાં આ પર્વત ઉપસેલા હોય છે.

જો મસ્તિષ્ક રેખા, ભાગ્ય રેખા અને જીવન રેખા કોઈ વ્યક્તિના હાથમાં ત્રિકોણ બને છે એવા લોકો ધનવાન બને છે. સફળતા એવા લોકોમાં કદમ ચૂમે છે. એમને દરેક પ્રકારનું ભૌતિક સુખ મળે છે. એવા લોકોને ક્યારેય પણ પૈસાની કમી નથી રહેતી અને જીવન સુખ સગવડમાં વિતે છે.
